US: પોતે 29 વાર કરી ચૂક્યા છે ઉપયોગ પણ હવે કહ્યું- જો હું રાષ્ટ્રપતિ બનીશ તો H-1B વિઝા ખતમ કરી નાખીશ 

H-1B Visa Program: એચ1 બી વિઝા એક એવા વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિદેશી કર્મચારીઓને વિશેષ વ્યવસાયોમાં નિયુક્ત કરવા માટે મંજૂરી આપે છે. જેના માટે સૈદ્ધાંતિક કે ટેક્નિકલ વિશેષજ્ઞતાની જરૂર હોય છે.

US: પોતે 29 વાર કરી ચૂક્યા છે ઉપયોગ પણ હવે કહ્યું- જો હું રાષ્ટ્રપતિ બનીશ તો H-1B વિઝા ખતમ કરી નાખીશ 

US News:  અમેરિકી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની દોડમાં સામેલ  ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ એચ-1બી વિઝા કાર્યક્રમને  “indentured servitude” ગણાવ્યા છે. તેમણે લોટરી આધારિત સિસ્ટમને ખતમ કરવાનો સંકલ્પ લેતા કહ્યું કે જો તેઓ ચૂંટણી જીતશે તો આ વ્યવસ્થામાં ફેરફાર કરશે. ભારતીય આઈટી પ્રોફેશનલો વચ્ચે બહુ લોકપ્રિય એવા એચ1બી વિઝા એક એવા વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિદેશી કર્મચારીઓને વિશેષ વ્યવસાયોમાં નિયુક્ત કરવા માટે મંજૂરી આપે છે. જેના માટે સૈદ્ધાંતિક કે ટેક્નિકલ વિશેષજ્ઞતાની જરૂર હોય છે.

રામાસ્વામીએ પોતે કર્યો ઉપયોગ
ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોથી દર વર્ષે હજારો કર્મચારીઓને નિયુક્ત કરવા માટે આ વિઝા પર નિર્ભર હોય છે. રામાસ્વામીએ પોતે પણ 29 વખત વિઝા કાર્યક્રમનો ઉપયોગ કર્યો છે. વર્ષ 2018થી 2023 સુધીમાં અમેરિકી નાગરિકતા અને ઈમિગ્રેશન સેવાઓએ એચ1બી વિઝા હેઠળ કર્મચારીઓને નિયુક્ત કરવા માટે રામાસ્વામીની પૂર્વ કંપની રોઈવંત સાયન્સિસની 29 અરજીઓને મંજૂરી આપી. 

અખબાર પોલિટિકોએ રામાસ્વામીના હવાલે કહ્યું કે "આમ છતાં એચ-1બી સિસ્ટમ તેમાં સામેલ તમામ લોકો માટે ખરાબ છે." તેમણે એક નિવેદનમાં કહ્યું કે લોટરી સિસ્ટમને વાસ્તવિક યોગ્યતા પ્રવેશ દ્વારા પ્રતિસ્થાપિત કરવાની જરૂર છે. આ કરાર indentured servitude નું એક સ્વરૂપ છે જે ફક્ત તે કંપનીને લાભ પહોંચાડે છે જેણે એચ-1બી અપ્રવાસીને પ્રોયોજિ કર્યા હતા. હું તેને ખતમ કરી દઈશ. રામાસ્વામીએ કહ્યું કે અમેરિકાએ શ્રૃંખલા આધારત પ્રવાસનને ખતમ કરવાની જરૂર છે. 

રામાસ્વામીએ ફેબ્રુઆરી 2021માં રોઈવંતના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેનું પદ છોડ્યું. પરંતુ આ વર્ષ ફેબ્રુઆરી સુધીમાં કંપનીના બોર્ડ ઓફ ડાઈરેક્ટરના અધ્યક્ષ બની રહ્યા જ્યારે તેમણે રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારીની દોડમાં ઉતરવાની જાહેરાત કરી. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ફાઈલિંગ મુજબ 31 માર્ચ સુધી કંપની અને તેની સહાયક કંપનીઓમાં 904 પૂર્ણકાલિક કર્મચારી હતા, જેમાંથી 825 અમેરિકામાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news