દુનિયાને ક્યારે મળશે 'કાતિલ' કોરોનાથી છુટકારો? આ નવા રિસર્ચમાં મળ્યો જવાબ

લોકડાઉનમાં ઘરે બેઠેલા લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આખરે ક્યારે ખતમ થશે કોરોના વાયરસ. આ પ્રશ્નનો સાચો જવાબ દુનિયાભરના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પાસે પણ નથી. ફક્ત આંકડા દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

દુનિયાને ક્યારે મળશે 'કાતિલ' કોરોનાથી છુટકારો? આ નવા રિસર્ચમાં મળ્યો જવાબ

નવી દિલ્હી: ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો. ગત વર્ષે ડિસેમ્બરમાં અહીં કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાની શરૂ થઇ અને જોતજોતા આખું વુહાન શહેર કોરોનાનું કેન્દ્ર બની ગયું. માર્ચ પુરો થતાં થતાં કોરોનાથી દુનિયાના દરેક નાના મોતા દેશોને પોતાની ચપેટમાં લઇ લીધું. પરિસ્થિતિ એ છે કે હવે 185થી વધુ દેશોમાં કોરોના ફેલાઇ ચૂક્યો છે. 

આખી દુનિયામાં 34 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણના લીધે જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોનાથી દુનિયાભરમાં 2 લાખ 40 હજાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોના વાયરસને હરાવવા માટે લોકડાઉનને સૌથી મોટી હથિયાર ગણાવવામાં આવી રહ્યું છે પરંતુ સવાલ એ છે કે શું લોકડાઉન ખતમ થયા બાદ કોરોના ખતમ થઇ જશે? દેશ અને દુનિયામાં કેટલા દિવસ સુધી રહેશે  કોરોના? કોરોનાથી બચવા માટે ક્યાં શું કરવું પડશે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન?

શું અ પ્રશ્નોના જવાબ અત્યારે કોઇ યોગ્ય રીતે આપી શકે છે. આ દરમિયાન એક નવું રિસર્ચ સામે આવ્યું છે. રિસર્ચમાં કોરોના સંક્રમણને ખતમ થવાને લઇને નવો દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચનો દાવો છે કે કોરોના સામે લડાઇ ખૂબ લાંબી ખેંચાઇ શકે છે. દુનિયામાં કોરોના સંકટકાળ તમારી અને આપણી વિચારસણી કરતાં લાંબો ચાલી શકે છે. 

લોકડાઉનમાં ઘરે બેઠેલા લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આખરે ક્યારે ખતમ થશે કોરોના વાયરસ. આ પ્રશ્નનો સાચો જવાબ દુનિયાભરના ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પાસે પણ નથી. ફક્ત આંકડા દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમેરિકા મિનેસેટો યૂનિવર્સિટીનો દાવો છે કે કોરોના વાયરસ બે-ચાર છ મહિના નહી પરંતુ બે વર્ષ અસુધી પરેશાન કરતો રહેશે. આ રિસર્ચ બાદ એક જ સવાલ છે કે શું કોરોના કાળ 2 વર્ષ માટે રહેશે. 

2020 સુધી દુનિયામાં રહેશે કોરોના?
અમેરિકાની યૂનિવર્સિટી ઓફ મિનેસોટાના સેન્ટર ફોર ઇંફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસી (CIDRAP)ના રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ આગામી એકથી બે વર્ષ સુધી જશે નહી. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસ કોઇને કોઇ રૂપમાં બની શકે છે. મિનેસોટા યૂનિવર્સિટીના રિપોર્ટ અનુસાર 2020માં શરૂ થયેલો કોરોના વર્ષ 2022 સુધી જઇ શકે છે. 

રિપોર્ટ આનુસાર કોરોના મહામારીના લહેરોના રૂપમાં ચાલુ રહી શકે છે એટલે ક્યારે તેની અસર ઓછી થશે તો ક્યારે તેની અસર વધુ રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકોને આગામી બે વર્ષમાં આ મહામારી ફરીથી પરત ફરવાની સ્થિતિ માટે તૈયાર રહેવું રહેશે. 

અમેરિકાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં વૈજ્ઞાનિક કોરોના વાયરસથી બચનાર વેક્સીન બનાવવામાં લાગી ગયા છે, જેથી આ વર્ષના અંત આવવાની આશા છે. જો વેક્સીન આવી ગઇ તો ખૂબ ઓછી માત્રામાં લોકો માટે ઉપલબ્ધ થશે. કુલ મળીને કોરોનાને હરાવવા માટે આખી દુનિયાને ખૂબ લાંબી લડાઇ લડવી પડશે અને આ લડાઇ થોડા દિવસો અથવા મહિનાઓ નહી પરંતુ બે વર્ષ લાંબી થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news