World most Expensive Schools: અહીં ભણવાનું દુનિયાના દરેક બાળકનું હોય છે સપનું, 1 કરોડ 34 લાખ રૂપિયા છે ફી
international students: અહીં વર્ષની ફીની વાત કરીએ તો તે 1,50,000 સ્વિસ ફ્રાન્સ છે. જો ભારતીય ચલણમાં જોઈએ તો વર્તમાન દર પ્રમાણે એક વર્ષના શિક્ષણનો ખર્ચ લગભગ 1 કરોડ 34 લાખ 28 હજાર 191 રૂપિયા થાય છે.
Trending Photos
Most Expensive Schools: જ્યારે શિક્ષણની વાત આવે છે, ત્યારે આપણે આપણા બાળકોને સૌથી શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીએ છીએ. આ માટે તમે પૂરી તાકાત લગાવી દો છે. કેટલીકવાર વાલીઓ બચત પણ બાળકોના શિક્ષણમાં પણ રોકે છે. બસ એ આશાએ કે બાળકો સારો અભ્યાસ કરી શકે. શાળા-કોલેજમાં સારું વાતાવરણ મળી શકે છે. આજે અમે તમને અહીં દુનિયાની સૌથી મોંઘી શાળાઓ વિશે જણાવી રહ્યા છીએ. અહીં જણાવેલી સૌથી સસ્તી શાળાની એક વર્ષની ફી 77 લાખ રૂપિયા છે. જ્યારે સૌથી મોંઘી શાળાની ફી 1.34 કરોડ રૂપિયા છે.
આ શાળા સ્વિત્ઝરલેન્ડમાં આવેલી છે. અહીં 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં 50થી વધુ દેશોના બાળકો અભ્યાસ કરવા આવે છે. અહીં વર્ષની ફીની વાત કરીએ તો તે 1,50,000 સ્વિસ ફ્રાન્સ છે. જો ભારતીય ચલણમાં જોઈએ તો વર્તમાન દર પ્રમાણે એક વર્ષના શિક્ષણનો ખર્ચ લગભગ 1 કરોડ 34 લાખ 28 હજાર 191 રૂપિયા થાય છે.
આ પણ વાંચો: દાવોસથી દિલ્હી સુધી Twitter પર શરીરના સોદા, એક રાતનો ભાવ 2.84 લાખ રૂપિયા
આ પણ વાંચો: પતિ પ્રમોશન અને રૂપિયા માટે પત્નીને BOSS અને મિત્રો સાથે સૂવા દબાણ કરતો
આ પણ વાંચો: Tea Making Mistakes: ચા બનાવતી વખતે કરશો નહી ભૂલ, નહી વેઠવું પડશે મોટું નુકસાન
Institut Le Rosey, Rolle, Switzerland
આ શાળા પણ માત્ર સ્વિત્ઝર્લેન્ડમાં જ છે. અહીં 420-430 બાળકો અભ્યાસ કરે છે. લગભગ 65 દેશોમાંથી બાળકો અહીં ભણવા આવે છે. જો અહીં આખા વર્ષની ફીની વાત કરીએ તો તે 1,25,000 સ્વિસ ફ્રાન્સ એટલે કે 1,11,98,196 એક કરોડ 11 લાખ 98 હજાર 196 રૂપિયા છે.
Hurtwood House School, Surrey, UK
આ શાળા યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં છે. આ શાળામાં પ્રવેશ ઇન્ટરવ્યુ અને સંદર્ભના આધારે પ્રવેશ આપવામાં આવે છે. અહીં વાર્ષિક ફી લગભગ 25284 પાઉન્ડ છે, જો આપણે તેને ભારતીય ચલણમાં જોઈએ તો તે લગભગ 25 લાખ 20 હજાર 397 રૂપિયા છે.
આ પણ વાંચો: Health Tips: રાત્રે ઉંઘતાં પહેલાં ભૂલથી પણ ના પીવો પાણી, આ મોટી બીમારીઓનો શિકાર બનશો
આ પણ વાંચો: શરીરને ઠંડક આપે છે છાશ, વજન તો ઘટાડશે જ આ ઉપરાંત છે બીજા આ 5 ફાયદા
આ પણ વાંચો: યુવતીઓની પહેલી પસંદ હોય છે આવા પુરૂષો: થઈ જાય છે સામેથી ફીદા
THINK Global School
આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 60-70 આસપાસ છે. પરંતુ અહીં વાર્ષિક ફી US $94,050 છે, જે અંદાજે 77,00,000 રૂપિયા છે. આ એક ટ્રાવેલિંગ સ્કૂલ છે. અહીંના વિદ્યાર્થીઓ દર વર્ષે 4 દેશોમાં રહે છે.
આ પણ વાંચો: ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે
આ પણ વાંચો: હિન્ડનબર્ગનો રિપોર્ટ જ અદાણીને કરશે માલામાલ!, સાબિત થશે આશીર્વાદરૂપ
આ પણ વાંચો: Bank Recruitment 2023: BOB માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે