આપણાં ત્યાં 'ચુમ્મા-ચુમ્મી' ચાલી જાય છે, બાકી આ હાઈફાઈ દેશોમાં Kiss કરો તો થાય છે કકળાટ!

જો આમ કરતા પકડાય તો જેલની સજા અથવા તો મારપીટ થઈ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી ઘણા દેશો સેક્સ ટુરિઝમ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીં જાહેરમાં સ્નેહનું પ્રદર્શન કરવું ગુનો માનવામાં આવે છે.

આપણાં ત્યાં 'ચુમ્મા-ચુમ્મી' ચાલી જાય છે, બાકી આ હાઈફાઈ દેશોમાં Kiss કરો તો થાય છે કકળાટ!

નવી દિલ્હીઃ ઘણીવાર લોકો તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે તેમના પાર્ટનરને ગળે લગાવે છે અથવા ચુંબન કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં જાહેરમાં કિસ કરવું અપરાધની શ્રેણીમાં આવે છે. જો આમ કરતા પકડાય તો જેલની સજા અથવા તો મારપીટ થઈ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી ઘણા દેશો સેક્સ ટુરિઝમ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીં જાહેરમાં સ્નેહનું પ્રદર્શન કરવું ગુનો માનવામાં આવે છે. આજે અમે તમને આ દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1- ચીન:
ચાઇનીઝ રિવાજ મુજબ, જાહેરમાં સ્નેહનું પ્રદર્શન પ્રતિબંધિત છે. તેને આજે પણ અહીં વર્જિત માનવામાં આવે છે.

2- વિયતનામ:
વિયેતનામી સંસ્કૃતિમાં ફેરફાર હોવા છતાં, અહીં જાહેરમાં સ્નેહનું પ્રદર્શનને ગુનો માનવમાં આવે છે. ખાસ કરીને જો તમે શહેરની બહાર અથવા શહેરમાં છો, તો તમારા રોમેન્ટિક વર્તન પર નિયંત્રણ રાખો.

3- દુબઈ UAE:
અહીં જાહેરમાં કિસ કરવાની અને હાથ પકડવાની મનાય છે.. આમ કરવાથી તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જાહેરમાં ચુંબન કરતા પકડાવાથી જેલની સજા થઈ શકે છે.

4- ઈંડોનેશિયા:
ઈન્ડોનેશિયામાં જાહેરમાં ચુંબન કરવા પર પ્રતિબંધ છે. જો આમ કરતા પકડાય તો દંપતીને જેલની સજા થઈ શકે છે, એટલું જ નહીં, અહીં જાહેરમાં માર મારવાનો પણ ટ્રેન્ડ છે.

5- થાઈલેન્ડ:
થાઈલેન્ડ સેક્સ ટુરિઝમ માટે પ્રખ્યાત છે. બેંગકોકમાં ઘણા રેડ લાઇટ એરિયા છે. એક રિપોર્ટ અનુસાર થાઈલેન્ડમાં 30 લાખથી વધુ એક્ટિવ સેક્સ વર્કર છે. પરંતુ આ દેશમાં જાહેરમાં કિસ કરવાની મનાઈ છે. જો આમ કરતા પકડાય તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે અથવા તો તમને જેલના સળિયા પાછળ પણ મોકલવામાં આવી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news