VIDEO : હિજાબ પહેરીને પીડિતોને મળવા પહોંચ્યાં ન્યૂઝિલેન્ડના પીએમ, તસવીર થઈ વાયરલ
ન્યૂઝિલેન્ડના વડાં પ્રધાન જેસિન્ડા આર્ડોન જ્યારે પીડિતોના પરિજનોને મળવા માટે ક્રાઈસ્ટચર્ચમાં પહોંચ્યા હતાં ત્યારે તેમનો હિજાબ પહેરેલો ફોટો લોકોને ખુબ જ ગમી ગયો છે
Trending Photos
ક્રાઈસ્ટચર્ચઃ ન્યૂઝિલેન્ડમાં બે મસ્જિદ પર થયેલા આતંકવાદી હુમલાનો સમગ્ર દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે અને તેની નિંદા કરવામાં આવી રહી છે. 15 માર્ચ, શુક્રવારના રોજ ક્રાઈસ્ટચર્ચમાં થયેલા આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો એક્ઠા થઈ રહ્યાં છે. અહીં, લોકો મૃતકોનાં પરિજનો અને ગાયલોને સાંત્વના પાઠવી રહ્યા છે. આ હુમલામાં 50 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
ન્યૂઝિલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં ઈસ્લામિક આતંકવાદનું નામનિશાન નથી. અહીં, મુસલમાનો જ્યારે શુક્રવારની નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતા ત્યારે બે માથાફરેલા શખ્શોએ ઓટોમેટિક ગનથી મસ્જિદમાં નમાઝ પઢી રહેલા લોકો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. ન્યૂઝિલેન્ડના વડાં પ્રધાન જેસિન્ડા આર્ડોને આ હુમલાને આતંકી ઘટના જણાવીને તેની આકરી નિંદા કરી હતી. તેઓ શનિવાર ક્રાઈસ્ટચર્ચ પહોંચ્યા હતા અને હિજાબ પહેરીને એ મસ્જિદની મુલાકાત લીધી હતી જ્યાં આ હુમલો થયો હતો.
Can you imagine having a leader of a country showing this kind of empathy? Thank you, #Jacinda #Ardern, for reminding the world what a Leader is and could be.#PrayforChristchurch #PrayforNewZealand #PrayForPeace #TerrorismHasNoReligion pic.twitter.com/KIShzivKUL
— Muammer Gökçin (@MuammerGokcin) March 17, 2019
વડા પ્રધાનના નિવેદનને લોકોએ આવકાર્યું
વડા પ્રધાન જેસિન્ડા આર્ડોને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, "અમને એ દેશના રહેવાસી હોવા પર ગર્વ છે, જ્યાં 200 કરતાં વધુ જાતિના લોકો રહે છે. 160થી વધુ ભાષા બોલવામાં આવે છે અને અનેક વિવિધતાઓ હોવા છતાં લોકોમાં એક્તાની ભાવના છે. અમે આ દુર્ઘટનાથી પ્રભાવિત સમુદાયનું સમર્થન કરીએ છીએ અને દરેક પ્રકારની આર્થિક મદદ કરવા તૈયાર છીએ. આ પ્રકારની વિચારધારા ધરાવતા લોકોની નિંદા કરીએ છીએ."
પીએમ જેસિન્ડા શનિવારે જ ક્રાઈસ્ટ ચર્ચામાં મુસ્લિમ સમુદાયના કેન્ટબરી ખાતે આવેલા રેફ્યુજી સેન્ટરમાં પહોંચ્યાં હતાં અને અહીં પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કાળા રંગનો હિજાબ પહેર્યો હતો અને પીડિતોનાં પરિજનો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24-36 કલાકમાં તમે જે સમર્થન મળી રહ્યું છે તે સાચું ન્યુઝીલેન્ડ છે.
આ દરમિયાન જેસિન્ડાનો હિજાબ પહેરેલો જે ફોટો ખેંચવામાં આવ્યો હતો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ ફોટામાં આર્ડોને અત્યંત દુખી દેખાઈ રહ્યાં છે. ન્યૂઝીલેન્ડમાં પીડિત પરિવારોને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો સડકો પર આવી રહ્યા છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક જગ્યાએ ફૂલ અને કાર્ડ મુકવામાં આવી રહ્યા છે.
આ હુમલો કરનારા વ્યક્તિ પાસે એક ઘોષણાપત્ર હતો, જેમાં તેણે પોતાને 28 વર્ષનો ચરમ દક્ષિણપંથી જણાવ્યો છે. તે પોતાને સ્થળાંતર વિરોધી વિચારધારાનો ઓસ્ટ્રેલિયન નાગરિક જણાવે છે. હુમલાખોરનું નામ બ્રેટન ટેરેન્ટ છે. તેણે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પોતાનો વકીલ પણ રાખવાની ના પાડી દીધી છે અને જણાવ્યું છે કે, તે પોતાની દલીલો જાતે જ રજૂ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે