DA પર ચિંતા કરવાની જરૂર નથી, કેન્દ્રીય કર્મચારીઓને મળશે ગૂડ ન્યૂઝ

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે કોરોનાની સ્થિતિનો હવાલો આપતા કર્મચારીઓને 18 મહિના એટલે કે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 એટલે કે કુલ 18 મહિનાના મોંઘવારી ભથ્થાની ચુકવણી કરી નથી. 
 

DA પર ચિંતા કરવાની જરૂર નથી, કેન્દ્રીય કર્મચારીઓને મળશે ગૂડ ન્યૂઝ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને ભલે 18 મહિનાના બાકી મોંઘવારી ભથ્થા પર ખરાબ સમાચાર મળ્યા હોય પરંતુ આવનારા દિવસોમાં ગુડ ન્યૂઝ મળવાના છે. આ અમે એટલા માટે કહી રહ્યાં છીએ કારણ કે નવા વર્ષના પ્રથમ છ મહિનામાં મોંઘવારી ભથ્થાને લઈને જાહેરાત થશે. સામાન્ય રીતે તેની જાહેરાત માર્ચમાં થાય છે પરંતુ ભથ્થાની ગણતરી જાન્યુઆરીથી થવા લાગે છે, જે કેન્દ્રીય કર્મચારીઓને એરિયરના રૂપમાં મળે છે. 

4 ટકા વધારાની આશા
જાન્યુઆરીથી જૂન છ મહિના માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના દરે વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓને હાલ 38 ટકાના દરે મોંઘવારી ભથ્થાની ચુકવણી કરવામાં આવી રહી છે. આ રીતે જુઓ તો નવા વર્ષના પ્રથમ છ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું 42 ટકા સુધી થઈ શકે છે. 

નહીં મળે બાકી
હાલમાં નાણા મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓને 18 મહિનાનું મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએના બાકી મળશે નહીં. કેન્દ્ર સરકારે કોરોનાની સ્થિતિનો હવાલો આપતા કર્મચારીઓને 18 મહિના એટલે કે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 વચ્ચે એટલે કે કુલ 18 મહિનાના મોંઘવારી ભથ્થાની ચુકવણી કરી નથી. 

પાછલા દિવસોમાં જ્યારે રાજ્યસભામાં તેની સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો તો રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યુ કે, મોંઘવારી ભથ્થુ/મોંઘવારી રાહતના બાકીને જારી કરવાનું વ્યવહાર્થ સમજવામાં આવ્યું નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news