પતિ, પત્ની અને વોનો કિસ્સો! પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિએ કર્યું ન કરવાનું કામ!

એલિજબ્રિજ પોલીસે રેખા બેન ડાભીની ફરિયાદ લઇને પતિ જીવણ ડાભી ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીને પ્રેમી સાથે મજા કરતા જોઈને આરોપી પતિ જીવણો ગુસ્સામાં એસિડ એટેક કર્યો હોવાનું ખૂલ્યું છે.

પતિ, પત્ની અને વોનો કિસ્સો! પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિએ કર્યું ન કરવાનું કામ!

ઉદય રંજન/અમદાવાદ: પત્ની અને પ્રેમી મેટ્રો સ્ટેશન પર સાથે જોઈ જતા પતિને લાગી આવતા પત્ની અને પ્રેમી પર એસિડ એટેક કર્યોનો બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. એલિસ બ્રિજ પોલીસે એસિડ એટેક કરનાર પતિની ધરપકડ કરી લીધી છે. એલિસબ્રિજ પોલીસના શકંજામાં ઉભેલા શખ્સનું નામ જીવણ ડાભી છે. જેણે પોતાની પત્ની અને તેના પ્રેમી પર એસિડ એટેક કર્યોનો આરોપ લાગ્યો છે. 

આખા બનાવની વાત કરવા આવે તો ગઈ તારીખ 3 જૂનના રોજ 45 વર્ષીય રેખા બેન ડાભી અને તેનો પ્રેમી બળદેવજી ઠાકોર ગુજરાત કોલેજ પાસે આવેલ મેટ્રો સ્ટેશન નજીક પોતાના ઘરે સૂતા હતા. ત્યારે વહેલી સવારે આરોપી જીવણ ડાભી ઘરેથી એસિડ લઈને પોતાની પત્ની રેખા અને પ્રેમી બળદેવ સૂતા હતા ત્યાં એસિડ નાખી દઈને એસિડ એટેક કર્યો હતો.આ એસિડ એટેકનો ભોગ બનનાર બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. એસિડ એટેક કરી ભાગતા રેખાં બેન પોતાના પતિ જીવણ ડાભીને જોઈ ગયા હતા. જેથી એલિજબ્રિજ પોલીસે રેખા બેન ડાભીની ફરિયાદ લઇને પતિ જીવણ ડાભી ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્નીને પ્રેમી સાથે મજા કરતા જોઈને આરોપી પતિ જીવણો ગુસ્સામાં એસિડ એટેક કર્યો હોવાનું ખૂલ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રેખા બેન ડાભી અને જીવણ ડાભીનાં 20 વર્ષ પહેલા સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા. તેઓ મેઘાણી નગર રહેતા હતા અને બે સંતાનો પણ છે. પણ પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં હોવાથી 7 વર્ષ પહેલાં રેખાબેન પતિનું ઘર છોડીને પોતાના પિયર જતા રહ્યા હતા. આ દરમિયાન ગુજરાત કોલેજ નજીક રહેતા બળદેવ ઠાકોર સાથે મિત્રતા થઈ અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પતિને છૂટાછેડા આપ્યા વગર જ રેખા પોતાના પ્રેમી બળદેવ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા અને ખુલ્લેઆમ બાઈક પર ફરવા અને મોજશોખ કરતા નજરે પડતી હતી. 

પત્ની રેખાની આ હરકતથી પતિ જીવણ ડાભી કંટાળી ગયો હતો અને અનેક વખત છૂટાછેડા આપવા માટે રજૂઆત કરી હતી. તેમજ પ્રેમી સાથે સંબંધ તોડી પરત આવવા વાત કરી હતી, પરંતુ પત્ની રેખા વાત માનતી નહોતી અને ખુલ્લેઆમ પ્રેમી સાથે ફરતી હતી. જેથી પતિ જીવણે બન્ને સબક શીખવાડવા એસિડ એટેકનો પ્લાન કરીને ઘરેથી બોટલમાં એસિડ ભરીને પ્રેમીના ઘરે પહોંચ્યો અને એસિડ એટેક કર્યો હતો અને બદલો લીધો હતો. 

અમદાવાદની એલિજબ્રિજ પોલીસે એસિડ એટેક કેસમાં જીવણ ડાભીની ધરપકડ કરી છે. આ હુમલા પાછળ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહિ સાથે જ એસિડ ક્યાંથી લાવ્યો હતો આરોપી તે મુદ્દે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રેખાબેનના સંતાનો દ્વારા પણ પ્રેમી અને રેખાબેન પર હુમલો કરવાને લઈ ફરિયાદ દાખલ થઈ હતી. જેથી પોલીસે પરિવારના નિવેદન લઈને સમગ્ર કેસ વધુ પૂછપરછ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news