7th Pay Commission: કર્મચારીઓને મળી ભેટ! DA માં થયો 3 ટકાનો વધારો, સરકારે કરી જાહેરાત
7th Pay Commission: હિમાચલ સરકારે પોતાના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓના DA માં 3% (Dearness Allowance) વધારો કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ 7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે કર્મચારીઓના DA માં 3% નો વધારો કર્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મંગળવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીના વર્ષમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 31 ટકા મોંઘવારી ભથ્થું (DA) ની જાહેરાત કરી હતી. સોલન શહેરમાં હિમાચલ પ્રદેશ રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી દમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.
કર્મચારીઓને મોટી ભેટ!
હિમાચલ પ્રદેશ રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી દમિયાન મુખ્યમંત્રી જય રામ ઠાકુરે કહ્યું, "તાજેતરમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 2.25 લાખ કર્મચારીઓને રૂ. 6000 કરોડનો લાભ સુનિશ્ચિત કરવા માટે નવા પગાર ધોરણો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ એવું અનુભવાયું હતું કે કેટલીક શ્રેણીઓના નવા પગાર ધોરણોમાં કેટલીક અસમાનતાઓ છે. કર્મચારીઓને પહેલાથી આપેલા બે વિકલ્પો ઉપરાંત ત્રીજો વિકલ્પ પણ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કર્મચારીઓ માટે 2.25 અને 2.59 ના ગુણાંક ઉપરાંત ત્રીજા વિકલ્પની જાહેરાત કરી છે. ત્રીજો વિકલ્પ 15% નો સીધો વધારો હશે.
મોંઘવારી ભથ્થામાં 3% નો વધારો
જયરામ ઠાકુરે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારના પેન્શનધારકોને પણ પંજાબ સરકારના નવા પગાર ધોરણ મુજબ પેન્શન આપવામાં આવશે. આ સાથે 1.75 લાખ પેન્શનધારકોને લગભગ 2000 કરોડ રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ કર્મચારીઓને ત્રણ ટકા વધારાનું મોંઘવારી ભથ્થું (DA વધારો) આપવાની જાહેરાત કરી હતી. એટલે કે હવે રાજ્યના IAS અધિકારીઓની જેમ કર્મચારીઓને પણ 31 ટકા ડીએ મળશે. તેના પર સરકારી તિજોરીમાંથી 500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
વાર્ષિક આવકની મર્યાદા પણ વધી
ડીએમાં વધારા બાદ હવે કર્મચારીઓનો ડીએ 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પેન્શનનો લાભ લેવા માટે વાર્ષિક આવકની મર્યાદા 35000 રૂપિયાથી વધારીને 50000 રૂપિયા કરવામાં આવી છે. સીએમ જયરામે કહ્યું કે, 'વર્ષ 2015 પછી નિમણૂક કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ અન્ય કેટેગરીના કર્મચારીઓની તર્જ પર ઉચ્ચ પગાર ધોરણ માટે પાત્ર બનશે. ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્રતા ધરાવતા તમામ કોન્સ્ટેબલોને તેનો લાભ તાત્કાલિક અસરથી આપવામાં આવશે. 2015 માં કોન્ટ્રાક્ટ પર નિયુક્ત થયેલા કર્મચારીઓ 2020 થી ઉચ્ચ પગાર ધોરણ માટે પાત્ર બનશે. ત્યારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનો સમયગાળો બે વર્ષનો છે. કર્મચારીઓને નિયમિત થયાના બે વર્ષ પછી જ ઉચ્ચ પગાર બેન્ડ મળે છે. આ જ નિયમ કોન્સ્ટેબલને પણ લાગુ પડશે.
કેન્દ્ર સરકાર પણ કરી શકે છે વધારો
બીજી તરફ કેન્દ્ર સરકાર પણ એકવાર ફરી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. જો આપણે AICPI ઇન્ડેક્સના ડેટા પર નજર કરીએ તો સપ્ટેમ્બર 2021 સુધી મોંઘવારી ભથ્થું વધીને 33 ટકા થઈ ગયું છે. એટલે કે આ હિસાબે તેમાં 2 ટકાનો વધારો થયો છે. જોકે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા હજુ ઉપલબ્ધ નથી. તેમાં 1 ટકાનો વધારો થવાની ધારણા છે. જો ડિસેમ્બર 2021 સુધીમાં CPI (IW) નો આંકડો 125 સુધી રહે છે, તો મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો નિશ્ચિત છે. એટલે કે કુલ DA 3% વધીને 34% થઈ જશે. તે જાન્યુઆરી 2022 થી ચૂકવવામાં આવશે અને કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે