વ્હાઇટ હાઉસમાં વધુ એક કેસ, ઉપરાષ્ટ્રપતિ પ્રેન્સના પ્રેસ સેક્રેટરીનો કોરોના પોઝિટિવ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ જણાવ્યું કે, માઇક પેન્સની પ્રેસ સેક્રેટરી કોરોનાનો શિકાર બની છે. પરંતુ વ્હાઇટ હાઉસે સત્તાવાર તેની જાહેરાત કરી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે, તે તેના વિશે વધુ જાણતા નથી.
 

 વ્હાઇટ હાઉસમાં વધુ એક કેસ, ઉપરાષ્ટ્રપતિ પ્રેન્સના પ્રેસ સેક્રેટરીનો કોરોના પોઝિટિવ

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન એટલે કે વ્હાઇટ હાઉસ (White House)માં વધુ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયો છે. ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ  (Vice President Mike Pence)ના પ્રેસ સેક્રેટરી કૈટી મિલર  (Katie Miller) વ્હાઇટ હાઉસના બીજા કોરોના દર્દી છે. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક પર્સનલ વેલેમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો. વ્હાઇટ હાઉસમાં કોરોનાનો કેસ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તપાસ કરાવી હતી.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ જણાવ્યું કે, માઇક પેન્સની પ્રેસ સેક્રેટરી કોરોનાનો શિકાર બની છે. પરંતુ વ્હાઇટ હાઉસે સત્તાવાર તેની જાહેરાત કરી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે, તે તેના વિશે વધુ જાણતા નથી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હાલમાં કૈરી મિલર ડોનાલ્ડ ટ્રમ્પના સીધા સંપર્કમાં આવી નથી. 

રાષ્ટ્રપતિને મળનારાનો કોરોના ટેસ્ટ
વ્હાઇટ હાઉસમાં કોરોનાનો બીજો મામલો સામે આવ્યા બાદ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા અન્ય લોકોને બચાવવાના પ્રયાસો ઝડપી કરી દેવાયા છે. હવે સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે-સાથે દરરોજ ટેમ્પ્રેચર ચેક, ઓફિસ અને અન્ય સ્થાનોનું ડીપ ક્લીનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ દરરોજ કરવામાં આવી રહ્યો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના પર્સનલ વૈલેનો કોરોના પોઝિટિવ
શુક્રવારે અમેરિકી નૌસેનાના એક સભ્યમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો. પર્સનલ વૈલે અમેરિકાની સેનાના સભ્ય હોય છે, જેને માત્ર વ્હાઇટ હાઉસમાં તૈનાત કરવામાં આવે છે. આ લોકો હંમેશા રાષ્ટ્રપતિ અને તેમના પરિવારની નજીક રહે છે. ક્યારેક-ક્યારેક રાષ્ટ્રપતિને ભોજન આપે છે અને તેમનું ધ્યાન રાખે છે. આ લોકો ખુબ તાલિમ પામેલા હોય છે જેથી મુશ્કેલ સમયમાં રાષ્ટ્રપતિની સુરક્ષા કરી શકે. 

નૌસૈનિકના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે વ્હાઇટ હાઉસની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. જાણવા મળ્યું હતું કે પોતાના નજીકના સહયોગીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખુબ નારાજ થયા હતા. આ ખુલાસા બાદ વ્હાઉટ હાઉસના ડોક્ટરોએ ટ્રમ્પના પણ કોરોનાના સેમ્પલ લીધા પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news