‘ભારતમાં નથી શુદ્ધ હવા-પાણી, સ્વચ્છતાની પણ નથી સમજણ’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના નિવેદનમાં કહ્યું કે, જો અમે પ્રદૂષણ અને સ્વચ્છતાની વાત કરીએ તો ચીન, ભારત અને રશિયા જેવા અન્ય ઘણા દેશોમાં હવા સાફ નથી, પાણી પણ વધુ સારૂ નથી, તેઓ પોતાની જવાબદારી પૂરી કરતા નથી.

‘ભારતમાં નથી શુદ્ધ હવા-પાણી, સ્વચ્છતાની પણ નથી સમજણ’: ડોનાલ્ડ ટ્રમ્પ

લંડન: વિશ્વ પર્યાવરણ દિવસના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત, ચીન અને રશિયામાં પ્રદૂષણ અને સ્વચ્છતાની ભાવના નથી. તેમનું આ નિવેદન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટ બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, યુ.એસ.માં કાર્બન ઉત્સર્જનની સૌથી વધુ સંખ્યા હોવા છતાં, આ દેશમાં સરેરાશ હવા પ્રદુષણનું સ્તર ભારત, રશિયા અને ચીન કરતાં વધુ સારું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના નિવેદનમાં કહ્યું કે, જો અમે પ્રદૂષણ અને સ્વચ્છતાની વાત કરીએ તો ચીન, ભારત અને રશિયા જેવા અન્ય ઘણા દેશોમાં હવા સાફ નથી, પાણી પણ વધુ સારૂ નથી, તેઓ પોતાની જવાબદારી પૂરી કરતા નથી.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે, પ્રિન્સ ચાર્લ્સે તેમની અંદર આબોહવા પરિવર્તનને લઇને પેશન લાવ્યા અને તેઓ પોતે પણ એવી દુનિયા ઇચ્છે છે જ્યાં આવનારી પેઢી માટે સારી હોય. ટ્રમ્પ, પ્રિન્સ ચાર્લ્સની આ વાતથી ઘણા પ્રભાવિત છે કે, તેઓ એવું વિશ્વ બનાવવા ઇચ્છે છે જે ભાવી પેઢીઓ માટે સારૂ હોય.

ટ્રમ્પ 2016માં રાષ્ટ્રપતિ બન્યા બાદથી પર્યાવરણ સંબંધિ નિયમોને પરત લાવ્યા છે અને તેઓ અમેરિકાને પેરિસ આબોહવા સંધિથી પણ બહાર કરી ચુક્યા છે. જો કે, ટ્રમ્પે કહ્યું કે, તેઓ પર્યાવરણના હિતો પ્રતિ કટિબદ્ધતાને લઇને પ્રિન્સ ચાર્લ્સથી પ્રભાવિત છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ સોમવારે ત્રણ દિવસના રાજ્યકીય પ્રવાસ પર અહીં આવ્યા છે. તેમણે બકિંગહામ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સની સાથે ચા પર વાતચીત કરી હતી. ટ્રમ્પે બુધવારે પ્રસારિત થયેલા ઇન્ટરવ્યૂમાં 'આઇટીવી' ને જણાવ્યું હતું કે રાણી એલિઝાબેથના બીજા પુત્રના પુત્રએ આબોહવા પરિવર્તન વિશે સારી વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું અમે 15 મીનિટ વાતચીત કરવાના હતા. પરંતુ વાતચીત દોઢ કલાક સુધી ચાલી. અને મોટાભાગના સમયે તેઓ જ બોલતા રહ્યાં. તેઓ આબોહવા પરિવર્તન વિષય પર ગંભીર છે અને મને લાગે છે કે, આ ઘણી સારી વાત છે. એટેલે કે હું પણ આ ઇચ્છું છું, મને આ પસંદ છે.
(ઇનપુટ એજન્સી એફપી અને પીટીઆઇ)

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news