Afghanistan: ડેડલાઈન પહેલા જ અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધુ, છેલ્લા વિમાને કાબુલથી ભરી ઉડાન
અફઘાનિસ્તાનમાં તાલિબાનની ડેડલાઈન પહેલા જ અમેરિકાએ પોતાની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત કરી દીધી છે. અફઘાનિસ્તાનથી અમેરિકાના છેલ્લા 3 વિમાનો C-17 એ 30-31 ઓગસ્ટની મધરાતે હામિદ કરઝઈ એરપોર્ટથી ઉડાન ભરી.
Trending Photos
વોશિંગ્ટન: અફઘાનિસ્તાનમાં તાલિબાનની ડેડલાઈન પહેલા જ અમેરિકાએ પોતાની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત કરી દીધી છે. અફઘાનિસ્તાનથી અમેરિકાના છેલ્લા 3 વિમાનો C-17 એ 30-31 ઓગસ્ટની મધરાતે હામિદ કરઝઈ એરપોર્ટથી ઉડાન ભરી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાનિસ્તાનથી પોતાના કમાન્ડરોની ખતરનાક વાપસી માટે આભાર વ્યક્ત કર્યો. અત્રે જણાવવાનું કે આ સાથે જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજનીતિક ઉપસ્થિતિને પણ ખતમ કરી છે.
જો બાઈડેન બોલ્યા અફઘાનિસ્તાનમાં 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ ખતમ
કાબુલથી અંતિમ અમેરિકી વિમાને ઉડાણ ભર્યા બાદ જો બાઈડેને કહ્યું કે હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ ખતમ થઈ ગઈ છે. હું મારા કમાન્ડરોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમ કે 31 ઓગસ્ટ સવારની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી, વધુ કોઈ અમેરિકનના જીવ ગુમાવ્યા વગર તેમણે અફઘાનિસ્તાનથી ખતરનાક વાપસીના અભિયાનને પૂરું કર્યું.
Three C-17s have just left Hamid Karzai International Airport in a row. The time now is midnight in Kabul. This could be the end of the US presence in Afghanistan. pic.twitter.com/rS1NJKsxWy
— Oren Liebermann (@OrenCNN) August 30, 2021
અમેરિકી ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટું એરલિફ્ટ
બાઈડેને આગળ કહ્યું કે છેલ્લા 17 દિવસમાં અમારા સૈનિકોએ અમેરિકી ઈતિહાસના સૌથી મોટા એરલિફ્ટને અંજામ આપ્યો. તેમણે 1,20,000થી વધુ અમેરિકી નાગરિકો, અમારા સહયોગીઓના નાગરિકો અને સંયુક્ત રાજ્ય અમેરિકાના અફઘાન સહિયોગીઓને સુરક્ષિત કાઢ્યા છે. જો બાઈડેને કહ્યું કે મેં મારા વિદેશ મંત્રીને કહ્યું છે કે તેઓ અમેરિકાના આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સની સાથે સતત કોઓર્ડિનેટ કરે જેથી કરીને કોઈ પણ અમેરિકી અફઘાન ભાગીદારો અને વિદેશી નાગરિકો માટે સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરી શકાય જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે.
The past 17 days have seen our troops execute the largest airlift in US history. They have done it with unmatched courage, professionalism, and resolve. Now, our 20-year military presence in Afghanistan has ended.
My full statement: https://t.co/kfLkzQtEzp
— President Biden (@POTUS) August 30, 2021
આજે અમેરિકાને સંબોધન કરશે
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના નિવેદનમાં કહ્યું કે કાલે બપોરે (મંગળવાર), હું અફઘાનિસ્તાનમાં આપણી ઉપસ્થિતિને 31 ઓગસ્ટથી આગળ નહીં વધારવાના મારા નિર્ણય પર લોકોને સંબોધિત કરીશ. યોજના મુજબ અફઘાનિસ્તાનમાં આપણા એરલિફ્ટ મિશનને સમાપ્ત કરવા માટે ત્યાં ગ્રાઉન્ડ પર હાજર આપણા તમામ કમાન્ડરો અને જોઈન્ટ્સ ચીફ્સની સર્વસહમત ભલામણ હતી.
