USA-India: અમેરિકાએ ચીનને આપ્યો મોટો આંચકો, ભારતના સમર્થનમાં સંસદમાં રજૂ થયો આ મહત્વનો પ્રસ્તાવ
અમેરિકી સદનની બંને પાર્ટીઓ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલા પ્રસ્તાવમાં ચીની ભડકાઉ કાર્યવાહીના વિરોધમાં ભારતના સ્ટેન્ડના પણ વખાણ કરવામાં આવ્યા છે અને ભારત સાથે ટેક્નિકલ, આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
Trending Photos
અમેરિકાએ ચીન અને અરુણાચલ પ્રદેશને અલગ કરનારી મેકમોહન લાઈનને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારી છે. અમેરિકી સંસદમાં આ મુદ્દે એક દ્વિપક્ષીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જેમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માનવામાં આવ્યું છે. પ્રસ્તાવ રજૂ કરનારા સાંસદ બિલ હાગેર્ટી અને જેફ માર્કલેએ કહ્યું કે જ્યારે ચીન સતત ખુલ્લા અને આઝાદ હિન્દ પ્રશાંત મહાસાગર માટે પડકાર બનેલો છે ત્યારે એવામાં જરૂરી છે કે અમેરિકા પોતાના રણનીતિક ભાગીદારો સાથે ખભેથી ખભો મેળવીને ઊભું રહે ખાસ કરીને ભારત સાથે.
ચીનની કરી ટીકા
અમેરિકી સંસદના આ દ્વિપક્ષીય પ્રસ્તાવમાં અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ સ્વીકારવામાં આવ્યું છે અને ચીનના એલએસી પર યથાસ્થિતિ બદલવાના પ્રયત્નો અને સૈન્ય કાર્યવાહીની ટીકા કરી છે. પ્રસ્તાવમાં અમેરિકા-ભારત વચ્ચે રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા અને ક્વાડમાં સહયોગ વધારવાની પણ વાત કરાઈ છે. અત્રે જણાવવાનું કે અમેરિકી સંસદનો આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે કે જ્યારે એલએસીના પૂર્વ સેક્ટરમાં ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થઈ ચૂક્યું છે.
ભારત સાથે સંબંધ મજબૂત કરવા પર ભાર
પ્રસ્તાવમાં કહેવાયું છે કે અમેરિકા અરુણચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ માને છે ચીનનું નહીં. ચીન દ્વારા સૈન્ય તાકાતથી એલએસી પર યથાસ્થિતિ બદલવાની કોશિશો, વિવાદિત સ્થાનો પર ચીન દ્વારા ગામ વસાવવા અને ચીનના નક્શામાં ભારતના અરુણાચલ પ્રદેશને પોતાનો બતાવવાની હરકતની પણ અમેરિકી સાંસદોએ ટીકા કરી. આ સાથે ભૂટાનની સરહદમાં ચીનના દાવાની પણ ટીકા કરવામાં આવી. અમેરિકી સદનની બંને પાર્ટીઓ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયેલા પ્રસ્તાવમાં ચીની ભડકાઉ કાર્યવાહીના વિરોધમાં ભારતના સ્ટેન્ડના પણ વખાણ કરવામાં આવ્યા છે અને ભારત સાથે ટેક્નિકલ, આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે