7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી મળશે ખુશખબરી! વધુ એક ભથ્થા પર મંથન કરી રહી છે સરકાર, જાણો નવું અપડેટ
7th Pay Commission Latest Updates: સરકારી કર્મચારીઓને ફરી એકવાર ખુશખબરી મળવા જઈ રહી છે. દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં વધારા બાદ કર્મચારીઓને વધુ એક ભથ્થામાં વધારો થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: 7th Pay Commission Latest Updates: લાંબા સમયથી રાહ જોયા બાદ વર્ષ 2021 માં સરકારી કર્મચારીઓને ઘણીવખત ખુશખબરી મળી છે. પહેલા ડીએમાં 11 ટકાનો વધારા બાદ, કર્મચારીઓને દિવાળી બોનસની સાથે સાથે ડીએ અને ટીએમાં પણ વધારો મળ્યો છે. આ સાથે જ પહેલા વધારાનું મોંઘવારી ભથ્થું પણ જોડવામાં આવ્યું હતું. હવે કેન્દ્રીય કર્મચારીઓના વધુ એક ભથ્થા પર ચર્ચા ચાલી રહી છે જેનો ફાયદો તેમને જાન્યુઆરીમાં મળી શકે છે.
બોર્ડને મોકલવામાં આવ્યો પ્રસ્તાવ
આ વધારો હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે, HRA માં કરવામાં આવશે, જેથી સેલેરીમાં બંપર વધારો થશે. નાણા મંત્રાલયે આ મામલે 11.56 લાખખી વધારે કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ને લાગુ કરવાની માંગ પર મંથન પણ શરૂ કર્યું છે. તમને જણાવી દઇએ કે, આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ જાન્યુઆરી 2021 થી કર્મચારીઓને HRA ને લાભ મળશે. HRA મળતા જ આ કર્મચારીઓની સેલેરીમાં જબરદસ્ત વધારો થશે. ઇન્ડિયન રેલવે ટેક્નિકલ સુપરવાઈઝર્સ એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલવેમેન (NFIR) એ સરકાર પાસે 1 જાન્યુઆરી 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.
કર્મચારીઓને મળવા લાગ્યો વધારાનો HRA
ખરેખરમાં, મોંઘવારી ભથ્થાના 25 ટકાથી વધારે થવા પર HRA આપમેળે રિવાઈઝ થઈ ગયો છે. DoPT ના નોટિફિકેશન અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) માં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે થયો છે. સરકાર હવે વધારેલા HRA માં અન્ય કેન્દ્રીય કર્મચારીઓને પણ સામેલ કરવાનું શરૂ કરી રહી છે.
આ હિસાબથી તમામ કર્મચારીઓને વધારેલા HRA નો ફાયદો મળવા લાગ્યો છે. હવે શહેરની કેટેગરીના હિસાબથી 27 ટકા, 18 ટકા અને 9 ટકા HRA મળવા લગ્યો છે. આ વધારો પણ DA ની સાથે 1 જુલાઈ 2021 થી લાગુ થઈ ગયો છે.
શહેરના હિસાબથી મળે છે HRA
નોંધનીય છે કે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ની કેટેગરી X, Y અને Z ક્લાસ શહેરોના હિસાબથી વિભાજિત કરવામાં આવી છે. એટલે કે એક્સ કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે પ્રતિ માસ 5400 રૂપિયાથી વધુ HRA મળશે. આ પછી, Y વર્ગના વ્યક્તિને દર મહિને 3600 રૂપિયા અને પછી Z વર્ગના વ્યક્તિને દર મહિને 1800 રૂપિયા મળશે.
X કેટેગરીમાં 50 લાખથી વધારે આબાદી વાળા શહેરમાં આવે છે. આ શહેરમાં જે કેન્દ્રીય કર્મચારી છે તેમને 27 ટકા HRA મળશે. Y કેટેગરીના શહેરોમાં 18 ટકા હશે અને Z કેટેગરીમાં 9 ટકા હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે