Alum Water: ફટકડીના પાણીથી કોગળા કરવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો ઉપયોગ કરવાની રીત
Alum Water Benefits:ફટકડી બહુ ઉપયોગી વસ્તુ છે. ફટકડીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. ફટકડીના પાણીથી જો તમે રોજ કોગળા કરો છો તો ઓરલ પ્રોબ્લેમ દુર થઈ શકે છે. ફટકડીના પાણીથી કોગળા કરવાથી કેટલીક ગંભીર સમસ્યાને પણ દુર કરવામાં મદદ મળે છે.
પેઢામાંથી લોહી નીકળવું
જો પેઢામાંથી લોહી નીકળતું હોય તો ફટકડીના પાણીનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી પેઢા પરનો સોજો દુર થાય છે અને કીટાણુથી પણ રાહત મળે છે.
પાયરિયા
નિયમિત રીતે ફટકડીના પાણીથી કોગળા કરવામાં આવે તો પાયરિયાની સમસ્યાને દુર કરી શકાય છે. ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયાને નષ્ટ કરે છે.
મોંમાંથી દુર્ગંધ આવવી
નિયમિત રીતે બ્રશ કરવા છતા મોંમાંથી વાસ આવતી હોય તો ફટકડીનું પાણી અસરકારક સાબિત થઈ શકે છે. તેનાથી મોઢામાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે.
દાંતની સેન્સિટીવીટી
નિયમિત રીતે ફટકડીનું પાણી કોગળામાં વાપરશો તો દાંતમાં થતી ઝણઝણાટીથી છુટકારો મળી શકે છે.
કેવેટી
ફટકડીના પાણીથી કોગળા કરવાથી કેવેટીની સમસ્યા દુર થઈ શકે છે. જંકફુડનું સેવન કરવાથી દાંત ઝડપથી સડવા લાગે છે. આ સમસ્યામાં ફટકડીનું પાણી ફાયદો કરી શકે છે.
ફટકડીનું પાણી
ફટકડીનું પાણી બનાવવા માટે 1 ગ્લાસ હુંફાળા પાણીમાં ફટકડીનો નાનો ટુકડો રાખી દો. ફટકડી ઓગળી જાય પછી 2 મિનિટ સુધી આ પાણીથી કોગળા કરો.
Trending Photos