સેટેલાઈટ, જીપીએસ, મોબાઈલ નેટવર્ક પર જોખમ, શું આજે પૃથ્વી પર ત્રાટકશે સૂર્યતોફાન?
આ ખતરનાક સૂર્યતોફાનના કારણે સેટેલાઇટ સિગ્નલ પર ગંભીર અસર થશે. અવ એટલું જ નહીં, જીપીએસ અને મોબાઈલ નેટવર્ક વ્યાપક રીતે પૃથ્વીના ઘણાં હિસ્સામાં પ્રભાવિત થશે. પૃથ્વી, ચંદ્ર અને મંગળ પર એક સાથે અસર કરે તેવું પહેલું શક્તિશાળી સૂર્યતોફાનઃ અંતરીક્ષ રેડિએશનનો ખતરો...
Trending Photos
વોશિંગ્ટન: સૂર્યના ઉત્તરના ભાગમાં સનસ્પોટમાં વિસ્ફોટ થતાં એક અગનગોળો અલગ પડ્યો હતો. તે હવે પૃથ્વી પર ત્રાટકે એવી દહેશત છે. પૃથ્વી ઉપરાંત ચંદ્ર અને મંગળને એક સાથે હડફેટમાં લેશે એવી પણ શક્યતા છે. આટલું શક્તિશાળી સૂર્ય તોફાન 21 સદીમાં પહેલી વખત ત્રાટકી રહ્યું હોવાથી ચેતવણી આપવામાં આવી છે.
અમેરિકાની નેશનલ ઓશેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન એજન્સીએ ચેતવણી આપી છેકે, સૂર્યતોફાન ચોથી અને પાંચમી ઓગસ્ટના રોજ પૃથ્વી પર ત્રાટકી શકે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સાથે આ સૌરતોફાન ટકરાય તેવી પૂરી શક્યતા છે.
આ ખતરનાક સૂર્યતોફાનના કારણે સેટેલાઇટ સિગ્નલ પર ગંભીર અસર થશે. અવ એટલું જ નહીં, જીપીએસ અને મોબાઈલ નેટવર્ક વ્યાપક રીતે પૃથ્વીના ઘણાં હિસ્સામાં પ્રભાવિત થશે.
સૂર્યના ઉત્તરી હિસ્સામાં મોટી ઉથલપાથલ થઈ હોવાથી એક ક્લાઉડ અલગ પડીને સૂર્યમાળામાં વિખેરાયું હતું. એને સૂર્યનું તોફાન કહેવામાં આવે છે. સામાન્ય રીતે એ લાંબું અંતર કાપીને પૃથ્વી સુધી પહોંચતા પહોંચતા નાશ પામે છે.
પરંતુ આ એટલું શક્તિશાળી તોફાન છે કે પહેલી વખત ચંદ્ર, મંગળ અને પૃથ્વીને એક સાથે હડફેટે લેશે. આ જ તોફાનમાંથી અલગ પડેલા એક ક્લાઉડનો અગાઉ ૧લી ઓગસ્ટે પૃથ્વી સાથે ટકરાવ થવાનો હતો. એ ટળી ગયો હતો, પરંતુ હવે ફરીથી સૂર્યતોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે.
વૈજ્ઞાનિકો તીવ્રતા પ્રમાણે જી-૧થી જી-૫ એમ અલગ અલગ શ્રેણીમાં સૂર્યતોફાનને વર્ગીકૃત કરે છે. જી-૧ ઓછું ખતરનાક હોય, જ્યારે જી-5 વધુ ખતરનાક ગણાય. આ સૂર્યતોફાનને જી-૧ની શ્રેણીમાં મૂકાયું છે. છતાં એની તીવ્રતા જોઈને ચેતવણી આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે