ઘરમાં બોમ્બ બનાવવાનું કામ ચાલતું હતું, અચાનક એક પછી એક થયા ધડાકા અને 8 લોકોના જીવ ગયા

બિહારના ભાગલપુરમાં ગુરુવારે મોડી રાતે બોમ્બ ધડાકા થયા જેમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં એક બાળક પણ સામેલ છે.

ઘરમાં બોમ્બ બનાવવાનું કામ ચાલતું હતું, અચાનક એક પછી એક થયા ધડાકા અને 8 લોકોના જીવ ગયા

ભાગલપુર: બિહારના ભાગલપુરમાં ગુરુવારે મોડી રાતે બોમ્બ ધડાકા થયા જેમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં એક બાળક પણ સામેલ છે. વિસ્ફોટ ભાગપુરના તાતારપુર પોલીસ મથકના કાઝવલીચકના એક ઘરમાં થયો ત્યારબાદ સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો. ધડાકાની સૂચના મળતા જ પોલીસની ટીમ અફરાતફરીમાં ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. 

ધડાકા બાદ અનેક ઘરોને નુકસાન
ધડાકો એટલો જોરદાર હતો કે બિલ્ડિંગ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયું અને જમીનદોસ્ત થયું. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો ધડાકા ખુબ ભીષણ હતા જેણે ત્રણ મકાન જમીનદોસ્ત કર્યા. આસપાસના અનેક મકાનોની દીવાલોને પણ નુકસાન પહોંચ્યું છે. ધ્વસ્ત થયેલા મકાનનો કાટમાળ ઘટનાસ્થળેથી લગભગ 200થી 300 મીટર સુધી વેરાયેલો જોવા મળ્યો. બાજુમાં સૂઈ રહેલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. 

4 કિલોમીટર સુધી સંભળાયો અવાજ
ધડાકાથી લગભગ બે કિલોમીટર સુધીનો વિસ્તાર હચમચી ગયો. ધડાકાનો અવાજ 4 કિમી સુધીના વિસ્તારમાં સંભળાયો. ઘટના બાદ સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરીને કાટમાળમાંથી અનેક લોકોને બચાવ્યા. પોલીસે અનેક કલાકોની મહેનત બાદ જેસીબીની મદદથી કાટમાળ હટાવડાવ્યો. 

ઘરમાં ચાલી રહ્યું હતું બોમ્બ બનાવવાનું કામ
ભાગલપુરના ડીએમ સુબ્રતકુમાર સેનનું કહેવું છે કે જે બિલ્ડિંગમાં ધડાકો થયો ત્યાં ફટાકડાનું કામ ચાલતું હતું. આ તપાસનો વિષય છે કે ધડાકાનું અસલ કારણ શું હતું. પાડોશીઓ અને કેટલાક અન્ય પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ફટાકડાનો સામાન બનાવવાની આડમાં તે ઘરમાં બોમ્બ બનતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news