હવે ગોંડલ માર્કેટયાર્ડમાં ડિજીટલ સોદા થશે, હવે ખેડૂતોને એક ક્લિક પર મળશે માહિતી

Gondal Market Yard Become Digital : ગોંડલનું માર્કેટ યાર્ડ બન્યુ દેશનું પ્રથમ ડિજીટલ યાર્ડ બન્યું છે. યાર્ડમાં એન્ટ્રીથી લઈ હરાજી સહીતની ડિજીટલ માહિતી ખેડુતોને હવે મેસેજ દ્વારા મળશે
 

હવે ગોંડલ માર્કેટયાર્ડમાં ડિજીટલ સોદા થશે, હવે ખેડૂતોને એક ક્લિક પર મળશે માહિતી

Agriculture News : સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલનું માર્કેટ યાર્ડ હવે દેશનું પ્રથમ ડિજીટલ યાર્ડ બન્યું છે. માર્કેટ યાર્ડના ડિજીટલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગોંડલ માર્કેટયાર્ડ હવે પેપરલેસ બન્યું છે. ખેડુતલક્ષી અનેક સુવિધાઓને લઈને અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં આધુનિક શે, રોડ રસ્તા, અદ્યતન ભોજનાલય, ગેસ્ટ હાઉસ, કોર્પોરેટ ઓફીસ સંકુલ સહીત ખેડુતોને મળતી સુવિધાઓમાં હવે નવી સુવિધા ઉમેરાઈ છે. 

ગોંડલ માર્કેટ યાર્ડ પેપરલેસ બન્યું છે. આ વિશે યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે ખેડુત પોતાની જણસી લઈ માર્કેટ યાર્ડનાં ગેટમાં પ્રવેશે ત્યાંથી લઈ કયા શેડમાં તેમનો માલ ઉતારાયો છે અને હરરાજીમાં કેટલા વજન સાથે કેવો ભાવ મળ્યો છે તે તમામ માહિતી હવે ખેડૂતોને એક ક્લિકમાં મળી જશે. ખેડૂતોને યાર્ડની તમામ માહિતી મોબાઇલમાં મેસેજ દ્વારા મળી જશે.

આ સાથે જ યાર્ડમાં કાગળની પાવતીઓની પ્રથા બંધ પણ બંધ કરાઈ છે. જેથી મહીને 20 થી 25 લાખની કિંમતનાં પેપરનાં ખર્ચનો બચાવ થશે. યાર્ડની તમામ વ્યવસ્થા વ્યવહાર હવે ડિજીટલ બનાવવામાં આવી છે. માર્કેટ યાર્ડ ભવન ખાતે ચેરમેન અલ્પેશ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનોની હાજરીમાં ડિજીટલ એપને કાર્યરત કરવામાં આવી હતી. સતત પ્રગતિશીલ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડે પ્રગતિનું વધુ એક સોપાન સર કર્યુ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news