નસીબ હોય તો આવા! એક જ રાતમાં કરોડપતિ, 327 કરોડ રૂપિયાનો આ મહિલાને ખજાનો મળ્યો

એક મહિલાનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું. તે 300 કરોડથી વધુની માલિક બની ગઈ છે. એક જ રાતમાં તે કરોડપતિ બની જતાં તેની ખુશીનો પાર ન રહ્યો. તેણે કહ્યું કે હું વિશ્વાસ નથી કરી શકતી કે આ બધું મારી સાથે થઈ રહ્યું છે. મહિલા હવે નોકરીમાંથી રાજીનામું આપવાની તૈયારી કરી રહી છે અને વૈભવી જીવન જીવવાની યોજના બનાવી રહી છે.

નસીબ હોય તો આવા! એક જ રાતમાં કરોડપતિ, 327 કરોડ રૂપિયાનો આ મહિલાને ખજાનો મળ્યો

નવી દિલ્હીઃ 'મને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે, પરંતુ મેં ખરેખર 300 કરોડ જીત્યા' છે. એક મહિલા રાતોરાત 300 કરોડ રૂપિયાથી વધુની માલિક બની ગઈ. તેણે કહ્યું- હું વિશ્વાસ નથી કરી શકતી કે આ બધું મારી સાથે થઈ રહ્યું છે. મહિલાએ હવે નોકરીમાંથી રાજીનામું આપવાની તૈયારી કરી લીધી છે. મહિલાએ કહ્યું કે હવે ન તો તેણે રજા માંગવી પડશે અને ન તો કોઈ આર્થિક તંગી રહેશે.

એક મહિલાનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું. તે 300 કરોડથી વધુની માલિક બની ગઈ છે. એક જ રાતમાં તે કરોડપતિ બની જતાં તેની ખુશીનો પાર ન રહ્યો. તેણે કહ્યું કે હું વિશ્વાસ નથી કરી શકતી કે આ બધું મારી સાથે થઈ રહ્યું છે. મહિલા હવે નોકરીમાંથી રાજીનામું આપવાની તૈયારી કરી રહી છે અને વૈભવી જીવન જીવવાની યોજના બનાવી રહી છે.

ડેઈલી મેઈલના જણાવ્યા અનુસાર મહિલા ઓસ્ટ્રેલિયાના ઈચુકાની રહેવાસી છે. તેને પાવરબોલ લોટરીમાં $40 મિલિયન (રૂ. 327 કરોડથી વધુ)નું ઇનામ મળ્યું છે. તેણે ઓનલાઈન લોટરીની ટિકિટ ખરીદી હતી જેમાં તેને મોટું ઈનામ મળ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે આ વર્ષની અત્યાર સુધીની આ સૌથી મોટી લોટરી છે. જોકે, મહિલાએ કહ્યું કે શરૂઆતમાં તેને લાગ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ લોટરી વિજેતા વર્કિંગ વુમનની એક તસવીર સામે આવી છે, જેમાં તે ખુશ દેખાઈ રહી છે. મીડિયા સાથે વાત કરતાં તેણે સ્વીકાર્યું કે તે સંપૂર્ણપણે ચોંકી ગઈ હતી.

આખી રાત સૂઈ ન શકી-
મહિલાએ જણાવ્યું કે જ્યારે સમાચાર મળ્યા ત્યારે તે ઓફિસમાં હતી. ઘરે આવ્યા પછી તે અને તેના પતિ આખી રાત ઊંઘી શક્યા નહીં. રૂમમાં ચાલતા રહ્યાં  તેમણે કહ્યું કે જ્યારે બેંક ખાતામાં પૈસા નહીં આવે ત્યાં સુધી વિશ્વાસ નહીં આવે. એકવાર પૈસા મળી ગયા પછી ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તમારે નોકરી પણ કરવી પડશે નહીં. હાલમાં, તે હવે નોકરી છોડીને પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનું વિચારી રહી છે. મહિલાએ કહ્યું કે હવે ન તો તેણે રજા માંગવી પડશે અને ન તો કોઈ આર્થિક તંગી હશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news