UNSC Meet : ઈમરાન ખાને બેઠક પહલા ડોનાલ્ડ ટ્રમ્પને કર્યો ફોન
બંને નેતાઓ વચ્ચે લગભગ 12 મિનિટ સુધી વાતચીત થઈ છે, ઉલ્લેખનીય છે કે ચીન દ્વારા જમ્મુ-કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અનૌપચારિક બેઠક બોલાવાઈ છે
Trending Photos
અનસ મલિક/ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબુદી અને સાથે જ જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયના કારણે પાકિસ્તાન ધૂંઆપૂંઆ થઈ ગયું છે. તમામ પ્રકારના હાથ-પગ પછાડી લીધા પછી તેણે ચીનની શરણ લીધી હતી. પાકિસ્તાનના કહેવાથી ચીને હવે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવ્યો છે. ચીનના કહેવાના કારણે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક શુક્રવારે ભારતીય સમાયાનુસાર સાંજે 7.30 કલાકે બંધબારણે શરૂ થઈ છે.
ઝી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક શરૂ થાય તેના પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો છે. બંને નેતાઓ વચ્ચે લગભગ 12 મિનિટ સુધી વાતચીત થઈ હતી.
આંતરિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ યુએનએસસીની બેઠકમાં ચીને કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનને 'ખુલ્લું સમર્થન' આપ્યું છે. જ્યારે યુએનએસસીના ચીન સિવાયના કાયમી સભ્યો ફ્રાન્સ, રશિયા, યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સએ ભારતનું સમર્થન કર્યું છે. સાથે જ જણાવ્યું છે કે, આ ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મામલો છે. અમેરિકાએ વધુમાં જણાવ્યું છે કે, કાશ્મીરમાં જે કોઈ ગતિવિધિ થઈ રહી છે તે ભારતની આંતરિક બાબત છે.
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રની આ ઔપચારિક બેઠક છે અને તે બંધબારણે યોજાય છે. બંધબારણે યોજાયેલી આ પ્રકારની બેઠકનો કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી કે તેની કોઈ પ્રેસનોટ આપવામાં આવતી નથી. પત્રકારોને પણ તેનું કવરેજ કરવાની મંજુરી હોતી નથી. આ બેઠકમાં ભારત અને પાકિસ્તાનના એક પણ પ્રતિનિધિ ભાગ લેવાના નથી.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે