મોંઘું થયું UKનું સપનું! આજથી બ્રિટનના વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે જુલાઈમાં વિઝા ફી વધારવાની જાહેરાત કરી હતી. જેનું આજથી અમલીકરણ થઈ રહ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓને આનાથી સૌથી વધારે અસર થશે.
Trending Photos
લંડનઃ શું તમે પણ યુ.કે. જવાનું સપનું જોઈ રહ્યાં છો? અલબત્ત યુ.કે. એટલેકે યુનાઈટેડ કિંગડમ, બ્રિટન, ઈંગ્લેન્ડ અને ત્યાંનું વર્લ્ડ ફેમસ શહેર લંડન. શું તમે પણ યુ.કે.ની ઉડાન ભરવાનો વિચાર કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. કારણકે, યુ.કે.નું ભાડું અને તેના વિઝામાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. તમે પ્રવાસી એટલેકે, વિઝિટર હોવ કે પછી વિદ્યાર્થી કોઈ ફેર પડતો નથી, બન્ને એ યુ.કે.માં રહેવા અને ફરવા માટે વધારે રૂપિયા ચુકવવા પડશે.
બ્રિટનની સરકાર દ્વારા જાહેર પ્રસ્તાવિત વિઝા ફી વૃદ્ધિ બુધવારથી અમલમાં આવી જશે . આ સાથે જ આવતીકાલથી ભારતીયો સહિત સમગ્ર વિશ્વના યાત્રીઓ માટે છ મહિનાથી ઓછા સમયની યાત્રા માટેની વિઝા ફીમાં ૧૫ પાઉન્ડ અને સ્ટુન્ડ વિઝાની ફીમાં ૧૨૭ પાઉન્ડનો વધારો અમલમાં આવી જશે. ઉલ્લેખનીય છેકે, બ્રિટનની સરકાર દ્વારા છ મહિનાથી ઓછી યાત્રા માટેની વિઝા ફીમાં ૧૫ પાઉન્ડ અને સ્ટુન્ડ વિઝા ફીમાં ૧૨૭ પાઉન્ડનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
ગયા મહિને સંસદમાં પ્રસ્તાવિત મહિનાથી ઓછા સમય માટેની યાત્રાની કાયદો રજૂ કરવામાં આવ્યા પછી બ્રિટનના વિઝા ફી વધીને ૧૧૫ પાઉન્ડ થઇ જશે ગૃહ મંત્રાલયની ઓફિસે જણાવ્યું છે કે છ મહિનાથી ઓછા સમયની યાત્રાની વિઝા ફી વધીને 115 પાઉન્ડ થઈ જશે, જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવાની ફી વધીને 490 પાઉન્ડ થઈ જશે.
ગૃહ મંત્રાલયની ઓફિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિઝા ફી વધારવાનો નિર્ણય યોગ્ય છે. આ રકમથી મહત્ત્વપૂર્ણ જાહેર સેવાઓ માટે વધુ ફંડ ફાળવી શકાય. ઉલ્લેખનીય છે કે જુલાઇમાં બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનકે જણાવ્યું હતું કે વિઝા અરજકર્તાઓ દ્વારા બ્રિટનની સરકાર દ્વારા અનુદાનિત નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) માટે ચુકવવાની થતી ફી અને હેલ્થ સરચાર્જમાં દેશની જાહેર ક્ષેત્રની વેતન વૃદ્ધિને પૂર્ણ કરવા માટે નોંધપાત્ર વૃદ્ધિ થવાની છે. તેમણે જણાવ્યું હતું કે અમે આ દેશમાં આવનારા પ્રવાસીઓ માટેના વિઝા ફીમાં વધારો કરવા જઇ રહ્યાં છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે