આ ભાઈએ જેટલામાં એક 'ચકલી' ખરીદી તેટલામાં તો 350 સ્ટેડિયમ, 150 AIIMS અને ઢગલાંબંધ સ્કૂલ-કોલેજો બની શકે!
દુનિયાના સૌથી વધારે પૈસાદાર વ્યક્તિ અને ટેસ્લા-સ્પેસએક્સના માલિક એલન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદી લીધું. આ એટલી મોટી રકમ છે કે તેનાથી ભારતમાં 2 વર્ષ સુધી 80 કરોડ લોકોને મફતમાં રાશન પહોંચાડી શકાય. એઈમ્સ જેવી 150 મોટી-મોટી અત્યાધુનિક હોસ્પિટલ બનાવી શકાય.
Trending Photos
નવી દિલ્લી: 44 અરબ ડોલર. ભારતના રૂપિયામાં તેને કન્વર્ટ કરીએ તો 3 લાખ 36 હજાર કરોડ રૂપિયા થાય. આટલી મોટી રકમમાં તો શ્રીલંકા ચીનના જ નહીં આખી દુનિયામાંથી લીધેલા દેવામાંથી મુક્ત થઈ જાય. ભારતમાં 80 કરોડ ગરીબોને બે વર્ષ સુધી ફ્રીમાં અનાજ વહેંચી શકાય. એઈમ્સ જેવા 150 મોટા-મોટા અત્યાધુનિક હોસ્પિટલ બનાવી શકાય. શિક્ષણ પર ત્રણગણો ખર્ચ કરી શકાય. અને આ સિવાય ઘણું-બધું આટલા રૂપિયાથી કરી શકાય. પરંતુ હવે આ શક્ય નથી. કેમ કે દુનિયાના સૌથી વધારે પૈસાદાર વ્યક્તિ અને ટેસ્લા-સ્પેસએક્સના માલિક એલન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદી લીધું. બે વર્ષ પહેલાં મસ્કની નેટવર્થ તેનાથી લગભગ અડધી હતી. 2020માં તેમની નેટવર્થ 24 અરબ ડોલર રૂપિયાની આસપાસ હતી. પરંતુ 2022માં તેમની નેટવર્થ 245 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે માત્ર 1 વર્ષ અને 4 મહિનાની અંદર એલન મસ્ક પાસે કેટલાં પૈસાનો વરસાદ થયો છે. 44 અરબ ડોલર એટલે ભારતીય રૂપિયામાં 3 લાખ 36 હજાર કરોડ રૂપિયા. આ રકમ કેટલી મોટી છે. તેનો અંદાજ લગાવવા માટે કેટલીક વસ્તુઓ પર નજર નાંખવી જરૂરી છે.
44 અરબ ડોલરમાં શું-શું થઈ શકે?
1.32 કરોડ નોકરીઓનું સર્જન થઈ શકે
150 એઈમ્સ જેવી હોસ્પિટલ બની શકે
80 કરોડ ગરીબોને 2 વર્ષ સુધી ફ્રીમાં રાશન વહેંચી શકાય
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 350 મેદાન બનાવી શકાય
દરેક ભારતીયને 2500 રૂપિયા મળી શકે
સ્ટેચ્યુ ઓફ યૂનિટી જેવી 112 પ્રતિમાઓ બની શકે
ટ્વિટરની ખરીદીના રૂપિયાથી દુનિયામાં શું થઈ શકે:
1. 1.32 કરોડ નોકરીઓનું સર્જન થઈ શકે:
વર્લ્ડ બેંકે 2018માં એક બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં ટ્યુનિશિયાના મોડલથી સમજાવવામાં આવ્યું હતું કે જો 10 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવે તો તેનાથી 300 નોકરીઓ ઉભી થાય. જો આ મોડલને આપણ ભારતમાં લાગુ કરીએ તો 44 અરબ ડોલરના રોકાણથી 1.32 કરોડથી વધારે નોકરીઓનું સર્જન થઈ શકે.
2. એઈમ્સ જેવી 150થી વધારે હોસ્પિટલ બની શકે:
દેશમાં એક એઈમ્સ હોસ્પિટલ બનાવવામાં સરેરાશ 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. કાશ્મીરમાં 1828 કરોડના ખર્ચે એઈમ્સ બની રહી છે. તો રાજકોટમાં પણ કરોડોના ખર્ચે એઈમ્સ બનાવવામાં આવશે. જો 44 અરબ ડોલર એટલે 3.36 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે તો ભારતમાં 150થી વધારે એઈમ્સ જેવી હોસ્પિટલ બનાવી શકાય.
3. શિક્ષણ પર ત્રણ ગણો ખર્ચ કરી શકાય:
ભારતમાં સરકાર અત્યારે શિક્ષણ પર જીડીપીના 3 ટકાથી પણ ઓછો ખર્ચ કરે છે. જ્યારે ઓછામાં ઓછો 6 ટકા ખર્ચ થવો જોઈએ. કેન્દ્ર સરકારે શિક્ષણ પર 1.04 લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. ટ્વિટરની જેટલા રૂપિયામાં ખરીદી કરવામાં આવી, તેનો જે ભારતમાં શિક્ષણ પર ખર્ચ કરવામાં આવે તો તેનાથી ભારતમાં 6 ટકા નહીં પરંતુ 10 ટકા ખર્ચ કરી શકાય.
4. 2 વર્ષ સુધી ગરીબોને ફ્રીમાં રાશન આપી શકાય:
મોદી સરકારે કોરોના મહામારીમાં 80 કરોડ ગરીબોને ફ્રીમાં રાશન આપ્યું. તેને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નામ આપવામાં આવ્યું છે. તે અંતર્ગત દરેક પરિવારના દરેક વ્યક્તિને દર મહિને 5 કિલો અનાજ આપી શકાય છે. આ યોજના પર ત્રણ મહિનામાં 46 હજાર કરોડનો ખર્ચ થાય છે. 44 અરબ ડોલરમાં ભારતમાં લગભગ 2 વર્ષ સુધી 80 કરોડ લોકોને ફ્રીમાં રાશન આપી શકાય તેમ છે.
5. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 350 મેદાન બની શકે:
અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. 63 એકરમાં ફેલાયેલા આ સ્ટેડિયમનું ઉદ્ધાટન ફેબ્રુઆરી 2021માં કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમને બનાવવામાં લગભગ 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 44 અરબ ડોલર રૂપિયાની મદદથી ભારતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા 350 સ્ટેડિયમ બનાવી શકાય.
6. દરેક ભારતીયના ખાતામાં 2500 રૂપિયા આવે:
આધાર કાર્ડ બનાવનારી સંસ્થા UIDAIના જણાવ્યા પ્રમાણે 2021 સુધી દેશની વસ્તી 136.09 કરોડ હતી. જો એલન મસ્ક ટ્વિટર સાથે ડીલ ન કરત અને તે રૂપિયા દરેક ભારતીયમાં બરાબર વહેંચી દે તો દરેક ભારતીયના ખાતામાં 2500 રૂપિયા આવે.
7. સ્ટેચ્યુ ઓફ યૂનિટી જેવી 112 પ્રતિમાઓનું નિર્માણ થઈ શકે:
ગુજરાતના કેવડિયા કોલોનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવવામાં આવી છે. તેની ઉંચાઈ 182 મીટર છે. તેને બનાવવામાં લગભગ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જો 44 અરબ ડોલરથી દેશમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જેવી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવે તો 112 પ્રતિમાઓ બની શકે.
44 અરબ ડોલરથી બીજું શું-શું થઈ શકે:
1. 9 રાજયના જીડીપીથી પણ વધારે રૂપિયા
2. ત્રણેય સેનાઓ માટે રક્ષાના ઉપકરણો માટે મળેલી રકમથી પણ બેગણી રકમ
3. 2021-22માં 170 દેશોમાંથી ભારતની આયાતના બિલના બરાબરની રકમ
4. ભારતના ગોલ્ડ રિઝર્વ જેટલું સોનું બીજી વાર ખરીદી શકાય
5. 2 મહિનામાં દેશભરના જીએસટી કલેક્શનથી પણ તેનાથી ઓછી રકમ મળે છે
6. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર એક અઠવાડિયાના ટ્રેડિંગથી પણ ઓછું થાય છે
7. ભારતના 6 મહિનાના ઈન્કમટેક્સ કલેક્શન જેટલી રકમ છે
8. ફૂડ-યૂરિયા સબસિડી પર વર્ષમાં ખર્ચ થનારી રકમથી પણ વધારે રકમ
9. પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી વર્ષમાં આટલા જ પૈસા કમાય છે કેન્દ્ર
10. ભારતનું ફાર્મા માર્કેટ જેટલું મોટું છે તેટલાં જ પૈસા મસ્કે ખર્ચ કર્યા છે.
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા દેવામુક્ત બની જાત:
44 અરબ ડોલર રૂપિયામાં તો શ્રીલંકાનું દેવું ઉતરી જાય તેમ હતું. શ્રીલંકાએ બે અઠવાડિયાં પહેલાં પોતાને દેવાળિયુ જાહેર કર્યું હતું. શ્રીલંકામાં અત્યારે સ્થિતિ એવી છે કે પેટ્રોલ, ડિઝલ અને ગેસ માટે મોટી-મોટી લાઈનો લાગી રહી છે. શ્રીલંકાની કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે તે દેવાળિયું થઈ ગયું છે અને 51 અરબ ડોલરનું વિદેશી દેવું ચૂકવી શકે તેમ નથી.
દુનિયાની સૌથી મોટી ત્રીજી ડીલ:
એલન મસ્ક અને ટ્વિટરની વચ્ચે થયેલી આ ડીલ રકમની દ્રષ્ટિએ દુનિયાની ત્રીજી સૌથી મોટી ડીલ છે. ટ્વિટર દુનિયાની ત્રીજી ટેક કંપની છે જેની આટલી મોટી કિંમત લાગી છે. આ પહેલાં 2016માં ડેલે EMCને 67 અરબ ડોલરમાં ખરીદી હતી. જ્યારે તે જ વર્ષે 50 અરબ ડોલર રૂપિયામાં AMDએ XILINXને ખરીદ્યું હતું.
હવે ટ્વિટરનું શું થશે:
એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી હવે લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે હવે ટ્વિટરનું શું થશે? કેમ કે ટ્વિટરમાં નવા રંગ-રૂપમાં જોવા મળી શકે છે. તમામ લોકોના ટ્વિટર એકાઉન્ટ પર હવે બ્લુ ટિક જોવા મળશે. આ સિવાય બીજા અનેક સુધારા જોવા મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે