Video: પ્લાસ્ટિક બેગમાં મળી નવજાત બાળકી, US પોલીએ નામ આપ્યું ‘ઇન્ડિયા’

અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતની પોલીસને પ્લાસ્ટિક બેગમાં એક નવજાત બાળકી મળી છે. પોલીસે આ બાળકીનું નામ ઇન્ડિયા રાખ્યું છે અને તેની માતાને શોધવાનું અભિયાન શરૂ કર્યું છે. તેના અંતર્ગત કમિંગ શહેરના પોલીસ વિભાગે એક વીડિયો શેર કર્યો છે.

Video: પ્લાસ્ટિક બેગમાં મળી નવજાત બાળકી, US પોલીએ નામ આપ્યું ‘ઇન્ડિયા’

વોશિંગટન: અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતની પોલીસને પ્લાસ્ટિક બેગમાં એક નવજાત બાળકી મળી છે. પોલીસે આ બાળકીનું નામ ઇન્ડિયા રાખ્યું છે અને તેની માતાને શોધવાનું અભિયાન શરૂ કર્યું છે. તેના અંતર્ગત કમિંગ શહેરના પોલીસ વિભાગે એક વીડિયો શેર કર્યો છે. જેમાં લોકોને મદદ કરવા અપીલ કરી છે અને કોઇપણ પ્રકારની જાણકારી આપવા માટે ફોન નંબર મુકવામાં આવ્યો છે. સાથે જ કહ્યું કે જાણકારી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે મંગળવારે આ વીડિયો શેર કર્યો હતો.

વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે, 6 જૂનની રાત્રે લગભગ 10 વાગે એક રાહદારીને સુમસાન વિસ્તારમાં બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ તેણે પોલીસને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચી પોલીસ અધિકારીએ બોડીમાં લગાવેલા કેમેરાથી બાળકી મળ્યાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી હતી. ત્યારબાદ પોલીસે બાળકીના પરિવારજનોને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારે આ મંગળવારે સામાન્ય જનતા માટે આ વીડિયો શેર કર્યો હતો.

હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિશે સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આ બોડી પર લાગેલા કેમેરામાં કેદ ફૂટેજને એટલા માટે શેર કરવામાં આવી રહી છે. જેનાથી કોઇ વિશ્વસનીય સૂચના મળી શકે. આ વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

— ForsythCountySO (@ForsythCountySO) June 25, 2019

વીડિયોમાં તે ક્ષણ જોઇ શકાય છે. જ્યારે એક પોલીસ અધિકારી પ્લાસ્ટિક બેગને ખોલે છે અને તેમાંથી બાળકી મળી આવે છે. બાળકીને જોઇ પોલીસ અધિકારીએ કહ્યું ‘હું ખૂબ દિલગીર છું, જુઓ તમે કેટલા મહત્વપૂર્ણ છો.’ ત્યારબાદ બાળકીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવે છે અને ત્યારબાદ કપડાથી તેને ઢાંકવામાં આવે છે.

6 જૂનથી પોલીસ આ બાળકીની માતાને શોધી રહી છે. હેવ સોશિયલ મીડિયાના માધ્યમથી તેને શોધવાનો પ્રયત્ન કરી રહી છે અને વીડિયો ટ્વિટર પર શેર કરતા તેમણે કહ્યું કે, શું કોઇ જાણકારી આપી શકે છે કે, તમારી આસપાસના વિસ્તારમાં થોડા સમય પહેલા કોઇ મહિલાની ડિલિવરી થવાની હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણી ભાવુક પ્રતિક્રિયાઓ મળી રહી છે. હજારો લોકો #BabyIndiaના નામથી આ વીડિયો શેર કરી રહ્યાં છે અને બાળકીની માતાને શોધવામાં મદદની અપીલ કરી રહ્યાં છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news