મોગેંબો ખુશ હુઆ!!! જાણો GST કાઉન્સિલ બેઠકમાં શું થયું સસ્તું અને શું થયું ટેક્સ ફ્રી

નવા સ્લેબ મુજબ હવે ટીવી, ફ્રિઝ, એસી, વોશિંગ મશીન, મિક્સર-ગ્રાઇન્ડર-જ્યુસર, વોટર કૂલર, વોટર હિટર, શેવર, સેન્ટ, પર્ફ્યુમ અને 1000 રૂપિયા સુધીના શૂઝ સસ્તા થશે.

મોગેંબો ખુશ હુઆ!!! જાણો GST કાઉન્સિલ બેઠકમાં શું થયું સસ્તું અને શું થયું ટેક્સ ફ્રી

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 28મી બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મળી હતી. આ બેઠકમાં હસમુખ અઢિયા સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. બેઠકમાં મહત્તવપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં કાઉન્સિલે સેનિટરી નેપકિનને GSTમાંથી બહાર કરી દીધા છે. અત્યાર સુધી સેનિટરી નેપકિન પર 12% GST લાગતો હતો, જેની ભારે નિંદા થતી હતી. અનેક મહિલા સંગઠનોએ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. 

જો કે ખાંડ પર સેસને લઇ કોઇ નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત વાંસને 12 ટકાના સ્લેબમાં રાખવામાં આવ્યા છે. તો 28 ટકા સ્લેબના 30થી વધુ ઉત્પાદનો પર જીએસટી ઘટાડી દેવામા આવ્યો છે. ત્યારે નવા સ્લેબ મુજબ હવે ટીવી, ફ્રિઝ, એસી, વોશિંગ મશીન, મિક્સર-ગ્રાઇન્ડર-જ્યુસર, વોટર કૂલર, વોટર હિટર, શેવર, સેન્ટ, પર્ફ્યુમ અને 1000 રૂપિયા સુધીના શૂઝ સસ્તા થશે. હવે જીએસટીની આગામી બેઠક કેરળમાં યોજાશે.

આ પહેલાં વ્યવસાયીઓ માટે GST રિટર્ન નિયમ સરળ કરવા પર સહમતિ થઇ ગઇ છે. હવે GST રિટર્ન ભરવાનું ફોર્મ માત્ર 1 પાનાનું હશે. જ્યારે મહિનામાં ત્રણ વાર રિટર્નની જંઝટ માંથી મુક્તિ મળી છે. 5 કરોડ રૂપિયા સુધી ટર્નઓવર ધરાવનારાઓને ત્રિમાસિક રિટર્ન ભરવું પડશે.

રોજબરોજમાં ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 30 વસ્તુના GST રેટમાં કાપ મુકવાનો વિચાર કરવામાં આવ્યો છે. જેમાં સેનેટરી નેપ્કિન સિવાય લીથિયમ આયન બેટરી, બેટરીવાળી ગાડીઓ, વોટર કુલર અને આઇસક્રિમ જેવી વસ્તુઓ સામેલ છે.

હેન્ડલુમ અને કુટિર ઉદ્યોગ સાથે જોડાયેલી લગભગ 40 વસ્તુઓના ભાવમાં કાપની આશા હતી. જ્યારે માર્બલ સ્ટોનથી બનેવી દેવી-દેવતાંઓની મૂર્તિઓ પણ સસ્ત થઇ શકે છે. તેમજ ડેકોરેટિવ વસ્તુઓ પર GST 18% થી ઘટાડીને 12% થઇ શકે છે.

આ બેઠકમાં 500 ની જગ્યાએ 1000 સુધીની કિંમતના શૂઝ પર GST 12% થી ઘટાડીને 5% અને પેંટ, રેફ્રિજરેર, વેક્યૂમ ક્લિનર, 25 ઇંચ સુધીનો ટીવી સેટ જેવા ઘણાં ઇલેક્ટ્રોનિક્સ સામાન પર GST 28% થી ઘટાડીને 18% કર્યો છે.

આ ઉપરાંત આયાત કરવામાં આવેલાં યુરિયા પર 5%નો કાપ મુકવામાં આવ્યો છે. તેમજ વોશિંગ મશિન પર GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. આ સિવાય ફૂડ ગ્રાઇન્ડર, મિક્સર, સ્ટોરેજ વોટર હિટર 18% GST લાગશે. હેર ડ્રાયર, વાર્નિશ,વોટર કુલર, મિલ્ક કુલર, આઇસક્રિમ કુલર પર 10% GST ઘટાડવામાં આવ્યો છે. તેમજ આ સિવાય પરફ્યૂમ, ટોયલેટ સ્પ્રે પર પણ 10% ઓછું GST લાગશે.

વેપારીઓને રાહત
વેપારીઓએ સિંગલ પેજ રિટર્ન ભરવાનું રહેશે
એક મહિનામાં એક રિટર્ન જ દાખલ કરવું પડશે
5 કરોડ સુધી ટર્નઓવરવાળા વેપારીને ત્રિમાસિક રિટર્ન 
GST કાયદામાં 46 ફેરફારોને મંજૂરી 

આ વસ્તુ ટેક્સ ફ્રી
સોના-ચાંદી વગરની રાખડીઓ
માર્બલ અથવા લાકડામાંથી બનતી મૂર્તીઓ
હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલી વસ્તુઓ
ફૂલો, નારિયેળના રેશામાંથી બનતું ઓર્ગેનિક ખાતર

આ વસ્તુ થઇ સસ્તી
28થી ઘટી 18 % GST 
68 સેમી સુધીનું ટીવી
ફ્રિજ, એસી, વોશિંગ મશીન
મિક્સર-ગ્રાઇન્ડર-જ્યુસર
વોટર કુલર, વોટર હિટર
શેવર, લીથિયમ આયરન બેટરી
વેક્યુમ ક્લિનર, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ
પેન્ટ્સ, હેયર ડ્રાયર, આઇસ્ક્રીમ ફ્રિજર
ટોયલેટ ક્લિનર, ઇલેક્ટ્રીક આયરન
રેફ્રિજરેટિંગ સાધનો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news