"US suspends diplomatic presence in Afghanistan, moves operations to Qatar," AFP quotes US Secretary Antony Blinken
(file photo) pic.twitter.com/4Hk8qE1auv
— ANI (@ANI) August 30, 2021
અમેરિકાએ અફઘાનિસ્તાનથી દૂતાવાસ હટાવીને કતાર શિફ્ટ કર્યું
અફઘાનિસ્તાનમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ ખતમ કરવા ઉપરાંત અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજનીતિક ઉપસ્થિતિ પણ ખતમ કરી દીધી અને તેને કતાર શિફ્ટ કરી દીધુ. અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા દરેક તે અમેરિકીની મદદ કરવા પ્રતિબદ્ધ છે જે અફઘાનિસ્તાન છોડવા માંગે છે. બ્લિંકને કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકાનું કામ ચાલુ છે, અમારી પાસે એક યોજના છે- અમે શાંતિ જાળવી રાખવા પર અથાગ રીતે કેન્દ્રિત રહીશું. તેમાં અમારા સમુદાયના હજારો લોકોનું સ્વાગત કરવું પણ સામેલ છે. જેમ કે અમે પહેલા પણ કર્યું છે.
"The last American soldier to leave Afghanistan- Major General Chris Donahue, boarded C-17 aircraft on August 30, marking the end of US mission in Kabul," tweets US Department of Defense pic.twitter.com/nScjl4Hfao
— ANI (@ANI) August 31, 2021
અંતિમ સૈનિકની તસવીર
અમેરિકી રક્ષા વિભાગ દ્વારા અફઘાનિસ્તાન છોડી રહેલા છેલ્લા સૈનિકની તસવીર પણ શેર કરવામાં આવી. અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગને જણાવ્યું કે 20 વર્ષના અમેરિકી સૈન્ય અભિયાનો બાદ અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસી પૂરી થઈ ગઈ છે. અફઘાનિસ્તાન છોડનારા છેલ્લા અમેરિકી સૈનિક મેજર જનરલ ક્રિસ ડોનહ્યૂ (Major General Chris Donahue) છે. જે 30 ઓગસ્ટના રોજ સી-17 વિમાનમાં સવાર થયા અને તે કાબુલમાં અમેરિકી મિશનના અંતનું પ્રતિક છે.
તાલિબાને મનાવ્યો જશ્ન
કાબુલથી અમેરિકી સૈનિકોના નીકળ્યા બાદ તાલિબાનીઓએ હવામાં ફાયરિંગ કરીને જીતનો જશ્ન પણ મનાવ્યો. નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પહેલા સપ્ટેમ્બર, પછી 31 ઓગસ્ટ સુધીમાં પોતાની સેના અફઘાનિસ્તાનથી પાછી બોલાવવાની જાહેરાત કરી હતી. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે અમેરિકી સૈનિકોની વાપસીને અફઘાનિસ્તાનની આઝાદી સાથે જોડી અને કહ્યું કે આજે દેશ સંપૂર્ણ રીતે આઝાદ થઈ ગયો. તાલિબાનીઓ પણ ડરામણો જશ્ન મનાવ્યો. હવામાં ફાયરિંગ કર્યું અને આકાશમાં અનેક રોકેટ છોડ્યા. તાલિબાનની આ ઉજવણીથી કાબુલના સ્થાનિક લોકો ડરી ગયા છે. તાલિબાને કહ્યું કે આ કોઈ હુમલો નથી પરંતુ અમેરિકાના ગયા બાદ જશ્નમાં ફાયરિંગ થઈ રહ્યું છે.
Kabul airport after the last American soldiers depart. pic.twitter.com/rPzADbm97S
— ian bremmer (@ianbremmer) August 30, 2021
કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલાની જવાબદારી ISIS એ લીધી
અમેરિકી સૈનાએ વાપસીના અંતિમ કલાકોમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી કેટલાક વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. આ બધા વચ્ચે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલાની જવાબદારી લીધી. અમેરિકી સેનાએ કહ્યું કે રોકેટ હુમલામાં તેમને કોઈ નુકસાન થયું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે