World Population: દુનિયાની વસ્તી 800 કરોડને પાર, 2023 સુધી ચીનને પાછળ છોડી દેશે ભારત
World Population: સંયુક્ત રાષ્ટ્ર તરફથી જારી આ વાર્ષિક જનસંખ્યા સંભાવના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક જનસંખ્યા 1950 બાદ પોતાના સૌથી ધીમા દરે વધી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ UN Report On World Population: વિશ્વની જનસંખ્યા મંગળવાર (15 નવેમ્બરે) પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. દુનિયાની જનસંખ્યા આઠ અબજને પાર થઈ ગઈ છે. 2023 સુધી પૃથ્વી પર જનસંખ્યાનો આ આંકડો વધીને 850 કરોડ, 2050 સુધી 970 કરોડ અને 2100 સુધી 1040 કરોડ થવાનું અનુમાન છે. યુએનના રિપોર્ટમાં માનવની એવરેજ ઉંમરને લઈને દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાનમાં તે 72.8 વર્ષ થઈ ચુકી છે, જે 1990ના મુકાબલે 2019 સુધી નવ વર્ષ વધી છે.
તો રિપોર્ટમાં 2050 સુધી એક મનુષ્યની એવરેજ ઉંમર 77.2 વર્ષ સુધી પહોંચવાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ પુરૂષોના મુકાબલે એવરેજ 5.4 વર્ષ વધુ જીવે છે. મહિલાઓની એવરેજ ઉંમર 73.4 વર્ષ અને પુરૂષોની એવરેજ ઉંમર 68.4 વર્ષ આંકવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્ર તરફથી જારી આ વાર્ષિક વિશ્વ જનસંખ્યા સંભાવના રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક જનસંખ્યા 1950 બાદ પોતાના સૌથી ધીમા દરે વધી રહી છે, જે 2020માં એક ટકાના દરથી પણ ઓછી થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક જનસંખ્યાને 7થી 8 અબજ સુધી પહોંચવામાં 12 વર્ષ લાગ્યા છે, જ્યારે 2037 સુધી તે 9 અબજ સુધી પહોંચી જશે.
2023 સુધી ચીનથી આગળ નિકળશે ભારત
જનસંખ્યા વૃદ્ધિ પ્રમાણે ભારત ચીનને આ વર્ષે પછાડીને દુનિયામાં સૌથી વધુ જનસંખ્યાવાળો દેશ બની જશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત ચીનને પછાડી વર્ષ 2023 સુધી સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ બની જશે. તો રિપોર્ટમાં વિશ્વની વસ્તી 2080ની આસપાસ 1040 કરોડ સુધી પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
આ દેશોમાં હશે દુનિયાની અડધી વસ્તી
વાર્ષિક જનસંખ્યા સંભાવના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી 27 વર્ષોમાં દુનિયાની અડધી વસ્તી 8 દેશોમાં રહેતી હશે. તેનો મતલબ છે કે આ આઠ દેશોમાં જનસંખ્યા દુનિયાના બીજા દેશોના મુકાબલે સૌથી વધુ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધી ભારત, પાકિસ્તાન, કોન્ગો, મિસ્ત્ર, ઇથિયોપિયા, નાઇજીરિયા, ફિલીપીન્સ અને તાન્ઝાનિયામાં દુનિયાની 50 ટકા વસ્તી રહેતી હશે. તેનો મતલબ છે કે આ આઠ દેશોમાં આગામી કેટલાક વર્ષોમાં જનસંખ્યાનું ઘનત્વ સૌથી વધુ રહેવાનું છે.
સૌથી વધુ પાકિસ્તાની નાગરિકોએ છોડ્યો દેશ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2010થી 2021 વચ્ચે દુનિયામાં સૌથી વધુ પાકિસ્તાનના નાગરિકોએ દેશ છોડીને બીજા દેશોમાં પોતાનું ઠેકાણું બનાવ્યું છે. રિપોર્ટ પ્રમાણે 2010થી 2021 વચ્ચે આશરે 1.65 કરોડ પાકિસ્તાનીઓએ પોતાનો દેશ છોડી બીજા દેશની નાગરિકતા લીધી છે. આ લિસ્ટમાં ભારત બીજા સ્થાને છે, જ્યાં 35 લાખ લોકો દેશ છોડીને બીજા દેશમાં વસી ગયા છે. ત્યારબાદ બાંગ્લાદેશમાંથી 29 લાખ, નેપાળથી 16 લાખ અને શ્રીલંકાથી 10 લાખ નાગરિકોએ દેશ છોડીને બીજા દેશની નાગરિકતા મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે