રોકડી કરી લેવા મહેસાણાના ખેડૂતો આ ખેતી તરફ વળ્યા, ત્રણ મહિનામાં થાય છે સીધો નફો

Gujarat Farmers : મહેસાણા જિલ્લાના 400 વીઘાથી વધુ જમીનમાં ખેડૂતો શક્કરિયાની ખેતી કરી રહ્યાં છે... રવી પાક કરતા શક્કરીયાની ખેતીમાં સીધી આવક મળી રહી છે 

રોકડી કરી લેવા મહેસાણાના ખેડૂતો આ ખેતી તરફ વળ્યા, ત્રણ મહિનામાં થાય છે સીધો નફો

Mehsana News તેજસ દવે/મહેસાણા : શક્કરીયાની ખેતી કરો અને રોકડી આવક મેળવો. મહેસાણાના નંદાસણ નજીકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જાણે કે આ સૂત્ર અપનાવી લીધું છે. નંદાસણ નજીકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ 400 વીઘામાં શક્કરિયાની ખેતી કરી લાખોની આવક કરી રહ્યા છે. 
શક્કરિયાની ખેતી કરી ત્રણ મહિનામાં જ ખેડૂતો કમાણી કરતા થઈગયા છે. કડીના નંદાસણ નજીક માંથાસુર ગામના ખેડૂતો શક્કરિયાની ખેતીમાં અવ્વલ બની રહ્યાં છે. ખેડૂતો હવે ચીલાચાલુ ખેતી છોડીને શક્કરિયાની ખેતી તરફ વળ્યા છે. 

શક્કરિયાના ઉંચા ભાવ મળી રહ્યાં છે 
આમતો શક્કરિયા શિવરાત્રીમાં લોકોને આરોગવા મળતા હોય છે અને માર્કેટમાં પણ શિવરાત્રીમાં જ જોવા મળતા હોય છે. ત્યારે શક્કરિયાની શિવરાત્રીની સીઝન પહેલા આવક થાય તો ખેડૂતોને પણ સીધો ફાયદો થાય તે સીધી વાત છે. બસ આ જ દિશામાં મહેસાણા જિલ્લાના નંદાસણ આજુબાજુના ગામોના ખેડૂતોએ ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે શક્કરિયાની ખેતી બાદ આવક પણ મબલક મળતી થઈ છે. અહીના શક્કરિયા મહેસાણા માર્કેટમાં અને સીધા વેપારીઓ ખરીદી કરી અન્ય રાજ્યોમાં પણ એકસપોર્ટ કરી રહ્યા છે. સાથે જ ખેડૂતોને પણ ઊંચા ભાવ મળતા જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.

હાલ ગામના ૧૦૦ કરતા વધુ ખેડૂતો શક્કરિયાની ખેતી કરી રહ્યાં છે. ખેડૂતો હાલ વીઘે રૂપિયા 18000 ના ખર્ચ સામે રૂપિયા એક લાખ સુધીની આવક રળતા થયા છે. નંદાસણ, માથાસુર, કૈયલ, આનંદપુરા, કરજીસણ, વડુના ખેડૂતો હાલ શક્કરિયાની ખેતીમાં માહિર થઈ ગયા છે. રૂપિયા 290 થી 330 નો એક મણનો શક્કરિયાનો ભાવ મળી રહ્યો છે. 

નંદાસણ નજીકના માથાસુર, કૈયલ, આણંદપુરા, વડુ ગામના ખેડૂતોએ 400 થી વધુ વીઘામાં શક્કરીયાની ખેતી કરી છે. શક્કરીયાની ખેતી કરતા ખેડૂતો માત્ર ત્રણ મહિનામાં જ આવક રળી લે છે. આ ખેડૂતોને શક્કરિયાની ખેતીમાં એક વીઘે રૂપિયા 18000 જેટલો ખર્ચ થાય છે. જેની સામે એક વીઘે ખેડૂતો રૂપિયા એક લાખ સુધીની આવક કરી લે છે. શક્કરીયાનો પાક તૈયાર થતાં ખેડૂતો મહેસાણા રૂપિયા 290 થી 230 પ્રતિ એક મણે વેચાણ કરે છે. 

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં અને નંદાસણ વિસ્તારના ગામોમાં માથાસુર ગામના જ ખેડૂતોએ 400 વીઘામાં શક્કરીયાની ખેતી કરે છે. એટલે કે એમ કહી શકાય કે ખેડૂતોને તો રોકડિયા પાકમાં વધુ નફો દેખાતા જ શક્કરીયાની ખેતી તરફ ખેડૂતો વધુ વળ્યા છે. રૂટિન ખેતી કરી રહેલા ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ મળતા નથી અને કુદરતી આફતોને લઈ સીધું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળતા મબલખ આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news