ગુજરાતના ખેડૂતોએ રેકોર્ડ સર્જ્યો : ચાર મહિનામાં જ અડધી સીઝનનો કપાસનો પાક બજારમાં ઉતાર્યો

Gujarat Farmers : કપાસની ખેતીમા ગુજરાતના ખેડૂતોએ ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે...  ગુજરાતમાં સીઝનના ચાર મહિના દરમિયાન 46.38 લાખ ગાંસડી કપાસનીઆવક થઈ

ગુજરાતના ખેડૂતોએ રેકોર્ડ સર્જ્યો : ચાર મહિનામાં જ અડધી સીઝનનો કપાસનો પાક બજારમાં ઉતાર્યો

Agriculture News : ગુજરાત કપાસની ખેતીમાં રાજા કહેવાય છે. દેશમાં સૌથી વધુ કપાસનુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે. ત્યારે કપાસની ખેતી કરનારા ખેડૂતોને આગામી દિવસોમાં મલબક આવક થવાની છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કપાસની આવક 37 ટકા વધારે થઈ છે. 

કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા કપાસની ચાલુ સીઝનની 2023-24 નો ઉત્પાદનનો રિપોર્ટ જાહેર કર્યો છે. જે મુજબ, ગુજરાતમાં સીઝનના ચાર મહિના દરમિયાન 46.38 લાખ ગાંસડી કપાસનીઆવક થઈ છે. એક ગાંસડી એટલે 170 કિલો થાય. જે રાજ્યના 85 લાખ ગાંસડીના ઉત્પાદનના 55 ટકા આવક છે. આ આંકડા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના છે. 

આ વર્ષે કપાસના ભાવમાં પહેલાથી જ મજબૂતી જોવા મળી છે. શરૂઆતમાં ભાવ થોડો નીચો રહ્યો હતો, પંરતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભાવ ફરી ઉંચકાયો છે. ઉપરથી સ્થાનિક મિલોની માંગ હોવાથી ભાવ ઘટ્યા નથી, ઉપરથી ઉંચકાયા છે. તેથી ખેડૂતોને નવા વર્ષે આ ખેતી ફળશે. ઼

કોટન એસોસિયેશનના અંદાજ મુજબ, ભારતમાં આ વર્ષે 294 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થશે. તેમાંથી સીઝનના પહેલા 4 મહિનામાં જ 177.15 લાખ ગાંસડી એટલે કે લગભગ 60 ટકા પાક માર્કેટમાં આવી ચૂક્યો છે. ઓલ ઈન્ડિયા લેવલે કપાસની સીઝનલ આવક ગત વર્ષ કરતા આ વર્ષે 53 ટકા વધુ છે. હજી તો અડધુ વર્ષ બાકી છે, તેથી કપાસમાં મબલક આવક થવાની શક્યતા દેખાઈ રહી છે. 

કપાસમાં ટોચના ઉત્પાદક રાજ્યો 
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાના, રાજસ્થઆન, કર્ણટકા, મધ્ય પ્રદેશ, હરિયાણા અને આંઘ્રપ્રદેશ

ભાવની વાત કરીએ તો, કપાસના ભાવ 25-50 વધીને હલકા માલના રૂપિયા 1200-1300 પ્રતિ મણ અને સારા માલના રૂપિયા 1400-1450 પ્રતિ મણ ચાલી રહ્યાં છે. તેવી જ રીતે રૂના ભાવમાં 55000-55500 અને બેસ્ટ ક્વોલિટીમાં 56000 પ્રતિ ખાંડી થયા છે. 

વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો
કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક છે અને કુલ વૈશ્વિક ઉત્પાદનમાં લગભગ 25% હિસ્સો ધરાવે છે. બીજો સૌથી મોટો ઉત્પાદક મહારાષ્ટ્ર છે, જ્યાં ખેડૂતોને 6500 રૂપિયાથી લઈને 7100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. મહારાષ્ટ્રના ખેડૂતો સારા ભાવની આશાએ કપાસનો સ્ટોક કરી રહ્યા છે. કારણ કે બે વર્ષ પહેલા તેણે તેને 12 થી 14 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચ્યો હતો. ધીમે ધીમે કપાસના ભાવમાં તેજી આવી રહી છે. 

 

વિશ્વ કપાસના ઉત્પાદનમાં લગભગ 26 ટકા હિસ્સો
કપાસની ખેતી અને કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. પરંતુ, જો પ્રતિ હેક્ટર ઉપજની વાત કરીએ તો તે આ બાબતમાં પાછળ છે. પાકિસ્તાનથી પણ આપણે પાછળ છીએ. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા દેશોને છોડી દો, આપણે વિશ્વની સરેરાશની નજીક ક્યાંય નથી. કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે ઉપજમાં 25 ટકા પણ વધારો થશે તો કપાસની બાબતમાં આખી દુનિયા પર રાજ કરીશું અને ખેડૂતોની આવક પણ વધશે. પ્રશ્ન એ છે કે વિશ્વ કપાસના ઉત્પાદનમાં લગભગ 26 ટકા હિસ્સો હોવા છતાં ભારત ઉત્પાદનમાં આટલું પાછળ કેમ છે.

સત્તાવાર ડેટા દર્શાવે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં પંજાબમાં CCI દ્વારા કપાસની ખરીદીમાં વધારો થયો છે, પરંતુ એકંદર આંકડા હજુ પણ ઘણા ઓછા છે. CCI દ્વારા દેશમાં કુલ કપાસની ખરીદીમાં પંજાબનો હિસ્સો માત્ર 5% જેટલો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડેટા દર્શાવે છે કે CCIએ વર્ષ 2021-22 દરમિયાન દેશમાં કુલ 91.90 લાખ ગાંસડી (દરેક ગાંસડી 170 કિલો જેટલી)ની ખરીદી કરી હતી, જેમાંથી 34.01 લાખ ગાંસડી કપાસની આંધ્રમાંથી ખરીદી કરવામાં આવી હતી. પંજાબના હિસ્સામાં, 2021-22માં આ આંકડો માત્ર 5.36 લાખ ગાંસડી હતો, જે 2020-21માં 3.58 લાખ ગાંસડીની સરખામણીમાં વધારો દર્શાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news