કોરોના સામે જંગ લડવા માટે અમેરિકા પાસે હવે બે વેક્સીન, Modernaને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી
કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે ટ્રાયલમાં તેની સફળતાનો દર 94.1 ટકા રહ્યો છે. આ વેક્સીનના ટ્રાયલમાં લગભગ 30 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યો હતો.
Trending Photos
વોશિંગ્ટન: કોરોના સામે જંગમાં અમેરિકાએ મોર્ડના (Moderna)ની COVID-19 વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. તે પહેલાં અમેરિકા Pfizer વેક્સીનના ઉપયોગને મંજૂરીઆપી ચૂકી છે એટલે કે હવે કોરોના સામે મુકાબલા માટે બે વિકલ્પ હશે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) પાસેથી મંજૂરી મળ્યા બાદ Moderna એ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી અઠવાડિયાથી રસીકરણનું કામ શરૂ કરવામાં આવી શકે છે.
Risk ઓછું કરવામાં કારગર
Moderna એ પોતાના ટ્વીટમાં લખ્યું છે ''કોરોના વાયરસ (CoronaVirus)ની સારવાર માટે અમે એફડીએ પાસેથી વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે.'' FDAની એક પેનલે કહ્યું વેક્સીન 18 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકોમાં કોરોનાના જોખમને ઓછું કરવામાં કારગર છે. તમને જણાવી દઇએ કે આ પેનલે ફાઇઝર અને જર્મન પાર્ટનર BioNTech ની વેક્સીનને લીલી ઝંડી મળી હતી.
We just announced that the FDA has authorized the Moderna COVID-19 Vaccine in the U.S. for emergency use to prevent COVID-19 in individuals 18 and over. The Moderna COVID-19 Vaccine has not been approved or licensed by the FDA. https://t.co/zyd6dfJr53 pic.twitter.com/oNeB3DXazu
— Moderna (@moderna_tx) December 19, 2020
94.1 ટકા રહ્યો છે Success Rate
Moderna એ જુલાઇમાં પોતાની બીજી ટ્રાયલ શરૂ કરી દીધી અને ત્રીજા ટ્રાયલને પુરી કર્યા પછી 30 નવેમ્બરના રોજ અમેરિકાના એફડીએ પાસેથી ઉપયોગની પરવાનગી માંગી, જે હવે મળી ગઇ છે. કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે ટ્રાયલમાં તેની સફળતાનો દર 94.1 ટકા રહ્યો છે. આ વેક્સીનના ટ્રાયલમાં લગભગ 30 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે વેક્સીન લગાવ્યા બાદ લોકોમાં તાવ, માથાનો દુખાવો અને થાક જેવી કેટલીક સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી હતી, પરંતુ વૈજ્ઞાનિકોએ તેને ખતરનાક ગણી નથી.
સૌથી મોટું રસીકરણ
અમેરિકામાં સોમવારે ફાયઝરની કોરોના વેક્સીન લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમેરિકા સરકારે તેને ઇતિહાસનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું છે.આ વેક્સીન સૌથી પહેલાં અમેરિકા સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહી છે. અમેરિકામાં કોરોના બેકાબૂ બનવાનું કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું વાયરસને ઓછું આંકવાનો છે. ટ્રમ્પ શરૂઆતથી જ કડક ઉપાયો વિરૂદ્ધ હતા અને ઘણા અવસરો પર પોતાને નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની હારનું એક કારણ આ પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે