બાળકો માટે 'ગેમ ચેન્જર' સાબિત થશે Nasal Vaccine, WHOએ કહી આ વાત
WHO ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) જણાવ્યું કે, નોઝન વેક્સિન નાક દ્વારા આપવામાં આવે છે, જે ઇન્જેક્શનવાળી વેક્સિનના મુકાબલે વધુ અસરકારક છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં જલદી કોરોના વાયરસ (Coronavirus) મહામારીની ત્રીજી લહેર શરૂ થવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ લહેર સૌથી વધુ બાળકોને શિકાર બનાવશે. આ દાવા બાદ બાળકો માટે વેક્સિન બનાવવાની પ્રક્રિયામાં તેજી આવી છે. તેવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ દાવો કર્યો કે કોરોનાની નોઝલ વેક્સિન (Nasal Corona Vaccine) બાળકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
નોઝલ વેક્સિન છે વધુ અસરકારક
સીએનએન-ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યૂમાં WHO ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) જણાવ્યું કે, નોઝન વેક્સિન નાક દ્વારા આપવામાં આવે છે, જે ઇન્જેક્શનવાળી વેક્સિનના મુકાબલે વધુ અસરકારક છે. તેને લેવી પણ સરળ છે અને તે રેસ્પિરેટરી ટ્રેકમાં ઇમ્યુનિટી વધારશે. પરંતુ નોઝલ વેક્સિન તૈયાર થતા આપણે વધુમાં વધુ ટીચર્સ અને બાળકોને વેક્સિન આપવા પર કામ કરવું પડશે. સાથે સ્કૂલ ત્યાં સુધી નહીં ખોલી શકાય જ્યાં સુધી ટ્રાન્સમિશનનું જોખમ ઓછુ ન થઈ જાય.
આ પણ વાંચોઃ North Korea: તાનાશાહ કિમ જોંગને નવો ડર, કોરિયામાં સ્કિની જીન્સ અને વેસ્ટર્ન હેર સ્ટાઇલ પર લગાવ્યો પ્રતિબંધ
ભારત બાયોટેક કંપની કરી રહી છે ટ્રાયલ
મહત્વનું છે કે કોરોના વેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેક (Bharat Bio-tech) એ નોઝલ વેક્સિનની ટ્રાયલ શરૂ કરી દીધી છે. કંપની પ્રમાણે નોઝન સ્પ્રેના માત્ર ચાર ટીપા કોરોનાને માત આપવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ વેક્સિનને નાકના બન્ને છેડામાં બે-બે ટીંપા નાખવા પડશે. ક્લિનિકલ ટ્રાયલ રજીસ્ટ્રી અનુસાર 175 લોકોને નોઝલ વેક્સિન આપવામાં આવી છે. તેને ત્રણ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા છે. પ્રથમ અને બીજા ગ્રુપમાં 70 વોલેન્ટિયર રાખવામાં આવ્યા હતા અને ત્રીજામાં 35 વોલેન્ટિયર રાખવામાં આવ્યા હતા. ટ્રાયલના પરિણામ આવવાના બાકી છે. આશા કરવામાં આવી રહી છે કે ભારતમાં જલદી બાળકોને કોરોના વેક્સિન મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે