અમદાવાદથી શ્રમજીવીઓનો પહેલો જથ્થો ટ્રેન દ્વારા રવાના, પ્રદીપસિંહે લીલીઝંડી દેખાડી
વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતિયોને સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ સાથે રવાના કરવામાં આવ્યા હતા. માર્ગમાં ભોજન સહિતની તમામ સુવિધા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. કોરોનાનાની પરિસ્થિતિ ને પગલે લોકડાઉન ના અમલ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીઓ ને આજે તેમના વતન મોકલવા માટે ખાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઈ હતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતિયોને સોશિયલ ડિસ્ટન્સિંગના અમલ સાથે રવાના કરવામાં આવ્યા હતા. માર્ગમાં ભોજન સહિતની તમામ સુવિધા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. કોરોનાનાની પરિસ્થિતિ ને પગલે લોકડાઉન ના અમલ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીઓ ને આજે તેમના વતન મોકલવા માટે ખાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઈ હતી.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે 1200 પરપ્રાંતીઓને અમદાવાદથી આગરા જતી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું કે અમદાવાદ સહિત ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિયોને વતન મોકલવા માટે રાજ્ય સરકારે વિશેષ સુવિધાઓ સાથે આજે ટ્રેનને રવાના કરી છે. શહેરના વટવા સહિત અન્ય વિસ્તારોમાં રહેતા આ પરપ્રાંતીઓ કેટલાય સમયથી વતન જવાની માંગ કરી રહ્યા હતા.
ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે “ સંબંધિત રાજ્યો તરફથી મળેલી વિનંતિ પછી ટ્રેનમાં રવાના થાય તે પહેલાં રેલવે સ્ટેશને પેસેન્જરોનુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું અને જેમનામાં કોઈ પણ લક્ષણો જોવા મળ્યા ના હોય તેવા શ્રમીકોને ગાડીમાં બેસવાની મંજૂરી આપવામાં આવી હતી. અમે એ બાબતની પણ ખાત્રી રાખવાના છીએ કે પેસેન્જરો પ્રવાસ દરમ્યાન ગાડીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરશે.”
આ અગાઉ દિવસ દરમ્યાન ગુજરાત સરકારે હિજરતી કામદારો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય વ્ય્કતિઓની ટ્રેન મારફતે સરળતાથી હેરફેર થઈ શકે તે માટે શ્રી મિત્રાની નોડલ ઓફિસર તરીકે નિમણુક કરી હતી. આ હિલચાલનો ઉદ્દેશ રેલવે, ગૃહ વિભાગ, ડિવિઝનલ રેલવે મેનેજર્સ તથા અન્ય ઓથોરિટીઝ સાથે બહેતર સંકલન કરવાનો પણ છે.
ગઈકાલે આ અંગે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ ચર્ચા કરીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે શહેરમાંથી ખાસ બસ દ્વારા આ પરપ્રાંતિયોને સાબરમતી રેલવે સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને તમામ પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટનર્સ જાળવીને ટ્રેનમાં રવાના કરાયા છે. 2400 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી આ ટ્રેનમાં આજે 1200 પ્રવાસીઓને વતન મોકલવામાં આવ્યા છે.
રસ્તામાં ભોજન સહિતની તમામ સુવિધાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રવાસીઓને યાદી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા આ યાદીને અનુરૂપ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ટ્રેન પ્રસ્થાન પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે.નિરાલા રેલવેના ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે