મ્યુકોરમાઇકોસીસ માટે રામબાણ ઇન્જેક્શનોની યોગ્ય વ્યવસ્થા કરવા સરકાર કટિબદ્ધ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ થાય, લોકોનું આરોગ્ય જળવાઈ રહે માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે દેશમાં હાલ Mucormycosis નો રોગચાળો વ્યાપક થયો છે. ગુજરાતમાં પણ આ રોગના કેસો જોવા મળ્યા છે.
મ્યુકોરમાઇકોસીસ માટે રામબાણ ઇન્જેક્શનોની યોગ્ય વ્યવસ્થા કરવા સરકાર કટિબદ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ થાય, લોકોનું આરોગ્ય જળવાઈ રહે માટે સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે દેશમાં હાલ Mucormycosis નો રોગચાળો વ્યાપક થયો છે. ગુજરાતમાં પણ આ રોગના કેસો જોવા મળ્યા છે.

આ રોગના દર્દીઓની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ શરુ કરવામાં આવ્યા છે તેમજ ખાનગી હોસ્પિટલો પણ આ રોગ ના દર્દીઓની સારવાર કરે છે. આ રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરીને અત્યાર સુધી મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને 20,700 થી વધુ ઇન્જેક્શન Amphotericin B ઉપલબ્ધ કરાવી આપ્યા છે.

આ ઇન્જેક્શન Amphotericin B નો વધુ જથ્થો આજે રવિવારે મોડી સાંજે મળવાનો છે આ જથ્થો તાત્કાલિક મેડિકલ કોલેજો/જનરલ હોસ્પિટલ/કૉર્પોરેશન સંચાલિત દવાખાનાઓને ફાળવી દેવામાં આવશે તેમ મુખ્યમંત્રી એ ઉમેર્યું છે. એટલું જ નહિ આવનારા દિવસોમાં પણ આ ઇન્જેક્શનની તંગીના પડે કે, અછત ઊભી ના થાય તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા ઇન્જેક્શન zmphotericin B નો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવશે. 

ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને આ દવા આરોગ્ય વિભાગના દિશાનિર્દેશ પ્રમાણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યમાં આ Mucormycosis રોગ ના દરદીઓને રાજ્યમાં પૂરતી દવાઓ ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું છે. તેમણે રાજ્યના લોકો ને પણ વિશ્વાસ આપ્યો છે કે આ Mucormycosis ના રોગ સામે પણ ગુજરાત કોરોના સામે મેળવી છે તેમ જ સફળતા મેળવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news