એરંડાની ખેતી કરતા ખેડૂતોની ઝોળીમાં પહેલીવાર ખુશી આવશે, ભાવ મામલે થઈ મોટી હલચલ

Gujarat Farmers : ગુજરાતમાં 15.01 લાખ ટન એરંડાનું થશે ઉત્પાદન, ખેડૂતોને 1300 રૂપિયા મળી શકે છે ભાવ
 

એરંડાની ખેતી કરતા ખેડૂતોની ઝોળીમાં પહેલીવાર ખુશી આવશે, ભાવ મામલે થઈ મોટી હલચલ

Gujarat Farmers : ગુજરાતમાં એરંડાનું વાવેતર સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં થાય છે. ઉત્તર ગુજરાતમાં પશુપાલકો હોવાથી ખેડૂતો એરંડાની સાથે સાથે ઘાસચારાનો પાક મેળવીને પશુપાલન પણ કરે છે. આમ એક જ જમીનમાંથી 2 પાક મેળવે છે. ઘાસચારાના પાકને છાંયડો મળી રહે છે અને ખેડૂતને એક સાથે એક જ જમીનમાંથી 2 પાકનો લાભ મળે છે. ખેડૂતોને ઘણા સમયથી એરંડાના પાકનો ભાવ મળી રહ્યો નથી. એરંડામાં ગુજરાતની મોનોપોલી હોવા છતાં ખેડૂતોને ભાવ મળી રહ્યાં નથી એ વાસ્તવિકતા છે. ગુજરાતમાં આ વર્ષે ૭.૧૪ હેકટરમાં એરંડાનું વાવેતર થયું. દરમ્યાન એરંડાનાં મણ દીઠ ભાવ ૧૨૬૦થી ૧૩૬૦ રૂપિયા રહે તેવો અંદાજ મૂકાયો છે. બીજા આગોતરા અંદાજ મુજબ આ વર્ષે એરંડાનું ઉત્પાદન વધે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

કેટલો ભાવ મળી શકે છે 
જાન્યુઆરી 2022માં એરંડાનો ભાવ ભાવ રૂપિયા ૧૨૨૨ હતો જે એપ્રિલમાં વધી ૧૪૦૦ અને જુનમાં ૧૪૭પ જેટલો થયો હતો. પરંતુ ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર વધવાનાં લીધે ભાવ ઘટવા તરફ છે. હાલ ફેબ્રુઆરીમાં કાપણી સમયે એરંડાનાં મણ દીઠ ભાવ ૧૩૬૦ આસપાસ છે. આ સ્તરેથી નીચે રહેવાની પણ સંભાવાના ઓછી છે.

આ પણ વાંચો : 

ગત વર્ષ કરતા એરંડાનું વાવેતર વધ્યું 
ગત વર્ષે ગુજરાતમાં ૬.૫૦ લાખ  હેકટરમાં એરંડાનું વાવેતર થયું હતું અને ઉત્પાદન ૧૪.૦૨ લાખ ટન થયું હતું. આ વર્ષે થોડું વધુ એટલે કે ૭.૧૪ હેકટરમાં એરંડાનું વાવેતર થયું હતું. બીજા આગોતરા અંદાજ (તા.૭-૧-૨૩) મુજબ ચાલુ વર્ષે પાકની સ્થિતી સામાન્ય રહી છે. જેથી ઉત્પાદન પર સામાન્ય રહેશે. જેને ધ્યાને લઈ ગુજરાતમાં આ વર્ષે  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્ર ડિપાર્ટમેન્ટની ટીમે પાટણ અને ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડના ભાવોના વર્તારાને આધારે એવો અંદાજ મૂક્યો છે કે, માર્ચથી એપ્રિલના સમય સુધી એરંડાનો મણદીઠ ભાવ 1260થી લઈને 1360 રૂપિયા સુધી રહી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિકુળ સ્થિતિના કારણે નિકાસની તકો ઘટી રહી હોવાથી ભવિષ્યમાં એરંડાનાં ભાવમાં વધારો થવાની સંભાવના પણ ઓછી છે. આમ ખેડૂતોએ વાવણી તો વધારી છે, પણ હાલમાં બટાટા અને ડુંગળીના ભાવોની સ્થિતિ છે એવી જ સ્થિતિ એરંડાના ખેડૂતોની પણ થઈ શકે છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news