7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! ખાતામાં આવશે 2,18,200 રૂપિયા, જાણો કેવી રીતે

લાંબા સમયથી મોંઘવારી ભથ્થા (Dearness allowance)ની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. સ

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! ખાતામાં આવશે 2,18,200 રૂપિયા, જાણો કેવી રીતે

7th Pay Commission: લાંબા સમયથી મોંઘવારી ભથ્થા (Dearness allowance)ની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. સપ્ટેમ્બરમાં સરકારી કર્મચારીઓની વધેલી સેલેરી આવવાની છે. જો કે પહેલા વધેલા DA ના પૈસા જુલાઈની સેલેરીમાં આવવાની અટકળો થઈ રહી હતી. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સપ્ટેમ્બરના અંતમાં સેલેરી સાથે છેલ્લા ત્રણ હપ્તા પણ આવશે. જો તમે પણ કેન્દ્રીય કર્મચારી છો તો જાણો કે સપ્ટેમ્બર મહિનામાં તમારી સેલેરી કેટલી વધીને આવશે. 

આ રીતે હશે DA ની ગણતરી
કેન્દ્રીય કર્મચારીઓના સપ્ટેમ્બર મહિનાના પગારમાં મોટો વધારો આવશે. આ નવી જાહેરાત બાદ તમારી સેલેરી કેટલી વધશે તે જાણવા માટે તમને તમારી બેઝિક સેલેરી ખબર હોવી જોઈએ. આ સાથે જ તમે તમારું હાલનું DA જુઓ. હાલ તે 17 ટકા છે જે DA બહાલી બાદ 28 ટકા થઈ જશે. કેન્દ્રીય કર્મચારીઓનું માસિક DA 11 ટકા વધી જશે. એ જ રીતે DA એક જુલાઈ 2021થી મૂળ વેતનના 11 ટકા સુધી વધશે. જ્યારે DR ની ગણતરીમાં પણ એ જ રીતે ફોર્મ્યુલા લાગુ થશે. 

હવે કેટલું મળશે એરિયર
નેશનલ કાઉન્સિલ ઓફ JCM ના શિવ ગોપાલ મિશ્રાના જણવ્યાં મુજબ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સની મોંઘવારી રાહત બહાલીમાં થોડો સમય લાગશે પરંતુ તેમની સેલેરીમાં સારો એવો વધારો થશે. ક્લાસ 1ના અધિકારીઓનું DA એરિયર 11,880 રૂપિયાથી લઈને 37,554 રૂપિયા વચ્ચે હશે. તેમણે કહ્યું કે જો લેવલ-13 એટલે કે 7માં CPC પેસ્કેલ 1,23,100 રૂપિયાથી 2,15,900 રૂપિયા એટલે કે લેવલ-14ના પેસ્કેલ માટે ગણતરી કરાય તો કેન્દ્ર સરકારના કર્મચારીનું બાકી DA 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયા વચ્ચે હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news