Farming Idea: વિદેશની નોકરી છોડી વતનમાં શરુ કરી ડ્રેગન ફ્રુટની ખેતી, હવે ખેતીથી વર્ષે કરે છે કરોડોની કમાણી
Dragon Fruit Farming: કુલદિપ સિંહને વિદેશમાં સારી નોકરી હતી અને તે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતો હતો. પરંતુ વિદેશની નોકરી છોડી કુલદીપ સિંહે હરિયાણામાં તેના ગામમાં દોઢ એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કર કરવાની શરુઆત કરી અને આજે તે ખેતી વડે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
Trending Photos
Dragon Fruit Farming: એક સમય હતો જ્યારે યુવાનો ખેતીથી દુર ભાગતા અને શહેરમાં જઈ નોકરી કરવાનું સપનું જોતા હતા. પરંતુ હવે યુવાનો આધુનિક પદ્ધતિ અને નવી ટેકનોલોજીના આધારે ખેતી કરવા તરફ આગળ વધી રહ્યા છે. ખેતી કરવા માટે યુવાનો લાખો રુપિયાની નોકરી પણ છોડી દેતા હોય છે. આ વાતનું ઉદાહરણ છે હરિયાણાના એક ગામનો વતની કુલદીપ સિંહ.
કુલદિપ સિંહને વિદેશમાં સારી નોકરી હતી અને તે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતો હતો. પરંતુ વિદેશની નોકરી છોડી કુલદીપ સિંહે હરિયાણામાં તેના ગામમાં દોઢ એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કર કરવાની શરુઆત કરી અને આજે તે ખેતી વડે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
આ પણ વાંચો:
ખેતીમાં તેના પ્રયોગ અને જ્ઞાનને લઈને કુલદીપ સિંહ જણાવે છે કે માર્કેટમાં તમારી પ્રોડક્ટ ખરીદનાર વેપારી તમારી પ્રોડક્ટની સાઈઝ, તેની શેલ્ફ લાઇફ, તેની મીઠાશ અને રંગને પણ જુએ છે. આજે પણ દેશમાં 90 ટકા ડ્રેગન ફ્રૂટ વિયેતનામ જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે, તેથી તેની કિંમત ઘણી મોંઘી છે.
કુલદીપ સિંહે કહ્યું કે ડ્રેગન ફ્રુટ પોષક તત્વોથી ભરપુર ફળ હોય છે. જો તેને દેશમાં જ ઉગાડવામાં આવે તો તેનાથી ખેડૂતોને વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી થઈ શકે છે. કુલદીપ સિંહના મતે, ડ્રેગન ફ્રૂટની સૌથી સારી વાત એ છે કે તેની શેલ્ફ લાઈફ ઘણી લાંબી છે. ડ્રેગન ફ્રૂટની ખેતીની ખાસ વાત એ છે કે તેનો છોડ કોઈ પણ જાતની વધુ પડતી કાળજી લીધા વિના લાંબા સમય સુધી ટકી રહે છે.
કુલદીપ સિંહ હરિયાણાના કરનાલના ઘરૌંડામાં રાણા ડ્રેગન ફ્રૂટ ફાર્મ દ્વારા છેલ્લા 4 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. તેણે અડધા એકરમાંથી ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી હતી. આજે તેઓ 2.5 એકરથી વધુ જમીનમાં ડ્રેગન ફ્રુટ્સનું વાવેતર કર્યું છે.
આ પણ વાંચો:
આજે કુલદીપ સિંહ પાસે ડ્રેગન ફ્રૂટની 60 થી વધુ જાતો છે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં 4500ના માસિક વેતન પર હાઇડ્રોકાર્બન એન્જિનિયર તરીકે કામ કરતા કુલદીપ સિંહે ખેતી કરવા માટે નોકરી છોડી દીધી હતી. ડ્રેગન ફ્રુટને સુપરફૂડ માનવામાં આવે છે અને ભારતમાં સતત વધતી માંગને કારણે તેની ખેતી ખૂબ ફાયદાકારક છે. હાલમાં દેશમાં ડ્રેગન ફ્રુટ ખૂબ મોંઘા વેચાય છે. કુલદીપ સિંહ લગભગ અઢી એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને વાર્ષિક કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
કુલદીપ સિંહે જણાવ્યું કે ડ્રેગન ફ્રુટનું વાવેતર ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે, વર્ષે જૂન-જુલાઈમાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન શરૂ થાય છે. કુલદીપ સિંહ ગાયના છાણના ખાતર સાથે ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે. જેમાં એક વર્ષમાં 1.25 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે જ્યારે ચોથા વર્ષે વાર્ષિક આવક 10 લાખ રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે