સીએમ ડેશ બોર્ડને આજે 1 વર્ષ પૂર્ણ થતા CM રૂપાણીએ કર્યું 2.0નું નવું વર્ઝન લોન્ચ

રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે સીએમઓમાં બેસીને રાજ્યના કોઇપણ ખૂણામાં સરકારની કામગીરીને જાણી શકાય તે માટે એક સિસ્ટમ તૈયાર કરી હતી. સીએમ ડેશ બોર્ડને આજે એક વર્ષ પૂર્ણ થતા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ સીએમ ડેશ બોર્ડનું 2.0નું નવું વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

સીએમ ડેશ બોર્ડને આજે 1 વર્ષ પૂર્ણ થતા CM રૂપાણીએ કર્યું 2.0નું નવું વર્ઝન લોન્ચ

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે સીએમઓમાં બેસીને રાજ્યના કોઇપણ ખૂણામાં સરકારની કામગીરીને જાણી શકાય તે માટે એક સિસ્ટમ તૈયાર કરી હતી. જેમાં રાજ્યમાં કોઇપણ સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરાના વિઝન સીએમ હાઉસના સીએમ ડેશ બોર્ડ ઉપર જોઇ શકાશે. ત્યારે સીએમ ડેશ બોર્ડને આજે એક વર્ષ પૂર્ણ થતા એક વર્ષના સફરનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જ સીએમ ડેશ બોર્ડનું 2.0નું નવું વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1 વર્ષ પહેલા રાજ્ય સરકારનો વહીવટ સુચારુરુપે ચાલી શકે અને મુખ્યમંત્રી કક્ષાએ તેની પર મોનિટરિંગ થઈ શકે તે માટે સીએમ ડેશ બોર્ડનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે સીએમ ડેશ બોર્ડની એક વર્ષની સફરનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સીએમ ડેશ બોર્ડનું 2.0 નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. સીએમ ડેશ બોર્ડ દ્વારા રાજ્ય સરકારના તમામ વિભાગો ઉપર સીધું મોનીટરીંગ કરવામાં આવે છે. વિવિધ વિભાગોમાં આવતી ફરિયાદો અને ફાઈલોની ગતિવિધિ સીએમ ડેશ બોર્ડ ઉપર જોઈ શકાય છે.

કોના ટેબલ પર કેટલા સમય સુધી ફાઈલ પડી છે તેની વિગતો પણ જાણી શકાય છે. રાજ્યની ચેકપોસ્ટો ઉપર દરરોજની કેટલી આવક થઈ તેની પણ માહિતી સીધી રીતે મળી શકે છે. સીએમ ડેશ બોર્ડ સાથે રાજ્યમાં પથરાયેલા સીસીટીવી નેટવર્કનું પણ જોડવામાં આવ્યું છે. તેના કારણે ચેકપોસ્ટોથી માંડીને ધાર્મિક સ્થળો સુધીના તમામ વસ્તુઓ ઉપર વીડિયો ફૂટેજ પણ મોનિટરિંગ થઈ શકે છે. આખા રાજ્ય પર CM રૂપાણી પોતે એક જ જગ્યાએથી મોનિટરીગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જુઓ Live TV:-

આ કન્ટ્રોલ રૂમથી દરેક વિભાગનું અહીંથી CM રૂપાણી નિરીક્ષણ કરી શકે છે. એક જ હોલમાંથી ડેશ બોર્ડ દ્વારા 26 વિભાગ અને 1700 ઇન્ડિકેટર પર સીધુ ધ્યાન રાખવામાં આવે છે. આ પહેલા 194 જગ્યાએથી જે ડેટા આવતો હતો તે આજે 563થી વધુ જગ્યાએથી ડેટા આવે છે. તો આ પહેલા જે જિલ્લા કક્ષાએ હતા તે આજે તાલુકા કક્ષાએ પહોંચ્યા છે. વિભાગોને સ્ટાર રેટીગ આપવામાં આવે છે. ગ્રેડીગ પણ આપવામાં આવે છે. સરકારના અગ્રીમતાવાળી યોજનાઓનું સીધું મોનીટરીંગ કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news