World Heart Day 2021: 29 સપ્ટેમ્બરે કેમ ઉજવવામાં આવે છે વર્લ્ડ હાર્ટ ડે, જાણો રોચક ઈતિહાસ

World Heart Day 2021: હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. આ જ કારણ છે કે દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે, જેથી લોકોને હાર્ટની હેલ્થ પ્રત્યે જાગૃત કરવામાં આવે.

World Heart Day 2021: 29 સપ્ટેમ્બરે કેમ ઉજવવામાં આવે છે વર્લ્ડ હાર્ટ ડે, જાણો રોચક ઈતિહાસ

નવી દિલ્હી: હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. હાલના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યા આવવા લાગી છે. આ જ કારણ છે કે દર વર્ષે 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે, જેથી લોકોને હાર્ટની હેલ્થ પ્રત્યે જાગૃત કરવામાં આવે. કોરોના મહામારી દરમિયાન હૃદયના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સિવાય ખોટા આહાર અને જીવનશૈલીને કારણે હૃદયનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થયું છે.

વિશ્વ હૃદય દિવસનું મહત્વ:
વિશ્વમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વભરમાં થઈ રહેલા સંશોધન અને સર્વે રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે, આજકાલ યુવાનો પણ હાર્ટ એટેકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વિશ્વ હૃદય દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને તેમના હૃદય પ્રત્યે જાગૃત કરવાનો છે.

આ રીતે તમારા હૃદયની સંભાળ રાખો:
જો તમારે હૃદયનું સ્વાસ્થ્ય સારુ રાખવુ છે, તો સૌથી પહેલા તમારે તમારી દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવા પડશે. મોડી રાત સુધી જાગવાનું ટાળો અને રાત્રે વધુ ગેજેટ્સનો ઉપયોગ કરવાનું પણ ટાળો.
આહારનું વિશેષ ધ્યાન રાખો અને ખોરાકમાં વધુ લો-કાર્બ અને ચરબીયુક્ત ખોરાક લો. સાંજે 6 કે 7 પછી કંઈપણ ન ખાવાનો પ્રયત્ન કરો. આ સિવાય સવારે વધારેમાં વધારે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક લો.
કસરતનું પણ ખાસ ધ્યાન રાખો. હૃદયની તંદુરસ્તી માટે કાર્ડિયો કસરત વધુ સારી માનવામાં આવે છે. દરરોજ ઓછામાં ઓછી 40 મિનિટ માટે ઝડપી ચાલવાની અથવા સાયકલ કરવાની કસરત કરો. આ સિવાય સ્વિમિંગ કરવાથી પણ હૃદયને ફાયદો થાય છે.

વિશ્વ હૃદય દિવસનો ઈતિહાસ:
હૃદયના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, WHOએ વર્ષ 2000થી વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસ ઉજવવાની જાહેરાત કરી. અગાઉ આ દિવસ સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે ઉજવવામાં આવતો હતો, પરંતુ વર્ષ 2014થી 29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news