અબજપતિ બન્યા પછી ખુબ ચર્ચામાં રહી બંબલ એપની CEO, જાણો શું છે કારણ

વ્હિટનીને 2014 માં બિઝનેસ ઈન્સાઇડરની 30 સૌથી મહત્વપૂર્ણ મહિલાઓમાંની એક જાહેર કરાઈ હતી. 2016માં તેને ટેક માટે Elle's womenનું બિરુદ મળ્યું. વર્ષ 2017 અને 2018 માટે ફોર્બ્સની અંડર 30ની યાદીમાં પણ નામ મળ્યું. વર્ષ 2017માં ઈંકની સૌથી શક્તિશાળી 15 મહિલા ઉદ્યોગપતિઓમાંથી એક જાહેર થઈ. વ્હિટનીએ ફોર્બ્સ મેગેઝિનના કવર પેજ ઉપરાંત ફાસ્ટ કંપની અને વાયર્ડ યુકેના ફ્રન્ટ પેજ પર પણ જગ્યા મેળવી. એપ્રિલ 2018માં તેઓને 100 લોકોની યાદીમાં ટાઈમ મેગેઝિને નામાંકિત કરી.

 અબજપતિ બન્યા પછી ખુબ ચર્ચામાં રહી બંબલ એપની CEO, જાણો શું છે કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છે કે પ્રેમની પહેલ અથવા પહેલું પગલું હંમેશાં એક પુરૂષ જ ભરે છે. પરંતુ આ ધારણાને એક સ્ત્રીએ સંપૂર્ણ પણે તોડી નાખી છે.  આ મહિલાએ એક ડેટિંગ એપ્લિકેશન બનાવી જેમાં મહિલાઓ પહેલું પગલું ભરીને ડેટિંગ માટે છોકરાઓને પસંદ કરે છે. આ ડેટિંગ એપ બંબલની સ્થાપક વ્હિટની વોલ્ફ હર્ડ છે. જે હાલ ખુબ ચર્ચામાં છે. વ્હિટની સૌથી યુવા મહિલા અબજપતિ બની છે. વ્હિટની સેલ્ફ મેડ મહિલાઓની યાદીમાં સામેલ થઈને આખી દુનિયામાં સ્ટાર બની ગઈ છે.

વ્હિટનીએ બહાદુર મહિલાઓને આ સિદ્ધી સમર્પિત કરી
વ્હટનીએ તેની સફળતાનું શ્રેય બંબલ યુઝર મહિલાઓને આપ્યો. તેઓએ ટ્વીટ કરીને કહ્યું આજે બંબલ એક સાર્વજનિક કંપની બની ગઈ છે. આ ફક્ત 1.7 અબજ ફર્સ્ટ મૂવ્સના કારણે છે. જે અમારી એપમાં બહાદુર મહિલાઓએ કર્યો છે. દરેકને જેમણે આ શક્ય બનાવ્યું તેનો આભાર વ્યક્ત કરુ છું. હકિકતમાં, બંબલ ઈન્ક. ના શેર અમેરિકામાં જાહેર થયા પછી વ્હિટની અબજોપતિ બની ગઈ. જ્યારે એપ શરૂ કરી ત્યારે બંબલ ઈન્ક. ના શેર 67 ટકાના વધારા સાથે $ 72ની કિંમત પર પહોંચી ગયા.  અને પછી વ્હિટનીની ભાગેદારીનું વેલ્યુએશન 1.5 બિલિયન ડોલર થઈ ગયું.  વ્હિટની બંબલની CEO છે . બંબલ ટિન્ડર પછીની બીજી સૌથી મોટી ડેટિંગ એપ છે. 1 જુલાઈ 1989ના રોજ, અમેરિકામાં જન્મેલી વ્હિટની સૌથી યુવા અબજપતિ મહિલા જાહેર કરવામાં આવી છે. વ્હિટનીની કંપનીમાં તેની ભાગેદારી 12 ટકા છે. તેની કુલ સંપત્તિ 1.5 અબજ ડોલર એટલે કે 10 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે તેઓ આ IPOમાંથી મળનારી રકમથી દેવુ ચુકવશે અને નવા રોકાણ માટે ઉપયોગ કરશે. વ્હિટનીએ જણાવ્યું કે હવે તે વૈશ્વિક વિકાસ પર આક્રમક ધ્યાન આપશે. તમને જણાવી દઈએ કે, વ્હિટની અગાઉ બંબલની હરીફ ડેટિંગ એપ ટિન્ડરની સહ-સ્થાપક રહી ચુકી છે. ટિન્ડરના સ્થાપકો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા પછી તેણે કંપનીમાંથી રાજીનામું આપી દિધું હતું. જોકે ત્યારબાદ તેઓએ ટિન્ડરના આ બધા આરોપોને નકાર્યા હતા. અને પછી 2014માં વ્હિટનીએ બંબલ એપ શરૂ કરી. 2019માં બ્લેકસ્ટોન ઈંકે 3 અબજ ડોલરમાં બંબલના મોટાભાગના શેર ખરીદી લીધા.

વ્હિટનીએ મહિલાઓની ડેટિંગ એપ શરૂ કરી
બંબલની શરૂઆત 2014માં વ્હિટની વુલ્ફ હર્ડે કરી હતી. તે સમયે ટિન્ડર જેવી મોટી ડેટિંગ કંપનીથી તેનો સીધો મુકાબલો હતો. પરંતુ વ્હિટનીએ અલગ રીતે શરૂઆત કરી અને સફળતા મેળવી. આજે, બંબલ એપ અમેરિકા સહિત સમગ્ર વિશ્વની સ્ત્રીઓમાં લોકપ્રીય છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ તેના બ્રાન્ડ એમ્બેસેડર છે. 22 વર્ષની ઉંમરે,વ્હિટની હેચ લેબ્સમાં જોડાઈ ગઈ. અહીં તેઓએ સ્ટાર્ટઅપ કાર્ડિફ સાથે કામ કરવાનું શરૂ કર્યું પરંતુ તે પ્રોજેક્ટ લાંબો ના ચાલ્યો. અને  વ્હિટની ડેટિંગ એપને વિકસિત કરનારી ટીમ સાથે સામેલ થઈ ગઈ. 2012માં વ્હિટનીએ ડેટિંગ એપ ટિન્ડર માટે IAC સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેટરની સાથે રેડ અને ક્રિસ ગુલકિન્સકી સાથે કામ કરવાનું શરૂ કર્યું. વ્હિટની તે પછી ટિન્ડરની સહ-સ્થાપક બની. ટિન્ડરનું નામ આઈડિયા અને લોગોની પાછળ વ્હિટની જ હતી. બાદમાં,કંપનીના CEO સાથે અણબનાવના કારણે છૂટી થઈ અને પોતાની ડેટિંગ એપ બંબલ શરૂ કરી.

વ્હિટનીને 2014 માં બિઝનેસ ઈન્સાઇડરની 30 સૌથી મહત્વપૂર્ણ મહિલાઓમાંની એક જાહેર કરાઈ હતી. 2016માં તેને ટેક માટે Elle's womenનું બિરુદ મળ્યું. વર્ષ 2017 અને 2018 માટે ફોર્બ્સની અંડર 30ની યાદીમાં પણ નામ મળ્યું. વર્ષ 2017માં ઈંકની સૌથી શક્તિશાળી 15 મહિલા ઉદ્યોગપતિઓમાંથી એક જાહેર થઈ. વ્હિટનીએ ફોર્બ્સ મેગેઝિનના કવર પેજ ઉપરાંત ફાસ્ટ કંપની અને વાયર્ડ યુકેના ફ્રન્ટ પેજ પર પણ જગ્યા મેળવી. એપ્રિલ 2018માં તેઓને 100 લોકોની યાદીમાં ટાઈમ મેગેઝિને નામાંકિત કરી.

શું છે બંબલ? 
આપને જણાવી દઈએ કે બંબલ એક ડેટિંગ એપ છે. જેમા પ્રથમ પહેલ મહિલાઓ કરે છે. આ ઉપરાંત, LGBT કોમ્યુનિટીના સાથીદાર શોધવા માટે ખુબ મદદરૂપ છે. અહીં, જો કોઈ સ્ત્રી બીજી સ્ત્રી સાથે વાત કરવા માગતી હોય અથવા જો કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરવા માગે છે તો તે મેસેજ મોકલી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news