સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણો
Cotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
Trending Photos
Price of Cotton : ગુજરાતમાં સૌથી મોટો ખરીફ સિઝનમાં કોઈ પાક હોય તો એ કપાસ છે. કપાસનું સૌથી વધારે વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે પણ ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો મોટાભાગે કપાસની ખેતી કરે છે. પહેલાં ચીનમાં સૌથી વધારે રૂની નિકાસ થતી હતી. હવે ધીરેધીરે બાંગ્લાદેશમાં નિકાસમાં વધારો થયો છે. હાલમાં ચાલતી અરાજકતા આગામી દિવસોમાં વધી તો રૂની નિકાસને અસર થશે. જેને પગલે રૂના ભાવ પર તેની સીધી અસર દેખાશે. 2022-23ની ખરીફ સિઝનમાં થયેલા 25.29 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર કરતાં આ વર્ષે 26.64 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. આમ ગયા વર્ષના કરતાં 1.6 લાખ હેક્ટર વધુ છે. એકંદરે, આ છેલ્લા ત્રણ વર્ષમાં 23.60 લાખ સરેારાશ વાવેતર વિસ્તાર સામે કપાસના વાવેતરમાં લગભગ 13 ટકાનો વધારો થયો છે.
કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, દેશમાં કપાસનું વાવેતર 116.75 લાખ હેક્ટર રહ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા 117.91 લાખ હેક્ટરની તુલનામાં 1.16 ટકા ઓછું છે. આમ ગુજરાતમાં વાવેતર વિસ્તારમાં વધારો થયો છે પણ દેશમાં ગત વર્ષની સમાન આંક છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણામાં કપાસના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. જો કે, કર્ણાટક, તેલંગાણા, પંજાબ અને મહારાષ્ટ્રમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે.
ભારતથી કોટન નિકાસ વધીને તાજેતરના વર્ષોમાં બાંગ્લાદેશમાં અઢી અબજ ડોલર નજીક પહોંચી ગઈ હતી. ભારતથી થતી કોટનની કુલ નિકાસમાં આશરે ૧૦ વર્ષ પૂર્વે ૧૬થી ૧૭ ટકા રહેતી હતી તે હવે વધી તાજેતરમાં ૩૪થી ૩૫ ટકાના સ્તરે પહોંચી ગઈ છે. બાંગ્લાદેશમાં કોટન માર્કેટમાં જબરદસ્ત વધારો થયો છે. ભારતમાંથી સસ્તું કોટન લઈને બાંગ્લાદેશ ટેક્સટાઈલ્સ માર્કેટથી સૌથી સારી કમાણી કરી રહ્યું છે. પહેલાં ચીન સૌથી વધારે કોટનની આયાત કરતું હતું હવે બાંગ્લાદેશ પર ભારત આધાર રાખે છે. બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલ્ટાતાં આગળ ઉપર આવી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે.
ઓકટોબરથી જૂન ૨૦૨૪ દરમિયાનના ૯ મહિનાના ગાળામાં ભારતમાં નવા કોટનની બજારમાં આવકો આશરે ૩૦૬થી ૩૦૭ લાખ ગાંસડીની આવી છે. છે. નવો પાક આશરે ૩૧૭થી ૩૧૮ લાખ ગાંસડી થાય તેવો અંદાત સીઓએને છે. આગામી ૩ મહિનામાં દેશના રૂ બજારમાં નવા પાકની વધુ ૧૧થી ૧૨ લાખ ગાંસડીની આવકો આવવાની શક્યતા છે. આ વર્તમાન મોસમમાં ૯ મહિનામાં ખુલતો સ્ટોક ૨૮થી ૨૯ લાખ ગાંસડી તથા ૭થી ૮ લાખ ગાંસડીની આયાત અને ૩૦૬થી ૩૦૭ લાખ ગાંસડીની નવા પાકની આવકો ગણતા આ નવ મહિનાના ગાળામાં દેશમાં રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૩૪૨થી ૩૪૩ લાખ ગાંસડીનો નોંધાયો હતો. આમ આવકમાં વધારો થયો છે.
જો રૂની જાવકની વાત કરીએ તો સ્થાનિક વપરાશમાં ૨૪૦ લાખ ગાંસડી તથા નિકાસમાં આશરે ૨૪થી ૨૫ લાખ ગાંસડી માલનો વપરાશ થતાં તથા કોટન વેલ્યુ ચેઈનમાં આશરે ૭૭થી ૭૮ લાખ ગાંસડીનો વપરાશ થવાનો અંદાજ છે. આમ સિઝન પૂરી થતાં થતાં દેશમાં રૂનો સિલ્લક સ્ટોક આશરે ૨૦ લાખ ગાંસડીનો રહી જવાની શક્યતા છે. આમ નવી આવકમાં વધારો અને છેલ્લી સિલ્લકમાં પણ વધારો જોતાં આગામી દિવસોમાં બાંગ્લાદેશમાં સ્થિતિ ન સુધરી તો રૂના ભાવમાં ખેડૂતોને નુક્સાન જવાની સંભાવના છે.
રાજ્યના કૃષિ નિર્દેશાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે, 31 જુલાઈ સુધી, ભારતના સૌથી મોટા કપાસ ઉત્પાદક ગુજરાતના ખેડૂતોએ 26,64,565 હેક્ટર (હેક્ટર)માં કપાસની વાવણી પૂર્ણ કરી છે. જ્યારે 2015-16 પછી આ સૌથી વધુ વાવણી કરાઈ છે, જ્યારે ખેડૂતોએ 27.21 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું. આમ ખેડૂતોએ કપાસની વાવણી તો વધારી દીધી છે પણ શું ભાવ મળશે એ સૌથી મોટો સવાલ છે. બાંગ્લાદેશની સ્થિતિ ભારતને અસર કરશે એ નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે