વિશ્વ મીડિયામાં છવાઈ લોકસભા ચૂંટણી, પીએમ મોદી જ ફોકસ : આ હતી હેડલાઈનો

Loksabha Election Result: દેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. એનડીએની સરકાર દેશમાં બની છે અને નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનશે. તેવામાં જાણો વિશ્વ મીડિયાએ ભારતમાં યોજાયેલી ચૂંટણી પર શું પ્રતિક્રિયા આપી છે. 

વિશ્વ મીડિયામાં છવાઈ લોકસભા ચૂંટણી, પીએમ મોદી જ ફોકસ : આ હતી હેડલાઈનો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામ પર ન માત્ર ભારત પરંતુ સમગ્ર દુનિયાની નજર હતી. એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા બાદ દુનિયાના દેશો જ્યારે પરિણામથી વાકેફ થયા તો તેમનો પ્રતિભાવ કંઈક અલગ જ હતો. જોકે, આ તમામ અખબારો અને અહેવાલોનું તારણ એક જ હતું કે, ભારતમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ પર દુનિયાએ શું કહ્યું,, જુઓ આ રિપોર્ટ.. 

દુનિયાના અખબારોએ મોદીની જીત પર શું કહ્યું?
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર ચૂક્યા છે અને તમામ 543 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપને આ વખતે માત્ર 240 બેઠકો મળી છે અને NDA ગઠબંધને અપેક્ષાઓથી વિપરીત પ્રદર્શન કરતા તેને માત્ર 292 બેઠકો પર જીત મળી.. બીજી તરફ, કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઇન્ડિયા એલાયન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે અને 234 બેઠકો જીતી છે.. આ વચ્ચે વિદેશી અખબારોમાં ભાજપ અને ઈન્ડિયા બ્લોકના પ્રદર્શનની ખૂબ ચર્ચા થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે 'મોદીને હારના પડછાયામાં લપેટાયેલી જીત મળી છે'..

વિદેશી અખબારોમાં ફૈઝાબાદ બેઠકનો પણ જોરદાર ઉલ્લેખ છે, જ્યાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને ઉદ્ઘાટન બાદ પણ ભાજપના ઉમેદવારને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, પાકિસ્તાનનું મીડિયા મોદી દ્વારા જીતેલી ઓછી બેઠકોની ઉગ્ર ચર્ચા કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે 'ભારતીય લોકોએ મોદી સરકારની નફરતની રાજનીતિને નકારી કાઢી છે..

પાકિસ્તાનનું જિયો ટીવી સતત લોકસભા ચૂંટણીને લઈને રિપોર્ટિંગ કરી રહ્યું છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભાજપની 400થી વધુ બેઠકો મેળવવાની યોજનાને જનતાએ તોડફોડ કરી છે. 'મોદીની નફરતની રાજનીતિને ફગાવી દેવામાં આવી છે. 400ને પાર કરવાનો નારા માત્ર એક ઈચ્છા જ રહી ગયો છે. હવે ભાજપને સરકાર ચલાવવા માટે સાથી પક્ષોની મદદ લેવાની ફરજ પડશે.. 

ચીનના અખબારે નિષ્ણાતોના હવાલાથી કહ્યું છે કે મોદીના ત્રીજા કાર્યકાળમાં આર્થિક પરિવર્તન મુશ્કેલ કામ બનવાનું છે. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેના સમાચારનું શીર્ષક આપ્યું છે  'મોદીએ ગઠબંધનને મામૂલી બહુમતી મળવાની સાથે જીતનો દાવો કર્યો.' પોતાના અહેવાલમાં અખબારે મોદીની 'નબળી' સરકારની ભાવિ આર્થિક નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મોદીની ભાજપ તેના ગઠબંધન છતાં મજબૂત બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે

તુર્કીના સરકારી બ્રોડકાસ્ટર ટીઆરટી વર્લ્ડે લખ્યું છે કે એક દાયકામાં પહેલીવાર મોદીની ભાજપ પોતાના દમ પર બહુમત મેળવવામાં નિષ્ફળ રહી છે. આનો અર્થ એ થયો કે પાર્ટીએ સરકાર બનાવવા માટે તેના સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડશે. ન્યૂયોર્ક ટાઈમ્સે તેના લેખમાં એનડીએને બહુમતી મેળવવાના રાજકીય પરિણામો અને ચૂંટણીમાંથી શીખેલા પાઠ વિશે વાત કરી છે. 

અખબારે લખ્યું છે કે મોદીની ભાજપ સંપૂર્ણ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે અને સરકાર બનાવવા માટે તેના સહયોગીઓની મદદ લેવી પડશે. આ સિવાય બ્રિટનના સરકારી અખબારે પણ ભારતની લોકસભા ચૂંટણીના પરિણામોને પ્રાથમિકતા આપી છે..  બ્રિટનના સરકારી પ્રસારણકર્તા બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને લખ્યું છે કે એનડીએને બહુમતી મળી હોવા છતાં ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું, જે રાજકારણમાં મોટી ઉથલપાથલ દર્શાવે છે..

આ સિવાય અન્ય અખબારોએ પણ લોકસભા ચૂંટણીના પરિણામોને પ્રાથમિકતા આપી છે.. જોકે, આ તમામ અખબારો અને અહેવાલોનું તારણ એક જ હતું કે, ભારતમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news