આ 3 શેર કરાવી શકે છે 30 ટકા સુધીનું નુકસાન, પૈસા લગાવતા પહેલા 10 વખત વિચાર કરજો

ઘરેલુ બ્રોકરેજે 3 એવા સ્ટોક્સ વિશે જણાવ્યું છે જેમાં 10થી લઈને 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. આ શેરમાં એક ઈન્ડિયન હોટલ્સ છે. 

આ 3 શેર કરાવી શકે છે 30 ટકા સુધીનું નુકસાન, પૈસા લગાવતા પહેલા 10 વખત વિચાર કરજો

નવી દિલ્હીઃ જો તમે શેર બજારમાં પૈસા લગાવો છો તો આ ત્રણ શેરથી દૂર રહેજો. જો તેમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યાં છો તો પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લો. ઘરેલુ બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે જે ત્રણ શેરનને લઈને ચેતવણી જાહેર કરી છે તે છે- ઈન્ડિયન હોટલ્સ, એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડિયા અને ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી. બ્રોકરેજને લાગે છે કે આ શેર પોતાના વર્તમાન લેવલથી 30 ટકા સુધી નીચે જઈ શકે છે.

તમને જણાવી દઈએ કે તેમાંથી 2 શેર મંગળવારે ગ્રીન ઝોનમાં બંધ થયા છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી...

ઈન્ડિયન હોટેલ્સ
ટાટા ગ્રૂપની હોસ્પિટાલિટી કંપની ઈન્ડિયન હોટેલ્સને ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં રૂ. 1960 કરોડની આવક થઈ છે. જે વાર્ષિક ધોરણે 16 ટકાથી વધુનો વધારો છે. કંપનીના EBITDA માર્જિનમાં પણ વધારો થયો છે. કંપનીએ કુલ 200 હોટલ ખોલી છે અને 2027 સુધીમાં તેમની સંખ્યા વધારીને 280 કરવાનો લક્ષ્યાંક છે. મજબૂત વૃદ્ધિ હોવા છતાં, તેના શેર નીચે જઈ શકે છે. તેનું કારણ એ છે કે ગયા વર્ષે આ શેર 59 ટકા વધ્યો હતો. આ કારણે બ્રોકરેજે તેની ટાર્ગેટ કિંમત વર્તમાન કિંમતથી 10 ટકા ઘટાડી 456 રૂપિયા કરી છે.

એપ્ટસ વેલ્યૂ હાઉસિંગ
કંપનીનો વાર્ષિક ગ્રોથ 28 ટકા રહ્યો છે. તેના ઓપરેટિંગ એક્સપેન્ડિચરમાં પણ સુધારો થયો છે. જો કે, જેમ જેમ સ્પર્ધા વધે છે તેમ, સામાન્ય જોખમ એડજસ્ટેડ માર્જિન કરતાં વધુ હોવાને કારણે તેની લોન વૃદ્ધિ અને નફો ઘટી શકે છે. તેથી, બ્રોકરેજે તેની લક્ષ્ય કિંમત વર્તમાન કિંમતથી 25 ટકા ઘટાડીને રૂ. 280 કરી છે.

ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી
બ્રોકરેજે તેની સેલ રેટિંગ યથાવત રાખી છે. પરંતુ તેની ટાર્ગેટ પ્રાઇઝ 980 રૂપિયા પર ફિક્સ કરી દીધી છે. આ તેની વર્તમાન કિંમત 1405 રૂપિયાથી 30 ટકા ઓછી છે. આજે શેર બીએસઈ પર 0.36 ટકાના વધારા સાથે બંધ થયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news