વિશ્વની સૌથી મોંઘી કેરી: 1 કિલોના ભાવમાં આવે છે 4 તોલા સોનું! એક પીસ ખરીદવા માટે પણ છૂટે છે પરસેવો

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને દેશમાં તેની ઘણી જાતો છે. જેમાં તોતાપુરી, લંગડા, બદામ, દશેરી, ચૌસા, આલ્ફોન્સો, કેસર અને હાપુસ અને અન્ય જાતોનો સમાવેશ થાય છે. 

 વિશ્વની સૌથી મોંઘી કેરી: 1 કિલોના ભાવમાં આવે છે 4 તોલા સોનું! એક પીસ ખરીદવા માટે પણ છૂટે છે પરસેવો

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: ઉનાળાની શરૂઆત સાથે જ દેશમાં મોસમી ફળોની સિઝન શરૂ થઈ ગઈ છે અને કેરીની માંગ વધવા લાગી છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને દેશમાં તેની ઘણી જાતો છે. જેમાં તોતાપુરી, લંગડા, બદામ, દશેરી, ચૌસા, આલ્ફોન્સો, કેસર અને હાપુસ અને અન્ય જાતોનો સમાવેશ થાય છે. 

આ ભારતીય કેરીની દેશ ઉપરાંત વિદેશમાં પણ માંગ છે અને તે ઊંચા ભાવે વેચાય છે. અમે તમને એક એવી કેરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 100, 200, 300 કે 1 હજાર રૂપિયા પ્રતિ કિલો નહીં પરંતુ 2.5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે 1 કિલો કેરીની કિંમત 2.50 લાખ રૂપિયા છે, આ કેરી કઈ પ્રકારની છે? જાપાનમાં તે સામાન્ય હરાજીમાં 2.5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. જ્યારે મધ્યપ્રદેશમાં આ કેરી 20,000 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. લગભગ 5 કેરી 1 કિલોમાં પાકે છે. કિંમત પ્રમાણે જોઈએ તો 1 કેરીની કિંમત 4,000 રૂપિયા છે.

આ મોંઘી કેરી ક્યાં ઉગે છે?
2.50 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાતી આ કેરીનું નામ 'મિયાઝાકી' છે, જેને વિશ્વની સૌથી મોંઘી કેરી કહેવામાં આવે છે. આ જાપાનીઝ જાતિની કેરી છે. જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવેલી આ કેરીને તેમના તેજસ્વી રંગ અને ઈંડાના આકારને કારણે "સૂર્યના ઈંડા" પણ કહેવામાં આવે છે.  સામાન્ય રીતે એપ્રિલ અને ઓગસ્ટની વચ્ચે ઉગાડવામાં આવે છે અને જ્યારે પાકે ત્યારે કેરી જાંબલી રંગથી લાલ થઈ જાય છે.

ભારતીય ખેડૂતો પણ આ કેરીની ખેતી કરી રહ્યા છે
કોટાના ખેડૂત શ્રીકિશન સુમને મિયાઝાકી કેરીનો મધર પ્લાન્ટ રણમાં રોપ્યો છે. છેલ્લા 5 વર્ષથી તેઓ મિયાઝાકી કેરીની વિવિધતા પર કામ કરી રહ્યા છે. શ્રીકિશન અત્યાર સુધીમાં 50 છોડ વેચી ચુક્યા છે અને 100 છોડનો ઓર્ડર ધરાવે છે. મધ્યપ્રદેશના જબલપુરમાં પણ એક ખેડૂતે 'મિયાઝાકી' કેરીની ખેતી કરી હતી. ગયા વર્ષે તેણે 2 વૃક્ષોના રક્ષણ માટે 3 સુરક્ષા ગાર્ડ અને 6 કૂતરા રાખ્યા હતા. RPG એન્ટરપ્રાઈઝના પ્રેસિડેન્ટ હર્ષ ગોયેન્કાએ ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર યુઝર્સને આ વાત જણાવી હતી.

'મિયાઝાકી' કેરીની વિશેષતા
'મિયાઝાકી' કેરીનું સરેરાશ વજન લગભગ 350 ગ્રામ છે. આમાં ખાંડનું પ્રમાણ સામાન્ય જાતની કેરી કરતા 15% વધુ હોય છે. આ ફળ એન્ટીઓક્સીડેન્ટ, બીટા કેરોટીન અને ફોલિક એસિડથી ભરપૂર છે.

આ જાંબલી રંગની કેરી હવે બાંગ્લાદેશ, ભારત, થાઈલેન્ડ અને ફિલિપાઈન્સમાં પણ ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે એક મિયાઝાકી કેરીની કિંમત 3500 રૂપિયા હોય છે, પરંતુ 2021માં જાપાનમાં 2.7 લાખ રૂપિયામાં 2 કેરીની હરાજી કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news