Gratuity Rules: કેન્દ્ર સરકારે બદલ્યો ગ્રેચ્યુઈટીનો નિયમ, હવેથી કર્મચારીઓને મળશે વધુ ફાયદો

Gratuity Rules Changed: કેન્દ્રની મોદી સરકારે કર્મચારીઓને મળનાર ગ્રેચ્યુઈટીની લિમિટમાં વધારો કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે ગ્રેચ્યુઈટીની ટેક્સ ફ્રી લિમિટ (Gratuity tax exemption limit) માં વધારો કરી દીધો છે. જેને કારણે કોમનમેનને મોટો ફાયદો થવાની સંભાવના છે. 

Gratuity Rules: કેન્દ્ર સરકારે બદલ્યો ગ્રેચ્યુઈટીનો નિયમ, હવેથી કર્મચારીઓને મળશે વધુ ફાયદો

7th pay commission Gratuity Rules: તમારા માટે સૌથી સારા સમાચાર છે. ડીએ અને એચઆરએ વધારવાની સાથે જ કેન્દ્ર સરકારે ગ્રેચ્યુઈટીના નિયમો (Gratuity) માં પણ ફેરફાર કરી દીધો છે. સરકારે કર્મચારીઓને મળનાર ગ્રેચ્યુઈટીની લિમિટમાં વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટ ગ્રેચ્યુઈટીની ટેક્સ ફ્રી લિમિટ (Gratuity tax exemption limit) માં વધારો કરી દીધો છે. પહેલાં આ લિમિટ 20 રૂપિયા હતી અને હવે તેને વધારીને 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. હાલમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મોટી કંપનીઓ ગ્રેચ્યુઈટીની વાતો કરે છે પણ જ્યારે આપવાની વાત આવે ત્યારે હાથ અધ્ધર કરે છે. 

સરકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારનો અર્થ એ છે કે હવેથી તમારે 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુટી પર કોઈ ટેક્સ (Tax free Gratuity) ચૂકવવો પડશે નહીં. તો બીજી તરફ આ ફેરફાર પહેલા ટેક્સ ફ્રી ગ્રેચ્યુટીની મર્યાદા 20 લાખ રૂપિયા હતી. વર્ષ 2019માં સરકારે ટેક્સ ફ્રી ગ્રેચ્યુટીની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરી હતી. જે કંપનીઓમાં 10થી વધુ કર્મચારીઓ કામ કરે છે તેમને ગ્રેચ્યુઈટીનો લાભ આપવો પડશે. કંપની સાથે લાંબા સમય સુધી સંકળાયેલા કર્મચારીની પ્રશંસા તરીકે ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. જો તમે નોકરી છોડતી વખતે ગ્રેચ્યુઇટીના હકદાર છો, તો કંપની તમને તેનો ઇનકાર કરી શકશે નહીં.

No description available.
ગ્રેચ્યુઈટી શું છે?
કંપની તરફથી કર્મચારીને ગ્રેચ્યુઈટી મળે છે. ગ્રેચ્યુઇટીના નાણાં મેળવવા માટે કર્મચારીએ ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એક જ સંસ્થામાં કામ કરવું પડશે. સામાન્ય રીતે જ્યારે કર્મચારી નોકરી છોડી દે છે અથવા તે નિવૃત્ત થાય છે ત્યારે આ નાણાં પ્રાપ્ત થાય છે. જો કર્મચારી સાથે કોઈપણ પ્રકારનો અકસ્માત થાય છે, તો તે કિસ્સામાં નોમિનીને ગ્રેચ્યુઈટી મળે છે. ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ, જો અંડરગ્રાઉન્ડ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ 190 દિવસ પૂરા કરે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. તે જ સમયે, અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ 4 વર્ષ 240 દિવસ કામ કર્યા પછી ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે.

સવાલ- કેટલા વર્ષ સુધી કામ કર્યા બાદ ગ્રેચ્યુઈટી મળે?
જવાબ- આમ તો કોઈપણ કંપનીમાં સતત 5 વર્ષ સુધી કામ કરવાવાળા કર્મચારી ગ્રેચ્યુઈટી માટે એલિજીબલ હોય છે. પરંતુ અમુક કિસ્સામાં 5 વર્ષથી ઓછી સર્વિસ પર પણ ગ્રેચ્યુઈટી મળી જાય છે. ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2Aમાં સતત કામ કરવા પર સ્પષ્ટપણે ડિફાઈન કરવામાં આવે છે. એ હિસાબથી પૂરા 5 વર્ષ કામ કરાવા પર ઘણા કર્મચારી ગ્રેચ્યુઈટીનું બેનેફિટ મેળવી શકે છે. 

અનેક લોકોનું એવું માનવું છે કે ગ્રેચ્યુઈટી કંપની ત્યારે જ આપે છે જ્યારે એક વ્યક્તિ એક જગ્યાએ 5 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી કામ કરે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. કાયદા મુજબ એક જ કંપનીમાં પાંચ વર્ષ સુધી સતત કામ કરવું એ ગ્રેચ્યુઈટી મેળવવા માટે જરૂરી નથી. જો કર્મચારીએ એક જ સંસ્થામાં 4 વર્ષ 240 દિવસ સુધી સતત કામ કર્યું હોય તો તે ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર બની જાય છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ 1972 હેઠળ આ ફાયદો એ કંપનીના દરેક કર્મચારીને મળે છે જ્યાં 10થી વધુ લોકો કામ કરે છે. 

કેવી રીતે થાય છે ગ્રેચ્યુઈટીની ગણતરી? 

કુલ ગ્રેચ્યુઈટીની રકમ= (છેલ્લી સેલરી) x (15/26) x (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું) . માની લો કે કોઇ કર્મચારીએ 20 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યું છે. તે કમર્ચારીની છેલ્લી સેલરી 50,000 રૂપિયા છે. અહીં મહિનામાં 26 દિવસ જ ગણવામાં આવે છે કારણ કે એમ માનવામાં આવે છે કે કે 4 દિવસ રજા હોય છે. તો એક વર્ષમાં 15 દિવસના આધારે ગ્રેચ્યુઈટીની ગણતરી થાય છે. ગ્રેજ્યુટી કંપની તરફથી કર્મચારીને તેમની સેવાના બદલે આભાર વ્યક્ત કરવાની એક રીત છે.
No description available.

કુલ ગ્રેચ્યુઈટીની રકમ = (50000) x (15/26) x (20)= 576,923 રૂપિયા ગ્રેચ્યુઈટી થશે. 

ગ્રેચ્યુટી ક્યારે મળે છે?
જો તમે કોઈપણ કંપનીમાં 5 વર્ષ સુધી સતત કામ કરો છો, તો તમને તે કંપની તરફથી ગ્રેચ્યુઈટી (Gratuity) મળે છે. નવા ફોર્મ્યુલા હેઠળ, જો તમે કોઈ કંપનીમાં 5 વર્ષની જગ્યાએ 1 વર્ષ રહો છો, તો તમે ત્યાં પણ ગ્રેચ્યુઈટીના હકદાર છો. અત્યારે આ નવા ફોર્મ્યુલા પર કામ થઈ શકે છે. સરકાર આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. જો આ નિર્ણય લેવામાં આવશે તો ખાનગી અને સરકારી બંને કર્મચારીઓને ઘણો ફાયદો થશે.

સવાલ- ગ્રેચ્યુઈટી શું છે
જવાબ- ગ્રેચ્યુઈટી કંપની તરફથી પોતાના કર્મચારીને આપવામાં આવે છે. આ એક રીતે સતત પાંચ વર્ષ સુધી નોકરી કરવાના બદલામાં કર્મચારીના આભાર વ્યક્ત કરે છે. 

સવાલ- શું બધી જ પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓ સતત ગ્રેચ્યુઈટીના હકદાર છે?
જવાબ- દેશની તમામ ફેક્ટરીઓ, ખાણ, ઓઈલ ફિલ્ડ, બંદર અને રેલવે પર પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુઈટી એક્ટ લાગૂ થાય છે. આ ઉપરાંત એકસાથે 10થી વધુ લોકોને નોકરી આપનારી દુકાનો અને કંપનીના કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો બેનેફિટ મળે છે.

મોત થાય તો?
જો કોઈ કર્મચારીનું ચાલુ નોકરીએ મોત થઈ જાય તો તેની ગ્રેચ્યુઈટીની ગણતરી માટે સમયગાળાની મર્યાદા હોતી નથી. તેનો  અર્થ એ થયો કે આવા કર્મચારીએ પોતાના સેવાકાળમાં ગમે તેટલા દિવસ પસાર કર્યા હોય પરંતુ તે ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર ગણાશે. કોલસા કે અન્ય માઈન્સમાં તથવા અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટમાં કામ કરનારાઓ માટે 4 વર્ષ 190 દિવસ પૂરા કરતા જ 5 વર્ષનો કાર્યકાળ માની લેવામાં આવે છે. કાયદા મુજબ જમીનથી નીચે એટલે કે ભૂગર્ભમાં કામ કરનારા આવા કર્મચારીઓને 4 વર્ષ 190 દિવસ પૂરા થતાં જ ગ્રેચ્યુઈટી માટે હકદાર માની લેવાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news