આજે ભારત-US વચ્ચે '2 પ્લસ 2' વાર્તા, રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદ પર ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે આજે પહેલી 2+2 વાર્તા શરૂ થઈ ગઈ છે. નવી દિલ્હીમાં થનારી આ બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ અને રક્ષા મંત્રી જિમ મેટિસ બુધવારે રાજધાની દિલ્હી પહોંચ્યા હતાં.

આજે ભારત-US વચ્ચે '2 પ્લસ 2' વાર્તા, રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદ પર ચર્ચા

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે આજે પહેલી 2+2 વાર્તા શરૂ થઈ ગઈ છે. નવી દિલ્હીમાં થનારી આ બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ અને રક્ષા મંત્રી જિમ મેટિસ બુધવારે રાજધાની દિલ્હી પહોંચ્યા હતાં. દિલ્હી એરપોર્ટ પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તેમનું સ્વાગત કર્યું. અત્યાર સુધી બે વાર સ્થગિત થયેલી આ વાર્તા અનેક રીતે ખાસ છે. વાર્તા માટે ભારત અમેરિકી પ્રતિનિધિ મંડળમાં અમેરિકી જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ જોસેફ ડનફોર્ડ પણ સામેલ છે. 

2+2 વાર્તાથી રણનીતિક સંબંધ થશે મજબુત
આ વાર્તાનો લક્ષ્યાંક બંને દેશો વચ્ચે રણનીતિક સંબંધ મજબુત બનાવવા, રશિયા સાથે ભારતના સંબંધો અને ઈરાનથી ક્રુડ ઓઈલની આયાત પરના મતભેદોનો ઉકેલ લાવવાનો છે. પ્રતિનિધિ મંડળ સ્તરની ટુ પ્લસ ટુ વાર્તા અગાઉ વિદેશ મંત્રીઓ સુષમા સ્વરાજ અને પોમ્પિઓ વચ્ચે અને રક્ષા મંત્રીઓ સીતારમણ અને મેટિસ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થશે. 

— ANI (@ANI) September 6, 2018

વિેદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરીને આપી જાણકારી
માઈક પોમ્પિઓના એરપોર્ટ પર સ્વાગત બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કરી કે ઉષ્માભર્યા અને મિત્રવત સંબંધોને દર્શાવનારી વિશેષ ભાવનાઓ હેઠળ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓનું તેમના પહેલા ભારત પ્રવાસ પર એરપોર્ટ પર સ્વાગત કર્યું. 

ભારત અને અમેરિકી અધિકારીઓ વચ્ચે વ્યાપારને લઈને ચર્ચા
ભારત અને અમેરિકાના રક્ષા અને વિદેશ મંત્રીઓ વચ્ચે ટુ પ્લસ ટુ બેઠક અગાઉ તેમના વરિષ્ઠ વ્યાપાર નીતિ નિર્માતાઓ વચ્ચે બુધવારે જોરદાર ઉગ્ર ચર્ચા થઈ. બંને પક્ષોએ સરહદપાર વ્યાપાર પર પોતાની સ્થિતિનો બચાવ કર્યો. ભારતના વાણિજ્ય સચિવ અનૂપ વાઘવને ઓછા સંરક્ષણવાદ પર ભાર મૂકતા કહ્યું કે આપણે વ્યાપાર ખોટથી આગળ વધીને હાલની આર્થિક તાકાતના આધારે ડ્યૂટી નક્કી કરવી જોઈએ. 

અમેરિકાના વાણિજ્ય ઉપમંત્રી આંતરરાષ્ટ્રીય વ્યાપાર ગિલ્બર્ટ કપલાને દાવો કર્યો કે મૂળભૂત રીતે જોવા જઈએ તો તેમની વ્યાપાર નીતિઓમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તેમણે પરસ્પર આદાન પ્રદાન પર ભાર મૂકતા કહ્યું કે તેની કમીના કારણે એવા ફેસલા લેવાય છે જે પ્રતિકૂળ હોય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news