MEIL આગામી વર્ષોમાં વિશ્વમાં બે અબજ ડોલરનો ઓઈલ રીગ્ઝ બિઝનેસ મેળવશે
'મેક ઈન ઈન્ડીયા' અને 'આત્મનિર્ભર ભારત' પહેલ હેઠળ ઉત્પાદન કરાયેલી આ રીગ્ઝ MEIL ને મળેલા ઓએનજીસીને 47 રીગ્ઝ પૂરી પાડવા માટેના રૂ.6,000 કરોડના ઓર્ડર હેઠળ મોકલવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: મેઘા એન્જીનિયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (MEIL) સ્વદેશી ડ્રીલીંગ રીગ્ઝનું ઉત્પાદન કરીને તેનો બિઝનેસ આગામી દિવસોમાં બે અબજ ડોલર સુધી વિસ્તારવાનુ આયોજન કરી રહી છે. માર્ચ, 2022 સુધીમાં કંપની ઓએનજીસીને 23 રીગ્ઝની ડિલીવરી આપશે. હાલમાં 14 રીગ્ઝ ભારતના વિવિધ સ્થળોએ મોકલવા માટે રવાના કરી દેવાઈ છે. MEIL માત્ર ભારતમાં જ નહીં, વિશ્વમાં પણ તેણે ઉત્પાદન કરેલી રીગ્ઝ પૂરી પાડીને તેની જાળવણી પણ કરશે.
'મેક ઈન ઈન્ડીયા' અને 'આત્મનિર્ભર ભારત' પહેલ હેઠળ ઉત્પાદન કરાયેલી આ રીગ્ઝ MEIL ને મળેલા ઓએનજીસીને 47 રીગ્ઝ પૂરી પાડવા માટેના રૂ.6,000 કરોડના ઓર્ડર હેઠળ મોકલવામાં આવી રહી છે. MEIL એ સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગ કરીને ઓઈલ અને ગેસ ક્ષેત્ર માટે રીગ્ઝનું ઉત્પાદન કરનાર પ્રથમ કંપની છે અને કંપનીએ ઓએનજીસીની 47 રીગ્ઝમાંથી પ્રથમ રીગ સોંપી હતી.
આધુનિક હાઈડ્રોલિક ટેકનોલોજી ધરાવતી બીજી રીગ ગુજરાતમાં ઓએનજીસી અમદાવાદ એસેટના કલોલ નજીક ધમાસણા ગામે આવેલા GGS-IV તેલ ક્ષેત્રના નજીક KLDDH કૂવામાં કાર્યરત થઈ જશે. આ રીગ ઝડપથી કામ કરે છે અને ઓછી વિજળીથી ચાલે છે. 1500 હોર્સ પાવરની આ રીગ 4,000 મીટર સુધી આસાનીથી ડ્રીલ કરી શકે છે. આ રીગ 40 વર્ષ સુધી કામ આપી શકશે અને સલામતીના અત્યંત આધુનિક ટેકનોલોજીકલ ધોરણો સાથે કામ કરશે.
મેઘા એન્જીનિયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (MEIL) ના વાઈસ પ્રેસિડેન્ટ પી. રાજેશ રેડ્ડી જણાવે છે કે "મેક ઈન ઈન્ડીયા અને આત્મનિર્ભર ભારત ની સફળતા માટે ઉર્જા આયાતો ઉપર અવલંબન ઘટાડવાની તાતી જરૂરિયાત છે. MEIL આ બંને પહેલમાં યોગદાન કરવામાં અને સ્થાનિક તેલ ઉત્પાદનને વેગ આપીને દેશનું ઉર્જા ભાવિ સુરક્ષિત બનાવવા તેની ભૂમિકા ભજવવામાં ગૌરવ અનુભવે છે." આ આધુનિક રીગ્ઝમાં સ્વદેશી ઘટકનું સ્તર હાલમાં 50 ટકા જેટલું છે, જે સમય જતાં વધારીને 90 ટકા કરવામાં આવશે.
MEIL રીગ્ઝનું ઉત્પાદન કરીને ઓએનજીસીની આસામ એસેટસ (શીવ સાગર, જોરહટ), આંધ્ર પ્રદેશ (રાજમુંદ્રી), ગુજરાત (અમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા અને ખંભાત), ત્રિપૂરા (અગરતલા) અને તામિલ નાડુ (કરાઈકાલ) ખાતે પૂરી પાડશે. MEILને મળેલા ઓએનજીસીના 47 રીગ્ઝના ઓર્ડરમાં 20 વર્કઓવર રીગ્ઝ અને 27 લેન્ડ ડ્રીલીંગ રીગ્ઝનો સમાવેશ થશે. 20 વર્કઓવર રીગ્ઝમાંથી 12 રીગ્ઝ 50 MT ક્ષમતાની તથા 4 રીગ્ઝ 100 MT ક્ષમતાની તથા બાકીની 4 રીગ્ઝ 150 MT ક્ષમતાની છે.
27 લેન્ડ ડ્રીલીંગ રીગ્ઝમાંથી બે મોબાઈલ હાઈડ્રોલિક રીગ્ઝ છે, જે 1500 હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે તથા 17 AC VFD રીગ્ઝ 1,500 હોર્સપાવર ક્ષમતાની છે. અન્ય 6 AC VFD રીગ્ઝ 2,000 હોર્સપાવર ક્ષમતાની તથા અન્ય બે HT VFD રીગ્ઝ 2000 હોર્સપાવરની ક્ષમતા ધરાવશે. 2000 હોર્સપાવરની રીગ્ઝ 6,000 મીટર સુધી ડ્રીલીંગ કરી શકશે.
ભારત 80 ટકા ઓઈલ પ્રોડક્ટસની આયાત કરે છે. MEILનો ઉદ્દેશ ભારતમાં ડ્રીલીંગ કરીને વધુ ઓઈલ પેદા કરી ઓઈલની આયાત ઘટાડવાનો છે. કંપની ભારતીય ઈજનેરોની મદદથી વિદેશનું બજાર પ્રાપ્ત કરશે. ભારતને ખરેખર ડ્રીલીંગ રીગ્ઝની જરૂર છે. આ એવી પ્રથમ રીગ્ઝ છે કે જે પરંપરાગત રીગ્ઝની તુલનામાં ઝડપથી કામ કરે છે. વિશ્વમાં ઝડપથી સંચાલન કરી શકાય તેવી પ્રથમ રીગ્ઝ છે. આ રીગ્ઝ 65 ડીગ્રી ઉષ્ણતામાનમાં પણ ચાલી શકે છે. આ રીગ્ઝ સંપૂર્ણપણે ઓટોમેટેડ છે અને ઉચ્ચ કાર્યક્ષમતા તથા પર્ફોર્મન્સ ધરાવે છે. આ રીગ્ઝ પરિવહનમાં સુગમ છે અને કોઈપણ સ્થળે આસાનીથી પહોંચાડી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે