અતિ વિનાશકારી 'ફાની'ને ભારતે આપી ધોબીપછાડ, UNએ પણ કર્યા વખાણ

સંયુક્ત રાષ્ટ્રની ડિઝાસ્ટર મિટીગેશન એજન્સીએ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ તરફથી ચક્રવાત ફાનીની આગાહીની 'લગભગ અચૂક સટીકતા'ના વખાણ કર્યા છે.

અતિ વિનાશકારી 'ફાની'ને ભારતે આપી ધોબીપછાડ, UNએ પણ કર્યા વખાણ

સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્રની ડિઝાસ્ટર મિટીગેશન એજન્સીએ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ તરફથી ચક્રવાત ફાનીની આગાહીની 'લગભગ અચૂક સટીકતા'ના વખાણ કર્યા છે. આ ચેતવણીઓએ લોકોને બચાવવા અને જાનહાનિને ખુબ ઓછી કરવામાં સટીક યોજના તૈયાર કરવામાં અધિકારીઓની મદદ કરી અને પુરી કાંઠા પાસે આ ચક્રવાત ટકરાયા બાદ વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાયા. 

ભારતમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા સૌથી ભયંકર તોફાને ભારતના પૂર્વ રાજ્ય ઓડિશાના દરિયાકાંઠે ટકરાયા બાદ ઓછામાં ઓછા 8 લોકોના જીવ લીધા. મંદિરોની નગરી ગણાતી પુરીમાં સમુદ્ર તટ પાસે સ્થિત વિસ્તારો અને અન્ય સ્થળો ભારે વરસાદ બાદ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જેનાથી રાજ્યના લગભગ 11 લાખ લોકો પ્રભાવિત થયા છે. ભારતીય હવામાન ખાતાએ ફાનીને 'અત્યંત ભયંકર ચક્રવાતી તોફાન'ની શ્રેણીમાં રાખ્યું હતું. 

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ ફાનીની ગતિ પર બાજ નજર રાખીને બેઠી છે અને બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરોમાં રહેતા પરિવારોને બચાવવાના ઈન્તેજામ કરી રહી છે. આ તોફાન પશ્ચિમ બંગાળમાં અસર છોડ્યા બાદ હવે બાંગ્લાદેશ પહોંચી ગયું છે અને બાંગ્લાદેશ અલર્ટ મોડ પર છે. 

જુઓ LIVE TV

ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના ખાસ પ્રતિનિધિ મામી મિજુતોરીએ કહ્યું કે, "અત્યંત પ્રતિકૂળ સ્થિતિઓના મેનેજમેન્ટમાં ભારતનો પ્રભાવિતોની સંખ્યા ખુબ ઓછો રાખવાનો આ દ્રષ્ટિકોણ સેનદાઈ માળખાના અમલીકરણમાં અને આવી ઘટનાઓમાં વધુ જિંદગીઓ બચાવવામાં મોટું યોગદાન છે."

મિજુતોરી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન 2015-2013ના સેનદાઈ માળખા તરફ ઈશારો કરે છે. આ એક 15 વર્ષનો ઐચ્છિક, સ્વૈચ્છિક સમજૂતિ છે જેના હેઠળ ડિઝાસ્ટર રિસ્કને ઓછું કરવામાં પ્રારંભિક ભૂમિકા રાષ્ટ્રની છે પરંતુ આ જવાબદારીને અન્ય પક્ષધારકો સાથે શેર કરવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news