DA Hike: કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે, ડીએમાં વધારા સાથે મળશે ત્રણ મહિનાનું એરિયર, જલ્દી થશે જાહેરાત
7th Pay Commission: કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને તહેવાર પહેલા મોટી ભેટ આપી શકે છે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની રાહ જોઈ રહેલા કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળવાના છે. સરકાર ડીએમાં વધારાની જાહેરાત કરશે. સાથે ડીએ એરિયર પણ આપવામાં આવશે.
Trending Photos
7th Pay Commission: કેન્દ્ર સરકાર નવરાત્રિ અને દિવાળી વચ્ચે પોતાના કર્મચારીઓ માટે ડીએ વધારાની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય કર્મચારી ઘણા સમયથી પોતાના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની રાહ જોઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ડીએમાં 4 ટકાનો વધારો થવાની સંભાવના છે, જ્યારે પહેલા 3 ટકા વધારાની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સરકાર જ્યારે પણ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે, પરંતુ તેને 1 જુલાઈ 2023થી લાગૂ માનવામાં આવશે. એટલે કે સરકાર ઓક્ટોબરમાં ડીએ વધારાની જાહેરાત કરે છે તો ત્રણ મહિનાનું ડીએ એરિયર પણ ઓક્ટોબરના પગારમાં મળશે. દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને લોટરી લાગી શકે છે.
ડીએમાં થઈ શકે છે 4 ટકાનો વધારો
ઈન્ડસ્ટ્રિયલ લેબરના ડેટા પ્રમાણે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના આધાર પર ડીએની ગણતરી કરવામાં આવે છે. ફોર્મ્યુલા પ્રમાણે કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે 4 ટકા ડીએ વધારાની જાહેરાત કરી શકે છે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું 46 ટકાએ પહોંચી શકે છે.
પગારમાં થશે આટલો વધારો
સરકાર દ્વારા ડીએમાં 4 ટકાનો વધારો કરાયા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? મોટા ભાગના કર્મચારીઓ તેની ગણતરી કરી રહ્યાં છે. જો કોઈ કર્મચારીનો પગાર 50 હજાર મહિને છે અને તેની બેસિક સેલેરી 15000 રૂપિયા છે. તો તેને ડીએ તરીકે 6300 રૂપિયા મળે છે, જે મૂળ વેતનના 42 ટકા છે. જો ડીએમાં ચાર ટકાનો વધારો થાય છે તો તેના પગારમાં ડીએ વધી 6900 રૂપિયા મંથલી થઈ જશે. એટલે કે પગારમાં 600 રૂપિયાનો વધારો થશે. જો કોઈનો પગાર 50 હજાર રૂપિયા મહિને છે અને તેની બેસિક સેલેરી 15000 રૂપિયા થાય છે તો પગારમાં મહિને 600 રૂપિયાનો વધારો થશે.
મળશે ડીએ એરિયર
આ વધારેલું ડીએ 1 જુલાઈથી લાગૂ થશે. એટલે કે જો તમારા પગારમાં મહિને 600 રૂપિયાનો વધારો થાય છે તો પગારમાં 3 મહિનાનું ડીએ એરિયર એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું બાકી છે તે મળશે. એટલે કે પગારમાં ઓક્ટોબરનું ડીએ પણ જોડી દો તો ઓક્ટોબરના પગારમાં 2400 રૂપિયા વધારે આવશે. દિવાળી પહેલા કર્મચારીઓને ડીએનો ફાયદો મળી શકે છે. સાથે સરકાર દિવાળી બોનસ પણ આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે