PM મોદીએ ફોન પર પાઠવી શુભેચ્છા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- મોદીને આખી દુનિયા પ્રેમ કરે છે
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની અવિશ્વસનીય વાપસી પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને એક્સ પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી અને બુધવારે સાંજે ફોન કરીને પણ અભિનંદન પાઠવ્યા.
Trending Photos
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની અવિશ્વસનીય વાપસી પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને એક્સ પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી અને બુધવારે સાંજે ફોન કરીને પણ અભિનંદન પાઠવ્યા. વાતચીત અંગે પીએમ મોદીએ પણ એક્સ પર પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારી રીતે વાતચીત થઈ. તેમની શાનદાર જીત પર તેમને શુભેચ્છાઓ પાઠવી. ટેક્નોલોજી, રક્ષા, ઉર્જા, અંતરિક્ષ અને અન્ય અનેક ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે એકવાર ફરીથી મળીને કામ કરવાની આશા છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ આ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું કે મોદીને આખી દુનિયા પ્રેમ કરે છે. ભારત એક શાનદાર દેશ છે અને પીએમ મોદી એક શાનદાર વ્યક્તિ છે. ટ્રમ્પે ફોન પર પીએમ મોદીને કહ્યું કે તેઓ તેમને અને ભારતને પોતાના એક સાચા મિત્ર ગણે છે. પીએમ મોદી પહેલા એવા વૈશ્વિક નેતાઓમાંથી એક છે જેમણે ટ્રમ્પની જીત બાદ તેમની સાથે વાત કરી છે.
Had a great conversation with my friend, President @realDonaldTrump, congratulating him on his spectacular victory. Looking forward to working closely together once again to further strengthen India-US relations across technology, defence, energy, space and several other sectors.
— Narendra Modi (@narendramodi) November 6, 2024
આ અગાઉ પીએમ મોદીએ એક્સ પર શુભેચ્છા પાઠવી. આ સાથે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે પોતાના ચાર ફોટા પણ શેર કર્યા છે. પોતાના સંદેશામાં પીએમ મોદીએ ટ્રમ્પના ગત કાર્યકાળની ઉપલબ્ધિઓના વખાણ કરતા ભારત-અમેરિકા સમગ્ર વૈશ્વિક અને રણનીતિક ભાગીદારીને વધુ સશક્ત બનાવે તેવી આશા વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ઐતિહાસિક ચૂંટણી જીત પર હાર્દિક શુભેચ્છા. જે રીતે તમે તમારા ગત કાર્યકાળની સફળતાઓને આગળ વધારી રહ્યા છો, હું ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક અને રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે આપણા સહયોગને નવીનીકૃત કરવા માટે તત્પર છું. આવો આપણે બધા મળીને આપણા લોકોનું સારું કરવા માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને વધારવા માટે કામ કરીએ.
Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY
— Narendra Modi (@narendramodi) November 6, 2024
ટ્રમ્પે તોડ્યો 132 વર્ષનો રેકોર્ડ
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઈતિહાસમાં બીજીવાર રાષ્ટ્રપતિ પદ પર વાપસી કરી છે. 132 વર્ષમાં તેઓ પહેલા એવા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે જેમણે ફરીથી વાપસી કરી છે. તેમના પહેલા ગ્રોવર ક્લીવલેન્ડે આમ કર્યું હતું. ગ્રોવર ક્લીવલેન્ડ અમેરિકાના 22માં અને 24માં રાષ્ટ્રપતિ બન્યા હતા. જેમણે 1885થી 1889 અને 1893 થી 1897 સુધી સેવા આપી. અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પનો પહેલો કાર્યકાળ 2016થી 2020 વચ્ચે હતો. જો કે 2020ની ચૂંટણી દોડમાં તેઓ બાઈડેનથી હાર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે