72 લાખના પેકેજની નોકરી છોડી આ યુવક કરે છે ખેતી, પગાર કરતા ડબલ કમાય છે
Agriculture News : જો તમારો ખેતી સાથે લગાવ છે, તો તમે પણ નોકરીને છોડીને ખેતીના ધંધામાં ઝંપલાવી શકો છે, જમીન તમારા ધાર્યા કરતા તમને આવક કરાવી શકે છે
Trending Photos
Organic Farming News: તમને ભરોસો નહીં થાય પણ આ વાત સાચી છે. ગૂગલ અને એપલ જેવી કંપનીઓમાં કામ કરવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ કંપનીઓમાં નોકરી મેળવવા માટે, લોકો સખત મહેનત કરે છે અને લાંબા સમય સુધી પ્રયાસ કરતા રહે છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ જેણે લાખો રૂપિયાની એપલની નોકરી છોડીને ખેતી કરવાનું વધુ સારું માન્યું.
આ વાત છે રાજસ્થાનના નાગૌર જિલ્લાના રહેવાસી મનીષ શર્માની. મનીષ શર્મા બ્રિટનથી ભારત પરત ફર્યા અને તેમના ગામમાં જૈવિક ખેતી શરૂ કરી. દેશમાં મૂલ્યવર્ધનના પ્રયોગોને કારણે ખેતીમાં આવકમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. જેનો ફાયદો પણ હવે ખેડૂતોને થઈ રહ્યો છે.
72 લાખના વાર્ષિક પેકેજ પર કરતા હતા કામ
Apple ની નોકરી છોડીને આવેલા મનીષ શર્મા આજે સારી કમાણી કરી રહ્યા છે. તેઓ અન્ય ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની તાલીમ પણ આપી રહ્યા છે. મનીષ 72 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર બ્રિટનમાં એપલમાં કામ કરતો હતો. પરંતુ તેણે નોકરી છોડી દીધી કારણ કે તે તેના માતાપિતાની સેવા કરવા માંગતો હતો. આ પછી તે નોકરી છોડીને ગામમાં આવ્યો હતો. તેઓ લગભગ બે વર્ષથી ખેતી કરે છે. મનીષ તેના નવા કામથી ખુશ છે અને તે તેમાંથી સારી કમાણી પણ કરી રહ્યો છે.
બે વર્ષમાં 20 લાખની કમાણી
વર્ષ 2020 માં જ્યારે કોરોના દરમિયાન લોકોને તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન મનીષે પોતે જ એપલની નોકરી છોડવાનો નિર્ણય લીધો હતો. તેણે નોકરી છોડવાનું કારણ તેના માતા-પિતાની સેવા કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ નાગૌર પાછા ફર્યા પછી તેણે ઓર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવાનું શરૂ કર્યું. તે ઓર્ગેનિક પદ્ધતિથી અનેક પ્રકારના પાક ઉગાડી રહ્યો છે. તેમના ખેતરમાં બાજરી, કપાસ, જીરૂ, રવિ અને ઘઉં સહિતના અનેક પાકો ઉગી રહ્યા છે. આ સિવાય તે શાકભાજી પણ ઉગાડે છે. તેમનું કાર્ય સતત આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં તેણે ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા લગભગ 20 લાખ રૂપિયાની કમાણી કરી છે.
40 પ્રકારની શાકભાજીની કરે છે ખેતી
મનીષ કહે છે કે હું ઘણા પ્રકારના પાકની ખેતી કરું છું જેમાં મેં ખરીફ સિઝનમાં કપાસ અને બાજરી અને રવિ સિઝનમાં જીરું ઘઉંનું વાવેતર કર્યું છે અને જમીનની ક્ષમતા મુજબ હું તે પ્રકારના પાકની ખેતી કરું છું. હાલમાં હું ઘર વપરાશ માટે 40 પ્રકારના શાકભાજીની ખેતી કરું છું. મનીષ કહે છે કે મને ખેતી શરૂ કર્યાને દોઢ વર્ષ થઈ ગયું છે પરંતુ છેલ્લા એક વર્ષમાં મેં 15 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી છે.
અહીંથી કર્યો અભ્યાસ
મનીષ શર્માએ પ્રાથમિક શિક્ષણ નાગોરની સેઠ કિશનલાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં કર્યું હતું. તેણે અહીં 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ મનીષે મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વિસ (MDHS)માંથી BBA કર્યું. ત્યારબાદ મનીષે બ્રિટનની કાર્ડિયાક યુનિવર્સિટીમાંથી IBM, MSC અને MBA પૂર્ણ કર્યું. આ પછી તેમણે પીએચડી પણ કર્યું. પછી, મનીષે યૂકેમાં એપલના પેરોલમાં જ વાર્ષિક 72 લાખ રૂપિયાના પગારે જોડાયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે