હવામાનના અચાનક આવેલા પલટામાં આ પાક ખાસ સાચવજો ગુજરાતના ખેડૂતો, એક્સપર્ટની આ સલાહ અનુસરશો

Gujarat Farmers : હવામાન આગાહીકાર અંબાલાલની આગાહી... ઘઉંના પાકના ખેડૂતોએ ફેબ્રુઆરીમાં થઈ રહેલા વાતાવરણના પલટાની અસરથી થઈ શકે એટલું સાવચેત રહેવું... જીરાના પાકને અસર થઈ શકે વાતાવરણમાં થતો અચાનક ફેરફાર ઘઉંના પાકને નુકશાન કરી શકે ? જાણો શું કહે છે નિષ્ણાંત
 

હવામાનના અચાનક આવેલા પલટામાં આ પાક ખાસ સાચવજો ગુજરાતના ખેડૂતો, એક્સપર્ટની આ સલાહ અનુસરશો

Agriculture News અશોક બારોટ/જુનાગઢ : હાલમાં વાતાવરણમાં અનેક ફેરફાર નોંધાઈ રહ્યા છે અને ખેડૂતોએ શિયાળુ પાકનું સારું એવું વાવેતર પણ કર્યું છે. પરંતુ આ વાવેતરમાં અચાનક વધતી ગરમી અને અચાનક વધી જતી ઠંડીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે જે રીતે ઠંડી કે ગરમીમાં ફેરફાર નોંધાય તો પાકમાં નુકસાન થઈ શકે તેવી વાત પણ ખેડૂતો હાલ કરી રહ્યા છે. ત્યારે વાતાવરણમાં આ પ્રકારના ફેરફાર નોંધાય અથવા તો અચાનક ઠંડી અને ગરમી તો શરૂ થાય તો શિયાળુ પાકમાં કઈ પ્રકારે નુકસાન થઈ શકે અને તેના નિરાકરણના ભાગરૂપે ખેડૂતો કઈ દવાનો ઉપયોગ કરી શકે તે વિશે જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના ઘઉં સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધક ડૉ. આઈ.બી.કાપડિયાએ માહિતી આપી છે.

ઘંઉના પાકમાં જોવા મળશે આ અસર
આમ જોઈએ તો ઘઉં પાક છે એ ઠંડા તાપમાન માટે અનુકૂળ હોય છે પણ ઘણી વખત એવું હોય છે કે પાછળ જ્યારે જાન્યુઆરી મહિનાના અંત બાજુ જઈએ ત્યારે તાપમાન વધારો થતો હોય છે તેને લીધે ઘઉંનો પાક પરિપક્વ થઈ જતો હોય છે. બરોબર છે તો એ એક કુદરતી વાતાવરણના ફેરફારને લીધે થતો હોય છે જેની અંદર કોઈ માનવસર્જિત હોતું નથી. જેથી કરીને એની અંદર પાક પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રકારની દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી. પાક વહેલો પરિપક્વ થઈ જતો હોય છે અને જે ઠંડી વધ અને ઘટ જે છે એની લીધે પાકની પરિસ્થિતિ ઉપર એની પરિપક્વતા અથવા તો પાકવાના દિવસોની અંદર વધઘટ જોવા મળશે.

પાક સુધરી શકે છે 
વાતાવરણમાં ઠાર વધારે હોય તો ઘઉંની ક્વોલિટી સારી હોય એનું કારણ એ છે કે થોડો ઠંડીનો ભાગ હોય છે અને બીજું ઠારને લીધે એક વસ્તુ એવી પણ બને છે કે જ્યારે કોઈ પાક છે એના દાણા ખુલ્લા રહેતા હોય ઘઉંની અંદર ઘણી એવી ડુંડી હોય છે કે એમના દાણા ખુલ્લા રહેતા હોય તો એ ઠાર જમા થતો હોય છે. તો એ જો આ ઠાર સમયસર ઊડે નહીં અને જો પ્રકાશ ન પડે તો એ કાળા ટપકામાં પણ પરિવર્તન થતો હોય છે તેને લીધે ઘણી વખત ક્વોલિટી બગાડ થતો હોય છે. પણ જો ઠાર હોય અને જો સમયસર ઉડી જતો હોય અને જો સમયદાણા ઉપર ન રહેતો હોત તો એની ક્વોલિટી ઠંડીને લીધે સુધરતી પણ હોય છે.

અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે, 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં મોટો પલટો આવશે. ખેડૂતો માટે આ સમયગાળો સાવચેતી રાખવાની જરૂર છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ mm થી લઈને એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. 

અંબાલાલે કહ્યું કે, બદલાયેલા વાતાવરણને કારણે ઘઉંના પાકને બહુ અસર નહીં થાય. પરંતું જીરાના પાકને અસર થઈ શકે છે. ઘઉંના પાકને 5 ફેબ્રુઆરીની આસપાસ બદલાયેલા વાતાવરણની અસર થઈ શકે એટલે સાવચેત રહેવું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news