યૂક્રેન જો નાટોમાં સામેલ હોત તો શું મદદ મળત? જાણો નાટો શું છે? અને નાટો ચાર્ટરના તમામ નિયમો વિશે પણ જાણો

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યૂક્રેને નાટોની મદદ માગી હતી. પરંતુ સંગઠને ઈનકાર કરી દીધો. નાટોનું કહેવું હતું કે તે ગઠબંધનનો સભ્ય નથી. હવે સવાલ એ છે કે જો યૂક્રેન નાટોનો સભ્ય દેશ બની જાત તો રશિયાના હુમલાની સ્થિતિમાં શું તેને મદદ મળી શકી હોત?

યૂક્રેન જો નાટોમાં સામેલ હોત તો શું મદદ મળત? જાણો નાટો શું છે? અને નાટો ચાર્ટરના તમામ નિયમો વિશે પણ જાણો

જયેશ જોશી, અમદાવાદ: રશિયા અને યૂક્રેન વિવાદમાં જે સંગઠનની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે તે સંગઠન છે નાટો. તેની ભૂમિકાની ચર્ચા થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે નાટો પોતાના કર્તવ્યોથી ભાગી રહ્યું છે, મોટાભાગના યૂરોપિયન માને છે કે નાટોએ રશિયાને યૂક્રેન પર આક્રમણ કરતાં રોકવા માટે પૂરતા પગલાં લીધા નહીં. યૂરોપિયન લોકો માને છે કે એ નક્કી નથી કે યૂક્રેન નાટોની સભ્યતા અપનાવશે. પરંતુ શું તમે જાણો છો કે આ નાટો શું છે અને તે કેવી રીતે કામ કરે છે. આવો જાણીએ એકદમ સરળ શબ્દોમાં નાટો અને તેની કાર્યપદ્ધતિ.

શું છે નાટો:
ધ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે નાટો. આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે 1949માં 28 યૂરોપીય દેશો અને 2 ઉત્તરી અમેરિકાના દેશોની વચ્ચે બનાવવામાં આવ્યું છે. નાટોનો ઉદ્દેશ્ય રાજકીય અને સૈન્ય સાધનોના માધ્યમથી પોતાના સભ્ય દેશોને સ્વતંત્રતા અને સુરક્ષાની ગેરંટી આપવાનો છે. સાથે જ રક્ષા અને સુરક્ષા સંબંધી મુદ્દા પર  સહયોગના માધ્યમથી દેશોની વચ્ચે સંઘર્ષને રોકવાનો છે. તેને બીજા વિશ્વ યુદ્ધ પછી બનાવવામાં આવ્યું હતું. નાટોનું હેડક્વાર્ટર બ્રસેલ્સ, બેલ્જિયમમાં આવેલું છે.

શું છે નાટોનું કાર્યક્ષેત્ર:
નાટો કહે છે કે નાટોના કોઈ એક દેશ પર આક્રમણ આખા સંગઠન પર આક્રમણ હશે. એટલે કોઈ એક દેશ પર આક્રમણનો જવાબ નાટોના બધા દેશ આપશે. નાટોની પોતાની કોઈ સેના કે અન્ય કોઈ રક્ષા સૂત્ર નથી. પરંતુ નાટોના બધા સભ્ય દેશ મ્યુચલ અંડરસ્ટેન્ડિંગના આધાર પર પોતાની સેનાઓની સાથે યોગદાન આપે. આ ધ્યાન રાખવાલાયક વસ્તુ છે કે માત્ર નાટોના સભ્ય દેશ જ તેના સંરક્ષણનો લાભ લઈ શકે છે. અન્ય દેશ જે નાટોના સભ્ય નથી તેમના પ્રત્યે નાટોની કોઈ જવાબદારી નહીં હોય. તેની સાથે જ અન્ય વિશેષ વાત એ છે કે નાટો પોતાના સભ્ય દેશો પર કોઈપણ બહારના આક્રમણ પ્રત્યે જવાબદાર છે. પરંતુ જો કોઈ સભ્ય દેશમાં સિવિલ કે કોઈ અન્ય વોર થાય છે તો નાટોની તેમાં શૂન્ય ભાગીદારી હશે.

નાટોમાં કેવી રીતે થાય છે ફંડિગ:
નાટોનું ફંડિંગ તેના સભ્ય દેશો દ્વારા જ થાય છે. અને વાત નાટોની ફંડિગની છે તો અમેરિકાને તેનું બેકબોન કહેવામાં આવે છે. કેમ કે તેના બજેટનો 3/4 ભાગ અમેરિકા આપે છે. 20202માં નાટોના બધા સભ્ય દેશોનો સંયુક્ત સૈન્ય ખર્ચ દુનિયાના કુલ ખર્ચનો 57 ટકા હતો. સભ્યોએ સહમતિ વ્યક્ત કરી છેકે તેમનું લક્ષ્ય 2024 સુધી પોતાના સકલ ઘરેલુ ઉત્પાદાન ઓછામાં ઓછું 2 ટકાના લક્ષ્ય રક્ષા ખર્ચ સુધી પહોંચાડવાનું છે.

નાટોના સભ્ય દેશોની યાદી:
1949માં નાટોના મૂળ સભ્ય બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાંસ,આઈસલેન્ડ, ઈટલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ., નોર્વે, પોર્ટુગલ, યૂનાઈટેડ કિંગ્ડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકા હતું. પરંતુ હવે સભ્ય દેશોની સંખ્યા 30 થઈ ગઈ છે.

1. અલ્બાનિયા

2. બેલ્જિયમ

3. બુલ્ગારિયા

4. કેનેડા

5. ક્રોએશિયા

6. ચેક પ્રતિનિધિ

7. ડેનમાર્ક

8. એસ્ટોનિયા

9. ફ્રાંસ

10. જર્મની

11. યૂનાના

12. હંગેરી

13 આઈસલેન્ડ

14. ઈટલી

15. લેટેવિયા

16. લિથુઆનિયા

17. લક્ઝમબર્ગ

18. મોન્ટેનેગ્રો

19. નેધરલેન્ડ

20. ઉત્તર મેસેડોનિયા

21. નોર્વે

22. પોલેન્ડ

23. પોર્ટુગલ

24. રોમાનિયા

25. સ્લોવેકિયા

26. સ્પેન

27. સ્લોવેનિયા

28. તુર્કી

29. યૂનાઈટેડ કિંગ્ડમ

30. સંયુક્ત રાજ્ય અમેરિકા

નાટોમાં સામેલ હોત તો યૂક્રેનને મદદ મળત:
યૂક્રેને શરૂઆતમાં નાટો પાસેથી મદદ માગી હતી. પરંતુ સંગઠને તેનો ઈનકાર કરી દીધો. નાટોનું કહેવું હતું કે તે ગઠબંધનનો સભ્ય નથી. હવે સવાલ એ છે કે જો યૂક્રેન નાટોનો સભ્ય દેશ બની જાત તો રશિયાના હુમલાની સ્થિતિમાં શું તેને મદદ મળી શકી હોત? જોકે એવું નથી. કેમ કે નાટોમાં સામેલ કોઈપણ દેશને નાટો ચાર્ટરના નિયમો પ્રમાણે થાય છે. તેને તુર્કીના મામલાથી સમજી શકાય છે. 2 વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2020માં સિરીયાના જવાનોએ ઈદલિબ પ્રાંતમાં તુર્કીના 34 સૈનિકોની હત્યા કરી દીધી. આ મામલામાં તુર્કીએ નાટોની મદ માગી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. જ્યારે તુર્કી 1952થી નાટોનો સભ્ય દેશ છે.

શું છે નાટો ચાર્ટરના નિયમ:
ઉલ્લેખનીય છે કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ખતમ થઈ રહ્યું હતું  અને અમેરિકા-સોવિયેત સંઘની વચ્ચે શીત યુદ્ધની શરૂઆત થઈ રહ્યું હતું. ત્યારે 1949માં નાટોની રચના થઈ હતી. શરૂઆતમાં આ સંગઠનમાં 12 દેશ સભ્ય હતા. જેમની સંખ્યા હવે 30 થઈ ગઈ છે. તેમાંથી અનેક દેશ 1991માં સોવિયત સંઘનું વિઘટન થયા પછી નાટોમાં સામેલ થયા. નાટોના ચાર્ટરમાં કુલ 14 આર્ટિકલ છે. જેમાં અનુચ્છેદ પાંચ સૌથી મહત્વના છે. જોકે આ નિયમ અંતર્ગત નાટો ગેરંટી આપે છેકે જો તેના કોઈ સભ્ય પર હુમલો થાય છે. તો તે પોતાના સામૂહિક સૈન્ય પ્રતિક્રિયા તંત્રને સક્રિય કરી દેશે.

માત્ર એક જ વાર આ નિયમ કામમાં આવ્યો:
દિલચશ્પ વાત એ છે કે  નાટોના ઈતિહાસના 71 વર્ષમાં અનુચ્છેદ પાંચનો ઉપયોગ માત્ર એક જ વાર કરવામાં આવ્યો. જ્યારે અમેરિકામાં 9/11ના આતંકી હુમલા થયા હતા. અનુચ્છેદ પાંચ અંતર્ગત સામૂહિક કાર્યવાહી માટે ગઠબંધનના બધા સભ્યોની સહમતિ હોવી જરૂરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news