DA Hike Update: આગામી સપ્તાહે થઈ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત! આટલો વધશે પગાર

7th Pay Commission: સપ્ટેમ્બરનો મહિનો પૂરો થવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સને જલ્દી સારા સમાચાર મળી શકે છે. આગામી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. 

DA Hike Update: આગામી સપ્તાહે થઈ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત! આટલો વધશે પગાર

નવી દિલ્હીઃ 7th Pay Commission DA Hike Update: સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવામાં થોડા દિવસ બાકી છે. કેન્દ્રીય કર્મચારીઓ તેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. તેવામાં બુધવારે તેને ખુશખબર મળી શકે છે. 27 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટની બેઠકમાં ડીએમાં વધારાને મંજૂરી આપવામાં આવી શકે છે. તેવામાં તહેવારોમાં કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધી જશે. કેન્દ્ર સરકાર જલ્દી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત કરી શકે છે. 

વર્ષમાં 2 વખત વધે છે ડીએ
મોંઘવારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર સમય-સમય પર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. સરકાર ડીએ વધારવાની જાહેરાત જ્યારે કરે પરંતુ તેને વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં રિવાઇઝ કરવામાં આવે છે. જ્યારે પણ રિવાઇઝ કરવાની જાહેરાત થાય છે તો તે પહેલાના મહિનાનું એરિયર આપવામાં આવે છે. જો સરકાર સપ્ટેમ્બરના અંતમાં ડીએ વધારવાની જાહેરાત કરશે તો તે જુલાઈથી લાગૂ થશે. ત્યારે સપ્ટેમ્બરના પગારમાં જુલાઈ અને ઓગસ્ટનું એરિયર પણ મળશે.

DAમાં કેટલા વધારાની આશા?
વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 42 ટકાના મોંઘવારી ભથ્થા અને રાહતનું પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જો સરકાર 4 ટકા ડીએ વધારે છે તો મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ જશે. મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈ 2023થી લાગૂ થશે. 

કેટલો વધશે પગાર?
ડીએની ગણતરી કેન્દ્ર સરકારના કર્મચારીઓની બેસિક સેલેરી પર કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર જ્યારે ડીએમાં વધારાની જાહેરાત કરશે તો કર્મચારીઓનો પગાર વધી જશે. માની લો કે કોઈ કર્મચારીની બેસિક સેલેરી 36500 રૂપિયા પ્રતિ મહિને છે. તેવામાં 42 ટકા મોંઘવારી ભથ્થા સાથે તેને 15330 રૂપિયા મળશે. પરંતુ 4 ટકાના વધારા બાદ ડીએ દર મહિને 16790 રૂપિયા મળશે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓની કુલ આવક 16425-16330= 1460 રૂપિયા દર મહિને વધી જશે. 

સાથે મળશે એરિયર
કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત થતા ડીએ 1 જુલાઈ 2023થી લાગૂ થઈ જશે. જો ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત થાય છે તો કર્મચારીઓના પગાર સાથે એરિયર આપવામાં આવશે. તેમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું ડીએ એરિયર મળશે. પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાની બરાબર મોંઘવારી રાહત વધારવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news